પુર્વ કચ્છે શિકારપુરમાં દબાણ તોડવાથી શરૂ કરેલી કાર્યવાહી બાદ સાત પોલીસ મથકોમાં કોમ્બીંગ સહિત વિજ કનેકશન કાપવા સહિતની કાર્યવાહી કરી તો પશ્ચિમ કચ્છ પોલીસે ભુજમા કોમ્બીંગ સાથે ચેકીંગ દરમ્યાન હથિયારો સોનાના ખોટા બિસ્કીટ સહિતની વસ્તુઓ સાથે આરોપીઓ ઝડપ્યા
ઉચ્ચ કક્ષાએથી જિલ્લામાં અસમાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા મળેલા નિર્દેશ અંતર્ગત ભુજ વિસ્તારમાં ખાસ કોમ્બીંગ હાથ ધરી સર્ચ દરમ્યાન ગેરકાયદેસર હથીયાર, નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઇલ સાથે બે આરોપીઓને ભુજ શહેર એ ડીવીઝન પોલીસ તથા એસ.ઓ.જી.અને એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યા હતા. ગઈ કાલે ભુજ એ. ડીવીઝન પી.આઈ. એચ.એસ.ત્રિવેદી તથા કે.એમ.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી, એસ.એન.ચુડાસમા પી.આઈ. એલ.સી.બી.ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં કોમ્બીંગ સર્ચ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન ગુનાહિત ઈતિહાસ ધરાવતા નુરમામદ ઇબ્રાહિમ અજડીયા (રહે.માલધારી નગર ભુજ)ના પ્રભુનગર પાસે આવેલ વાડામાં સર્ચ કરતા તેના તથા સહ આરોપી મોહિત પ્રદિપ માખીજા(રહે.ભુજ)ના કબ્જામાંથી હથીયાર તથા નકલી સોનાના બિસ્કીટ તથા બિલ વગરના મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી નાના મોટા ધારીયા-૦૭, તલવાર નંગ-૦૧, કુહાડી નંગ-૦૧, લોખંડના પાઈપ નંગ-૦૩,મોટર સાઇકલના ચક્રમાંથી બનાવેલ લોખંડના હથીયાર નંગ-૦૨,નકલી સોનાના નાના મોટા બિસ્કીટ નંગ-૧૨, બિલ વગરના મોબાઈલ નંગ-૨૩ કબ્જે કરાયા હતા.આ ઉપરાંત ભુજ શહેર એ ડીવીઝન પોલીસે ભુજનાં હથિયાર સાથે ફરતા શબિર હુશેન નુરમામદ અજડીયાને બાઇક પર છરી સાથે ઝડપી પાડ્યો હતો. તો ભુજના ખારીનદી વિસ્તારમાં એક શંકાસ્પદ કારની તપાસણી દરમ્યાન તેમાંથી ધારીયા, તલવાર ભાલો તથા લોંખડના પાઇપ સહિત સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવી હતી જે કારની તપાસ કરતા આ કાર સમીર કાદર સોઢાની હોવાનુ સામે આવ્યુ છે.અગાઉ અપહરણ, ઠગાઇ ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુન્હા નોંધાઇ ચુક્યા છે. તો આ પહેલા ભુજમાં બુધવારે મેગા કોમ્બીંગ હાથ ધરાયુ હતુ તે દરમ્યાન પણ મોટી સંખ્યામાં પોલીસ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં ભુજના સંજોગનગર સહિતના વિસ્તારમાં ૪૨ જેટલા ઘરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા પશ્ચિમ કચ્છ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, સીટી-જિલ્લા ટ્રાફિક, એ અને બી ડીવીઝન તેમજ માધાપર પોલીસ મથકના અધિકારીઓ આ કોમ્બીંગ દરમ્યાન સાથે જોડાયા હતા ભુજમા ૨૮ જેટલા શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી.જયારે ૫૮ એનસી કેસ કરી ૭ વાહનો ડીટેઈન કરી રૂપિયા ૨૧,૫૦૦ નો સ્થળ દંડ ફટકારવામાં આવ્યા હતા.
અંજાર/ભચાઉ : પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અનુસંધાને અંજાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકોના વડપણ હેઠળ બંન્ને ડીવીઝન વિસ્તારમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અસરકારક કોમ્બીંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં ૯૬ લીસ્ટેડ પ્રોહીબુટલેગરો ચેક કરી ૧૭ પ્રોહીબીશનના કેશો ઉપરાંત શરીર સંબંધી/ મિલકત સંબંધી ગુન્હા આચરેલ ૬૯ ઇસમો તથા અસામાજીક તત્વો ચેક કરવા સાથે અનેક પ્રકારની કાયદાકીય કામગીરી પૈકીના કોમ્બીંગ દરમ્યાન કુલ્લે-૬૬૫ જેટલા ઇમસો ચેક કરી અલગ-અલગ હેડ તળે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવ્યા હતા,વાહન ચેકીંગ દરમ્યાન રૂ.૨૧,૨૦૦ નો સ્થળ દંડ સાથે કુલ્લે-૨૦ વાહનો ડીટેઇન કરાયા હતા,તેમજ વીજ જોડાણ સંબંધે કુલ્લે ૦૩ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ.૨,૪૧,૧૧૮નો દંડ કરાવડાવ્યો હતો.
કંડલા : કંડલા વિસ્તારમાં ગુન્હા આચનાર ઇસમોના ગેરકાયદેસર વિજ જોડાણ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કંડલા મરીન પોલીસે કરી હતી.એ.એમ.વાળા ના નેતૃત્વ હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડલા પોલીસ સ્ટાફના માણસોની ટીમ અને કંડલા દીનદયાલ પોર્ટ ના ઇલેક્ટ્રીક વિભાગના અધીકારી સાથે ગેર કાયદેસર વિજ જોડાણ ધરાવતા ઇસમોના વિજ કનેકશન કાપી કાયદેસરની કાર્યવાહી અંતર્ગત હુસેન અબ્દુલ જામ(રહે.રેલ્વે ઝુંપડા નવા કંડલા), અજીત ઉર્ફે નનકો જંગબહાદુર શુકલા (રહે.રેલ્વે ઝુપડા નવા કંડલા),જલાલ અસલમ ખાન (રહે.રેલ્વે ઝુપડા નવા કંડલા) વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તદઉપરાંત આ વિસ્તારના લીસ્ટેડ બુટલેગરો ફાતમા રહેમાન જામ, હારૂન જુમા ચામડીયા, ઉમરદીન હસન કટીયા, અસલમ હસન કટીયા, સોનબાઈ શોકતઅલી જામ,કનૈયા ચીતનલી નાયડુ (રહે. તમામ નવા કંડલા) વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
દૂધઈ : દૂધઇ પોલીસે ગેરકાયદેસર વિજ કનેક્શન કપાવી નાખી રોકડ દંડ કરાવ્યો હતો. દુધઈ પોલીસ સ્ટેશનના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી લઈ દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અલ્લારખા કાસમ સમા (રહે.જુની દુધઈ)ના વાડામાં ગેરકાયદેસર વીજ ચોરી માટે ઇલેક્ટ્રીક વાયર થાંભલાઓ નાખી વીજ ચોરી કરતા આ ઈસમને કુલ રૂ.૨,૨૮,૦૦૦ નો દંડ ક૨વા તથા વિધુત અધિનિયમ-૨૦૦૩ મુજબ ફરીયાદ દાખલ કરવા માટે તજવીજ ક૨વામાં આવેલ છે. આરોપી અલ્લારખા કાસમ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તેની વિરુદ્ધ દુધઈ પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ચાર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે.
લાકડીયા:પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસવડા દ્રારા કોમ્બીંગ સહિતની કાર્યવાહી કરાઇ રહી છે ત્યારે પુર્વ કચ્છના લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા તથા સ્ટાફ દ્વારા લાકડીયા પોલીસ મથક હેઠળના જુના કટારીયા ગામે રહેતા હિસ્ટ્રીશીટર શખ્સો સામે વિજ ચોરી કરવામા આવતી હોય તે અન્વયે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી અબ્દુલ હાસમ રાઉમા,જાનમામદ અલીમામદ સમા,ઈકબાલ અબ્રાહમ સમા જુના કટારીયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
કચ્છમાં પોલીસ ગુન્હેગારો સામે કડક કાર્યવાહી માટે મેગા કોમ્બિગ કરી રહી છે જેમાં અત્યાર સુધી અનેક શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે સાથે હથિયારો સહિત શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે. આ સાથે કચ્છના બે કુખ્યાત બુટલેગર સામે પણ કાર્યવાહી કરાશે.કચ્છમાં આ કાર્યવાહી વધુ જોર પકડશે