Home Crime ભુજના બહુચર્ચિત ક્રિકેટ સટ્ટા કાંડમાં વધુ પાંચ સટ્ટોડીયા ઝડપાયા !

ભુજના બહુચર્ચિત ક્રિકેટ સટ્ટા કાંડમાં વધુ પાંચ સટ્ટોડીયા ઝડપાયા !

6057
SHARE
ભુજમાં સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા ક્રિકેટ સટ્ટા પર કરાયેલી કાર્યવાહીમાં હવે સ્થાનીક પોલીસે પણ તપાસ આગળ વધારી છે. આ મામલે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોની ધરપકડ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા છે.
સ્થાનીક પોલીસ તથા પશ્ચિમ કચ્છની મહત્વની બ્રાન્ચને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ એ આવી ભુજમાં ક્રિકેટ સટ્ટા નેટવર્કના કરેલા પર્દાફાસે અનેક સવાલો ઉભા કર્યા હતા. પાંચ માર્ચના ભારત-ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતો ભુજનો કુખ્યાત બુકી મીત ઉર્ફે બબુ કાંતીલાલ કોટક ઝડપાઇ ગયો હતો અને તેની તપાસ કરાતા તેની પાસેથી વિવિધ આઇડી સહિતનો ક્રિકેટ સટ્ટાની માહિતી મળી આવી હતી. જે બાદ સમગ્ર મામલે સ્થાનીક પોલીસ સામે કોઇ કાર્યવાહી થશે તેવી અટકડો હતી પરંતુ તે કાર્યવાહી તો ન થઇ પરંતુ હવે તેમાં તપાસ આગળ વધી છે. અને આ કેસમાં તપાસ કરી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મોબાઇલમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના આઈડી બનાવ્યા હતા.જે મામલે તેના મોબાઇલ માથી મળેલી માહિતી અને પુછપરછ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિરજ હરેશ પરમાર (41), મીત તેજસ રાઠોડ (29), જુણસ જુમા હિંગોરજા (40), ધવલ વિનોદ ઠક્કર (35) તથા દિપક વસંત ઠક્કર (30)ની આ મામલે ધરપકડ કરી છે. જેના એક દિવસના રીમાન્ડ મેળવાયા છે. જેની તપાસમાં હજુ વધુ શખ્સોની સંડોવણી સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એન.ચુડાસમા,પીએસઆઇ એચ.આર.જેઠ્ઠી, પીએસઆઇ વાય.કે.પરમારની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતુ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમ અને બી.એન.એસ. કલમ હેઠળ ગુનો નોંધ્યા બાદ તેના એક દિવસના રીમાન્ડ મેળવી તપાસ આરંભાઇ છે.મુખ્ય સુત્રધાર એવા મીત કોટકની પાસેથી કબ્જે કરાયેલા સાધનોમાં 15 થી વધુ આઇડી મળી આવી હતી. જેથી તપાસ દરમ્યાન આઇડી નંબરોની તપાસ કરી વધુ આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.એસએમસીના આ દરોડાથી પશ્ચિમ કચ્છ પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. તેવામાં સ્થાનીક પોલીસે તપાસ આગળ વધારી વધુ પાંચની ધરપકડ તો કરી છે ત્યારે આગામી દિવસોમાં તેના મુળ સુધી જઇ વધુ કેટલા નામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખોલી શકે છે તે જોવુ અગત્યનુ રહેશે

અગાઉ એસએમસીની કાર્યવાહી દરમ્યાન પકડાયેલ સટ્ટોડીયો મીત ઉર્ફે બબુ કાંતીલાલ કોટક 👇🏻