અબડાસામા યોજાયેલી પેટાચુંટણીમા અપક્ષ ઉમેદવારી કરી ભાજપ માટે જીતનો રસ્તો સહેલો કરનાર અબડાસાના નવા મુસ્લિમ ચહેરા હનીફ પઢીયારને અંતે રાજસ્થાન ATS ઉઠાવી ગઇ છે આમતો ચુંટણી સમયે પરિણામ જાણી ગયેલા કોગ્રેસે રાજસ્થાન સરકારની મદદથી હનીફને ચુંટણી સમય જે ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજકીય મોટામાથાઓના દબાણ વસ થઇ રાજસ્થાન ATS જે કેસમા તેને પકડવા માટે આવી હતી તે પડતુ મુકી પરત ફરી હતી જો કે ભાજપને મદદ કરી જીતાડ્યા બાદ હનીફ ફરી પાછો કોગ્રેસમા સક્રિય થઇ ગયો હતો પરંતુ અંતે રાજસ્થાનના એ ચકચારી કેસમા જેમા હનીફની સંડોવણીની શંકા હતી તે કેસમા વોરન્ટ મેળવી આજે ઉઠાવી ગઇ હતી આજે સાંજે કચ્છની સ્થાનીક પોલિસને સાથે રાખી આ કાર્યવાહી કરાઇ હતી અને તે સંદર્ભની કોઠારા પોલિસમા એન્ટ્રી કરી ATS તેને તપાસ માટે લઇ ગઇ છે ચુંટણી સમયે ભાજપ પાસેથી કરોડો રૂપિયા મેળવવા તથા ખનીજ ચોરીના કેસમા રાહત મેળવવા સહિતની વાતો વહેતી થઇ હતી અને હવે તેની સામે કોઇ કાર્યવાહી નહી થાય પરંતુ અંતે રાજસ્થાન ATS તેને ઉઠાવી ગઇ છે પુછપરછ બાદ કાયદાના નિષ્ણાંતો તેની ધરપકડને પણ જોઇ રહ્યા છે