રાજ્યમાં ગુન્હેગારો પર કડક કાર્યવાહીના આદેશ વચ્ચે ખાણખનીજ વિભાગ તથા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખનીજ ચોરી પર સપાટો બોલાવી બે સ્થળેથી કરોડોના સાધનો જપ્ત કર્યા
કચ્છમાં ખનીજ ચોરીનુ દુષણ વધ્યુ છે. સમયાતરે પોલીસ-ખાણખનીજ વિભાગની મીલીભગતથી કચ્છના વિવિધ વિસ્તારોમાં ખનીજ ચોરી થતા હોવાના આરોપો પણ લાગ્યા છે તે વચ્ચે ખાણખનીજ વિભાગ તથા પોલીસે સાથે મળી બે સ્થળે કાર્યવાહી કરી કરોડો રૂપીયાના સાધનો જપ્ત કર્યા છે. આ મામલે ડગાળા ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં શામજી કરશન વરચંદ (આહીર) દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જે સ્થળેથી સ્થળ પરથી એક જે.સી.બી. લોડર મશીન, બે હિતાચી મશીન અને બે ટાટા આઇવા ડમ્પર મળી આવ્યા હતા. 40 લાખની કિંમતના તમામ વાહનો જપ્ત કરાયા હતા સાથે પાંચ ચાલકોની પુછપરછ કરાઇ હતી ખાણખનીજ વિભાગે વધુ તપાસ આંરભી છે.આ તરફ ખનીજ વિભાગ ભુજ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ માંડવીના વાંઢમાં બેન્ટોનાઇટ ખનિજનું બિનઅધિકૃત ખનન તથા વહન કરતા ત્રણ ડમ્પર તથા બે એક્સકેવેટર મશીન તેમજ એક જેસીબી,લોડર સહિતનો 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તપાસ દરમ્યાન અહી પણ રતન અભરામ સંધાર સહિતના ડ્રાઇવરોની પુછપરછ કરાઇ હતી વાહને સિઝ કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુક્યા હતા આ બન્ને વિસ્તાર કે જ્યાથી ખનીજ ચોરી પકડાઇ છે તે વિસ્તારની માપણી કરવામાં આવશે અને કેટલી ખનીજની ચોરી કરાઇ છે. તે અંગે જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે બાદ કેટલી ખનીજ ચોરી કરાઇ છે. તે જાણવા મળશે પરંતુ હાલ બન્ને વિસ્તારમાં પકડાયેલી ખનીજ ચોરી ચર્ચાનુ કેન્દ્ર બની છે.
ચોરીનો માલ જાય ક્યા છે ?
પોલીસ તથા ખાણખનીજ વિભાગ દ્રારા સમયાતરે ખનીજ ચોરી તો પકડાય છે પરંતુ તપાસ ક્યાક આગળ વધતી નથી દંડનીય કામગીરી થાય છે. પરંતુ ચોરી કરીને આ જથ્થો ક્યા જવાનો હતો તે મોટાભાગના કિસ્સામાં સામે આવતુ નથી વાંઢમાં પકડાયેલા ખનીજ ચોરીમાં પણ કાઇક આવુજ તથ્ય બહાર આવે તેમ છે તેવુ જાણકારો જણાવી રહ્યા છે. પરંતુ હવે તમામ મદાર ખાણખનીજ વિભાગની તપાસ પર છે. જો કે યોગ્ય તપાસની પહેલ થશે તો કચ્છમાં થતી બેફામ ચોરીનો માલ ક્યા જાય છે તે સત્ય સામે આવશે પરંતુ હાલ તો માપણી સહિતની પ્રક્રિયા હાથ ધરી સ્થળ પરથી મળી આવેલા અને પ્રાથમીક તપાસમા જે નામો સામે આવ્યા તે દિશામા તપાસ કરાઇ રહી છે.ખાણખનીજ વિભાગ કચ્છના અલગ-અલગ વિસ્તારમાંથી ખનીજ ચોરી તો પકડી પાડે છે. પરંતુ અત્યાર સુધી મોટાભાગના કિસ્સામાં નાના વ્યક્તિઓ જ ખાણખનીજ વિભાગની ગીરફ્તમાં આવ્યા છે.મોટા માથા સામે કાર્યવાહી થઇ હોય તેવા કિસ્સા સામાન્ય લોકોના ધ્યાને આવ્યા નથી. અહી સવાલ એજ છે. કે ચોરી કરાયા બાદ આ કિંમતી ખનીજ ક્યા લઇ જવાતુ હતુ તે દિશામાં નક્કર તપાસ કેમ થતી નથી દંડની રકમથી સરકારી તીજોરી તો ભરાય છે પરંતુ કિંમતી ખનીજ ચોરીના મુળ સુધી તંત્ર પહોંચી શકતુ નથી તે વાસ્તવિક્તા છે.
કચ્છમાં ખનીજ ચોરી પર થતી કાર્યવાહી હમેંશા ચર્ચામા રહેતી હોય છે. કેમકે કેટલાક વિસ્તારોમાં થતી ખનીજ ચોરીની આખા ગામને ખબર હોય છે. પરંતુ ત્યા સુધી ખાણખનીજ વિભાગ કે પોલીસના હાથ પહોંચતા નથી તેવામાં વાંઢ અને ડગાળામાં થયેલી કાર્યવાહી અભિનંદનને પાત્ર છે. પરંતુ હવે તપાસના મુળ સુધી તંત્ર જાય તે જરૂરી છે.