
કચ્છમાં વધતા અકસ્માતના બનાવો વચ્ચે અંજાર નજીક સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના મોત થયા છે. હિટ એન્ડ રનની ધટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી અંજાર-સાંપેડા વચ્ચે સર્જાયેલા એક ગમ્ખવાર અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. બે યુવકોબાઈક પર જતા હતા ત્યારે કોઈ અજાણ્યો વાહન ટક્કર મારીને ભાગી ગયો હતો બાદમાં તેને સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા ગંભીર ઈજાઓના કારણે બન્નેના મોત થયા હતા ધટનામાં આશાસ્પદ આહિર યુવાનના મોતથી આહીરપટ્ટી શોકમગ્ન બન્યુ હતુ સામાજીક રાજકીય આગેવાનો દોડી ગયા હતા વિગતે વાત કરીએ તો અંજાર-સાપેડા હાઈવે રોડ પર રીવેરા ફાર્મહાઉસની સામે અકસ્માતનો બનાવ શુક્રવારે સવારે બન્યો હતો. નિંગાળ ગામના બે યુવાનો બાઈક પર જતા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી.સારવાર મળે તે પહેલા આશાસ્પદ યુવાનોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી.બન્નેને અંજાર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા હતા. જયાં મોટી સંખ્યામાં પરિવારજનો, ગામના આગેવાનો પહોંચી આવ્યા હતા.હતભાગી નિંગાળ ગામના શ્યામ તુલસી બરારીયા અને પારસ ચંદુ બરારીયા હોવાનું પોલીસે જણાવ્યુ હતુ બનાવના પગલે સમગ્ર આહિર પટ્ટીમાં શોક ફેલાઈ જવા પામ્યો છે. પોલીસે અજાણ્યા વાહનચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રકમાં બાઈકની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.