આદિપુરના શંકરની પત્ની સાથેના સંબંધોની શંકામાં જયરાજ સરવૈયા અને પ્રકાશ સુથાર વચ્ચે લોહિયાળ જંગમાં સામસામા હુમલામાં બેનું મોત નવરાત્રિમાં પર્વમાં ખેલાયેલા ખૂની ખેલથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ સર્જાયો હતો પોલીસની અફવા પર ધ્યાન ન આપવા અપીલ
મુન્દ્રા:
મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યાનગર સોસાયટી પાસે સોમવારે સમી સાંજે ૭-૮ ની વચ્ચે બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.આડા પ્રેમસંબંધના શંકાસ્પદ મુદ્દે થયેલી બબાલમાં સામસામા હુમલા દરમિયાન બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શું હતી સમગ્ર ઘટના? તે અંગે વાત કરતા મુંદરાના વિભાગીય પોલીસ અધિકારી ગૌતમ વિવેકાનંદે આપેલી વિગતો મુજબ, આદિપુરનો રહેવાસી શંકર ઊર્ફે વિજય ગઢવી તેના મિત્ર પ્રકાશ સુથાર સાથે સોમવારે મુન્દ્રા આવ્યો હતો. શંકરને એ વાતની શંકા હતી કે તેની પત્ની સાથે મુન્દ્રાના જયરાજ સરવૈયાને આડા સંબંધો છે.આ બાબતને લઈને શંકર અને જયરાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી.આ માથાકૂટ એટલી વધી ગઈ કે બંને પક્ષે સામસામા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.આ લોહિયાળ ઝપાઝપીમાં ગંભીર ઈજાઓ થવાથી પ્રકાશ સુથાર અને જયરાજ સરવૈયાના કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શંકર ગઢવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક જયરાજ સરવૈયા મુન્દ્રામાં શાકભાજીનો વેપારી હતો,જ્યારે આદિપુરનો શંકર ગઢવી તેના વાહનો પર ડ્રાઈવીંગનું કામ કરતો હતો.જયરાજ સાથેના સંબંધોની શંકા ઉપજતા શંકર અને તેની પત્ની વચ્ચે મતભેદો સર્જાયા હતા.આ વિવાદના કારણે શંકર છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્નીને ત્યજીને આદિપુર રહેવા જતો રહ્યો હતો,જ્યારે તેની પત્ની મુન્દ્રાના સૂર્યાનગરમાં એકલી રહેતી હતી.આ જ બાબતની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસની સઘન તપાસ શરૂ કરી હતી.એક સમયે ઘટના બનતા સમગ્ર મુન્દ્રામાં કોઈ મોટી ઘટના બની હોવાની વાત વાયુ વેગે પ્રસરી હતી. જેના પગલે પોલીસના ધાડેધાડા ત્યાં ઉતરી ગયા હતા. એએસપી થી લઈ પીઆઈ અને સમગ્ર સ્ટાફ ત્યાં ધસી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી એક સમય મુન્દ્રામાં આયોજિત નવરાતી શરૂ રહેશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું હતું .પોલીસે મૃતકોના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતો બીજી તરફ, વહીવટી તંત્ર અને પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે આ સંવેદનશીલ મામલે કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાથી દૂર રહેવું….મોટા સોસાયટી વિસ્તારમાં બનેલા બનાવને પગલે ભારે અફરાતફરી મચી હતી જો કે પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ સામાન્ય કરી હતી..જો કે કચ્છના પેરિસ એવા મુન્દ્રામાં કાયદો વ્યવસ્થા સામે વેપારીઓની રજુવાત વચ્ચે ખેલાયેલા ખૂની ખેલથી ફરી અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે….











