Home Crime સ્મૃતિવન નજીક ટ્રક અડફેટે એકનુ મોત, ભારે વાહનો મોત બની ફરે છે...

સ્મૃતિવન નજીક ટ્રક અડફેટે એકનુ મોત, ભારે વાહનો મોત બની ફરે છે !

5139
SHARE
કચ્છમાં તાજેતરમાં ગમખ્વાર અકસ્માતોને કારણે સામાન્ય લોકોમાં ભારે નારાજગી પ્રવતિ રહી છે. મુન્દ્રા નજીક સર્જાયેલા કરૂણ અકસ્માત બાદ જાણે પશ્ચિમ કચ્છમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. તેવામાં ગઇકાલે એક શિક્ષકના મોત બાદ આજે સ્મૃતિવન નજીક વધુ એકનુ કમકમાટી ભર્યુ મોત થયુ છે.
કચ્છમાં તાજેતરમાં વધતા અકસ્માતના બનાવો અને ખાસ કરીને ભારે અને ઓવરલોડ દોડતા વાહનોનો મામલો ચર્ચામાં છે. ટ્રાફીક વિભાગની કાર્યવાહી સામે પણ જાગૃત લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. અને કડક કાર્યવાહીની માંગ કરી હપ્તાખોરીના સણસણતા આક્ષેપો કરી રહ્યા છે.તેવામાં ભુજ-માધાપર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.મૃત્ક મુળ સૌરાષ્ટ્રના બાટવાના છે જેનુ નામ વૈભવ માનસીંગ પરમાર ઉ.35 છે. તે ભુજના લાભશુભ સોસાયટીમાં રહેતા હિત દિનેશગીરી ગોસ્વામી સાથે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક અડફેટે બાઈકસવારનું મોત થયુ હતુ હજુ ગઇકાલેજ માધાપર પોલીસ મથક નજીકજ મોપેડ પર જઇ રહેલી માધાપરની શિક્ષીકાનુ વાહન સ્લીપ થયા બાદ ભારે વાહન ફરી વળતા મોત થયુ હતુ જેની કારણે સમગ્ર કચ્છમાં બેફામ અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ખાસ કરીને પટેલ સમાજના ધણા આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તેવામાં પોલીસ કાર્યવાહી કરે કે નહી વધુ એક અકસ્માત સર્જાયો છે. બનાવની જાણ થતા પોલીસ ધટના સ્થળે દોડી ગઇ હતી બાઇક સવારનુ ધટના સ્થળેજ મોત થઇ ગયુ હતુ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા.મૃત્કની ઓળખ સાથે અકસ્માતમાં બેદરકારી અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. ગઇકાલે માધાપર પોલીસ મથક નજીક 25 વર્ષીય નંદની લાલજી પીંડોરીયાનુ મોત થયુ હતુ જેમાં મોપેડ પર હેલમેટ સાથે જઇ રહેલી શિક્ષીકાએ બેલેન્સ ગુમાવ્યા બાદ પાછળથી આવતા ટ્રેલરે અડફેટે લેતા તેનુ મોત થયુ હતુ માધાપર સહિત સમગ્ર પટેલ ચૌવીસીમા આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા તેવામા અકસ્માત ઝોન બની ગયેલા ભુજ માધાપર હાઇવે પર વધુ અકસ્માતમાં એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો છે.તો નખત્રાણા નજીક એક વિદ્યાર્થીનુ પણ તાજેતરમાંજ અકસ્માતે મોત થતા આ કિસ્સાથી પણ લોકોમાં રોષ ફેલાયો હતો.
કચ્છમાં ઓદ્યોગીક વિકાસ સાથે વાહનોની સંખ્યા વધી છે. પરંતુ શહેરની આસપાસ દોડતા ભારે વાહનો જીવલેણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં અકસ્માતો ધટાડવા માટે પોલીસે કડક અને નક્કર કાર્યવાહી કરવી જ પડશે નહી તો રોજ કોઇને કોઇ પોતાના સ્વજનો ગુમાવતા રહેશે હવે જોવુ રહ્યુ કે લોકોના નરી આંખે દેખાતા પ્રશ્ન બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ શુ કાર્યવાહી કરે છે.