Home Crime ભુજમાં ઓનલાઇન ગેમીંગ સટ્ટાનો પર્દાફાસ ! ૨,૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૦ જબ્બે

ભુજમાં ઓનલાઇન ગેમીંગ સટ્ટાનો પર્દાફાસ ! ૨,૯૮ લાખના મુદ્દામાલ સાથે ૧૦ જબ્બે

5963
SHARE
ભુજમા એસએમસીના ક્રિકેટ સટ્ટા પર દરોડો બાદ સક્રિય ભુજ એલસીબીને મોટી સફળતા મળી છે. ભુજના સરદાર પટેલનગર-૨ વિસ્તારમાં મકાનમાં ચાલતા ઓનલાઇન ગેમીંગ સટ્ટા નેટવર્કનો પર્દાફાસ કરી ૧૦ શખ્સોને ઝડપ્યા જુગારના રેકેટમાં કચ્છ ઉપરાંત પડોસી જીલ્લાના લોકો પણ સામેલ
તાજેતરમાંજ ભુજ વિસ્તારમાંથી હરતાફરતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાસ કરી એસએમસીએ સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. ભુજના કુખ્યાત બુકીને લાખો રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી એસએમસીએ સપાટો બોલાવ્યો હતો. જેની તપાસમાં હજુ કોઇ મહત્વની કડી સ્થાનીક પોલીસને મળી નથી અને ન તો કોઇ સ્થાનીક પોલીસની નિષ્કાળજી મુદ્દે પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા કાર્યવાહી કરાઇ છે. જો કે આ તમામ વચ્ચે ભુજમાંથી મોટુ ગેમીંગ સટ્ટા નેટવર્ક ઝડપાયુ છે. ભુજ એલસીબીએ બાતમી આધારે ઓનલાઇન ગેમીંગ “LOTUS365” ના ડેસ્કબોર્ડના માધ્યમથી પૈસાની હારજીતના સટ્ટાના જુગારના રેકેટનો પર્દાફાશ કરી કુલ્લે ૨,૯૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૧૦ આરોપીઓને ઝડપી પાડ્યા છે. વિગતે વાત કરીએ તો એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સરદાર પટેલનગર-૨ માં મકાનમાં ઓનલાઇન ગેમીંગ સટ્ટો રમાઇ રહ્યો છે જે આધારે કરાયેલી કાર્યવાહીમાં ઓનલાઇન ગેમીંગ મારફતે ગ્રાહકો પાસેથી ડીપોઝીટ પેટે રૂપીયા લઇ ગેમ રમવા માટે આઇ.ડી. પાસવર્ડ આપી રૂપીયાની હારજીતનો જુગાર રમાતો હતો અને ગ્રાહકોને ગેમીંગ રમાડવા માટે તથા ગેમીંગમાં રૂપીયાની હારજીતનો હીસાબ રાખવા માટે કોમ્પ્યુટર મારફતે ઓપરેટ પણ ભુજમાંથી થતુ હતુ આ બાબતે પુછપરછ દરમ્યાન આરોપી પૈકીના ધવલ રોહીત મહેતાએ કબુલાત આપી હતી કે ઓનલાઇન ગેમીંગ દ્રારા રૂપીયાનો હારજીતનો જુગાર રમાડે છે. 100 PANEL નામની વેબસાઇટ પર જઈ LOTUS365 નામની કંપનીમાં અલગ અલગ ઓનલાઇન ગેમ હોય જેમાં ગ્રાહકોને જે ગેમ ઓનલાઇન રમવી હોય તે માટે તે આઇડી પાસવર્ડ બનાવી જુગાર રમાડે છે. જે આધારે પોલીસે 1. ધવલ રોહીત મહેતા ઉ.વ. રહે.હાલે પ્લોટ નં.૨૮ થી ૩૫/એ, સરદાર પટેલનગર-૨, નરનારાયણ નગરની બાજુમાં ભુજ મુળ રહે. પ્લોટ નં.૩૩ સેકટર- ૦૨ ઓસ્લો સર્કલ ગાંધીધામ 2. કિશન ઉમેશ જણસારી, ઉવ. ૨૦, ધંધો. પ્રા.નોકરી, રહે. એફ-૬૦૬, પારતી આવાસ યોજના, એસ.પી.રીંગ રોડ, નિકોલ કઠવાડા, અમદાવાદ3. નિરવકુમાર દેવેન્દ્ર જોષી, ઉવ. ૨૫, ધંધો. પ્રા.નોકરી, રહે. ગાંજીસર, તા.રાધનપુર, જી.પાટણ, હાલ રહે. હાલઅંબેશ્વર સોસાયટી, વાવ રોડ, ભાભર, જી. બનાસકાંઠા4. ઉત્સવ અશોક ચક્રવતી, ઉવ. ૨૩, ધંધો. પ્રા.નોકરી, રહે. ૯૭ રામદેવ ટાઉનશીપ, સ્પ્રીન્કલ વોટરપાર્કની સામે, ખોલવાડા, સિધ્ધપુર, પાટણ,5. પ્રિન્સ અનિલ જોષી, ઉવ. ૨૪, ધંધો. ફોટોગ્રાફી, રહે. કહોડા, મહેસાણા, હાલ રહે. રામદેવ ટાઉનશીપ, સ્પ્રીન્કલ વોટરપાર્કની સામે, ખોલવાડા, સિધ્ધપુર, પાટણ6. જય જગદીશ પટેલ ઉ.વ.૨૪ ધંધો.પ્રા.નોકરી રહે. ઉગમણો ભાવાડો ફતેહ દરવાજા વીશનગર મહેસાણા,7. શાલીન ધીરજલાલ ઠક્કર ઉ.વ.૨૪, ધંધો.નોકરી રહે. લીંબડાવાળી શેરી, સંસ્કારનગર, ભુજ8. દીપકકુમાર સોમાલાલ ચૌહાણ ઉવ. ૩૫, ધંધો. પ્રા.નોકરી, રહે. ૮૭૮ ઓગડ વાસ, ઓગડ મહારાજ મંદિર પાસે, ડીસા, જી. બનાસકાંઠા9. કિશન રામુ જોષી, ઉવ. ૨૪, ધંધો. પ્રા.નોકરી, રહે. મુડેઠા, તા. ડીસા, જી.બનાસકાંઠા10. સુનિલ વૃંદાવન દાસ, ઉવ. ૩૪, ધંધો. ધંધો. રસોઇયો, રહે. કૃષ્નપુર, પો.સ્ટે. તુડીગડીયા, તા.ખૈરા, જી.વાલેશ્વર, રાજય. ઓડિશા ને અલગ-અલગ બેંક પાસબુક સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ,લેપટોપ સહિતના ૨,૯૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા હજુ તેની તપાસમાં અન્ય શખ્સોની સંડોવણી પણ ખુલી શકે છે ભુજ એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારાની વિવિધ કલમો તળે આરોપીઓ સામે ફરીયાદ નોંધી પોલીસે આમા અન્ય સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા એચ.આર.જેઠી,અનિરુધ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયકુમાર ગઢવી,રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સુનીલકુમાર પરમાર તથા પો.કોન્સ. જયદેવસિંહ જાડેજા, જીવરાજ ગઢવી,કલ્પેશ ચૌધરી,મહેન્દ્રસિંહ જાડેજા,અશ્વિન ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો. વિવિધ ગુજરાતના અલગ-અલગ જીલ્લા તથા રાજ્યના લોકો સાથે ચાલતા આ ગેમીંગ સટ્ટામાં વધુ કોની સંડોવણી ખુલે છે તે જોવુ રહ્યુ..