Home Crime બેલાની હત્યા લાલબત્તી સમાન ! બાળકની આયોજનપુર્વક હત્યા..ચિંતાજનક

બેલાની હત્યા લાલબત્તી સમાન ! બાળકની આયોજનપુર્વક હત્યા..ચિંતાજનક

7184
SHARE
રાપરમાં બેલા ગામે તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે બનેલી હત્યાની ધટનાના મુળમાં આજના બાળકો જેના રવાડે ચડ્યા છે તે ફ્રિ ફાયર ગેમ કારણભુત હોવાનુ તપાસમા સામે આવ્યુ છે કાયદાના સંધર્ષમા આવેલા 3 સગીરો સામે કાર્યવાહી પણ જો તમારુ બાળક પણ રમતુ હોય તો નજર જરૂર રાખજો
આજની યુવા પેઢી તો મોબાઇલના રવાડે ચડીજ છે પરંતુ સગીર બાળકો મોબાઇલ ગેમ પાછળ ગાંડા થયા છે અને જેના ખરાબ પરિણામો પણ સામે આવી રહ્યા છે. ગેમને કારણે આપધાત તથા મારામારી સહિતના બનાવો અગાઉ પણ અનેક જગ્યાએ બની ચુક્યા છે. પરંતુ રાપરના બેલા ગામે આ મોબાઇલ ગેમ એ એક સગીરનો જીવ લીધો છે. હત્યામાં સામેલ અન્ય કોઇ નહી પરંતુ તેની સાથે રમતા સગીર હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. સાથે એ પણ સામે આવ્યુ છે. કે ફ્રી ફાયર ગેમની આઇડી ન આપતા સગીરની હત્યાનુ કાવત્રુ રચી તેને બગીચામાં બોલાવી આ હત્યાને અંજામ અપાયો હતો જે દર્શાવે છે. કે આજકાલ મોબાઇલ ગેમ બાળકોના માનસ પર કેવી ખરાબ અસર કરી રહ્યા છે. બનાવની વિગતે વાત કરીએ તો બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરી દેવાનો બનાવ ગઇકાલે પ્રકાશમાં આવ્યો હતો.બેલા ગામે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને જાણ થતા પરિવાર પણ દોડી આવ્યો હતો મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ બાલાસર પોલીસ દ્રારા હાથ ધરાઇ હતી. ગંભીર બનાવની જાણ થતા પુર્વ કચ્છ પોલીસવડા તથા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક દ્રારા બનાવમાં ઝડપી કાર્યવાહી માટેના આદેશ કરાયા હતા ત્યારે બાાલાસર પોલીસે આ મામલે ત્રણ કાયદાના સંધર્ષમાં આવેલા સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેમ માટે કિશોરની નિર્મમ હત્યા…
કોઇ ફિલ્મી સ્ટોરીની વાર્તા જેવી બાબત આ હત્યાના મુળમાં હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે કરેલી પ્રાથમીક તપાસ તથા ફરીયાદીએ પોલીસને આપેલી વિગત મુજબ જેની હત્યા થઇ તે સગીર તથા હત્યામા સામેલ ત્રણ સગીરો સાથે ફ્રી ફાયર નામની ગેમ રમતા હતા જે બાબતે ભોગ બનનાર પાસે ત્રણ સગીરોએ આઇડી માંગી હતી જે આપવાનો ઇન્કાર કરતા સગીરો વચ્ચે આ બાબતને લઇને માથાકુટ થઇ હતી જે વાતનુ મનદુખ રાખી મંગળવારે સગીરને બગીચામાં ગેમ રમવા માટે બોલાવ્યા બાદ આયોજનબંધ રીતે સગીરની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં એક સગીરે જેની હત્યા થઇ તેને પકડી રાખ્યો હતો જ્યારે અન્યએ છરી વડે ગળુ કાંપી ભોગ બનનાર માસુમની નિર્મમ હત્યા કરી નાંખી હતી પ્રવીણ નામેરી રાઠોડની હત્યા બાદ ત્રણે ભાગી ગયા હતા. ત્યારે ગાગોદર પોલીસના એસ.વી.ચૌધરી સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો
મોબાઇલ તથા ગેમની અસર દર્શાવતા કિસ્સા ગુજરાત અને દેશભરમાં સમયાંતરે સામે આવી રહ્યા છે. તાજેતરમાં ભુજ નજીક ગેમ બાબતેજ એક સગીરે આપધાત કર્યો હતો તેવામાં હવે ગેમ માટે એક સગીરની ત્રણ સગીરો દ્રારા આયોજનપુર્વક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જે સમાજ અને દરેક વાલી માટે ચિંતાજનક અને વિચારવા લાયક બાબત છે.