Home Crime કુખ્યાત નિખીલ દોંગાના ફરાર થવા મામલે આખી ટોળકી જેલ હવાલે; 3 ની...

કુખ્યાત નિખીલ દોંગાના ફરાર થવા મામલે આખી ટોળકી જેલ હવાલે; 3 ની જામીન અરજી પણ રદ્દ

2490
SHARE
જી.કે.નજરલ હોસ્પીટલમાં પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા ફરાર થવા મામલે ઝડપાયેલા તમામ 15 લોકોને કોર્ટે જેલ હવાલે કર્યા છે. પાલારા જેલમાંથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ વિવિધ લોકોની મદદગારીથી ફરાર થઇ નિખીલ નૈનીતાલ પહોંચી ગયેલો જેને કચ્છની ટીમે ઝડપ્યા બાદ તેની મદદગારી કરનાર 14 લોકોની પોલિસે આ મામલે ધરપકડ કરી રીમાન્ડ મેળવાયા હતા નિખીલના નાશી જવા મામલે ભુજ શહેર બી.ડીવીઝન. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-460/2021 ઈ.પી.કો.કલમ 221,223,224,225,120(બી),328,465,468 તથા પ્રિજન એકટ કલમ 42,43,45 ની પેટા કલમ 12 મુજબના ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર પંદર આરોપીઓને અટક કરવામાં આવેલ જેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તમામ આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામા આવેલ.તે પૈકી જે તે સમયે કેદી જાપ્તામાં ફરજ બજાવનાર આરોપી (1)રમેશભાઈ ભારમલભાઇ ગાગલ (પી.એસ.આઇ.- હાલ ફરજ મોકુફ) રહે. ભુજ તથા (2)અલીમામદ ઓસમાન લંગા (એ.એસ.આઇ.- હાલ ફરજ મોકુફ) રહે. ભુજ તથા ગુનાહિત કાવતરામાં મદદગારી કરનાર (3) વિપુલભાઇ દિનેશભાઇ સંચાણીયા હે. જેતપુર જી રાજકોટનાઓએ રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા નામદાર સેશન્સ કોર્ટમાં અરજી કરેલ. આ અરજીની ઓનલાઇન હીયરીંગ દરમ્યાન તપાસ કરનાર અમલદાર જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોગંદનામું તથા તે ઉપરથી જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્રારા કરવામા આવેલ રજુઆતો ધ્યાને લઈ આજ રોજ નામદાર ત્રીજા એડીશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજશ્રી, ભુજ કચ્છ દ્વારા ઉપરોકત ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામા આવેલ છે.