ભુજના ભરચક કહી શકાય તેવા જ્યુબેલી ગ્રાઉન્ડ નજીક મારામારી સાથે હિંસક હુમલો કરી હત્યાના પ્રયાસમાં ફરાર બે આરોપીઓ રાજસ્થાનથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા આ કિસ્સા બાદ સમગ્ર ભુજ શહેરમાં પોલીસે દુકાનો વહેલી બંધ કરાવી કર્ફયુ જેવો માહોલ સર્જયો હતો
ભુજ નહી પરંતુ સમગ્ર કચ્છમાં ચકચાર સર્જનાર મારામારીના કિસ્સામાં અંતે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. શુક્રવારે સામે આવેલી બબાલમાં ભુજના જ્યુબેલી સર્કલ નજીક થાર કારમાં આવી ચાર શખ્સોએ યોગેન્દ્ર તથા તેના મિત્રને માર મારી ફરાર થઇ ગયા હતા જે ધટનાએ સમગ્ર ભુજમાં ભારે ચકચાર સર્જી હતી કેમકે એસ.પી કચેરી અને તેમના નિવાસ સ્થાનથી માત્ર થોડે દુર જ આ ધટના બની હતી જેમાં અગાઉ કોઇ બાબતે થયેલા મનદુખ બાબતે થારમાં ચાર શખ્સો આવ્યા હતા યુવકને ફોન કરી બોલાવ્યો હતો અને ત્યાર બાદ છરી સહિતના ધાતક હથિયારો સાથે હત્યાનો પ્રયાસ કરી ફરાર થઇ ગયા હતા ધટનામાં યોગેન્દ્ર સહિત તેની સાથેના બે વ્યક્તિને પણ ઇજા પહોચી હતી. આ મામલે અક્ષયરાજસિંહ વાધેલા,ભાવેશ ગોસ્વામી, જુવાનસિંહ સોઢા તથા સત્યારજસિંહ વાધેલા સામે વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ આરંભી હતી દરમ્યાન આ કિસ્સો ચર્ચાસ્પદ બનતા ભુજ સ્થિત મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી ગઇકાલે આ મામલે ચાર શખ્સોને ફરારી જાહેર કરાયા હતા દરમ્યાન આજે તપાસ દરમ્યાનખૂનની કોશીશના ગુનાના બે આરોપીઓને ઝુંઝાણી ગામ તા.ભીનમાલ જી.ઝાલોર રાજસ્થાનથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજએ ઝડપી પાડ્યા હતા જ્યુબેલી ક્રીકેટ ગ્રાઉન્ડ સામે ભોગ બનનાર સાથે બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થયા બાદ તે વાતનું મન દુઃખ રાખી આરોપીઓએ થાર ગાડીમાં આવી તીક્ષ્ણ હથિયાર ધારીયા તથા છરીઓ સાથે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. આ દરમ્યાન બાતમી આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ દરમ્યાન આરોપી (૧) સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા તથા (૨) જુવાનસિંહ બન્નેસંગ સોઢાને રાજસ્થાનથી થાર ગાડી સાથે પકડી પોલીસે આગળની તપાસ આરંભી છે સાથે ફરાર અન્ય બે શખ્સોને શોધવા તપાસ ચાલુ છે. આ કામગીરીમાં એલસીબીના એસ.એન.ચુડાસમા,એચ.આર. જેઠી,વાય.કે.પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
આ ધટના બાદ ભુજમા પોલીસના નિયત્રંણો
ભુજના જ્યુબેલી સર્કલ નજીક બનેલી ધટનાએ પોલીસની આબરૂના ધજાગરા કર્યા હતા કેમકે મહત્વના અધિકારીઓની કચેરી નજીક બનાવ બનતા ભુજમા કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થયા હતા કેમકે એક તરફ ગુન્હેગારો પર કડક કાર્યવાહી માટે પોલીસ રસ્તામાં હતી તેવામાં આ ધટનાએ પોલીસ સામે પડકાર ફેંક્યો હતો જો કે પાડાના વાકે પંખાલીને ડામની જેમ પોલીસે ગુન્હેગારો પર રોક લગાવવાને બદલે ભુજના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમ્યાન અત્યાર સુધી ધમધમતી ચા-પાણી નાસ્તાની લારીઓ સાથે રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવવાની સુચના જાહેર કરી હતી અને તેની કડક અમલવારી માટે કામ કર્યુ હતુ જો કે સામાન્ય નાગરીકોમાં પોલીસના આ વલણથી ભારે કચવાટ ફેલાયો હતો. તો ધંધાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા જો કે ત્રણ દિવસથી આ નિયત્રંણો યથાવત છે. અને રાત્રે ધમધમતા વિસ્તારો સુમસાન ભાસી રહ્યા છે.જો કે પોલીસે સામાન્ય નાગરીકોને હજુ સુધી આ નિયત્રંણ લગાવવા પાછળનો યોગ્ય ખુલાસો આપ્યો નથી તે મહત્વની બાબત છે.
ગુન્હેગારો પર કડક કાર્યવાહીના બદલે વેપાર-ધંધા બંધ કરવાના પોલીસના નિર્ણયને કારણે મારામારીનો આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો તેવામાં આરોપી ફરાર થઇ જતા પોલીસે દિવસ-રાત્રી એક કરી આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જે બાદ બે હુમલાખોર પોલીસની ગીરફ્તમાં આવ્યા છે.