Home Current કચ્છ સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ !

કચ્છ સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ !

6284
SHARE
ઓપરેશન સિંદુર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યુ છે. પુંછ સેક્ટરમાં આડેધડ ગોળીબાર સાથે પાકિસ્તાને 15 ભારતીય સૈન્ય ઠેકાણા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. આ સાથે ભારતે પાકિસ્તાનના અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા છે. જેમાં લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તોડવા સહિત મોટી તબાહી મચાવી છે.
ઓપરેશન સિંદૂરની કાર્યવાહી પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો છે. આજે સવારે ખાવડા નજીક એક શંકાસ્પદ ડ્રોન તુટેલી હાલતમાં મળી આવ્યા હતુ અને જોરદાર ધડાકા સાથે તુટી પડેલા ડ્રોનની તપાસ આંરભાઇ હતી. કેન્દ્રીય ડીફેન્સ મીનીસ્ટ્રીએ સત્તાવાર એક પ્રેસયાદી બહાર પાડી પાકિસ્તાન તરફથી ભારતના 15 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હોવાની કબુલાત સાથે તેને નિષ્ફળ બનાવ્યો હોવાની વિગતો જાહેર કરી હતી જો કે ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે.ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી દીધી હતી.ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાને ભારતના 15 લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું છે. આ હુમલામાં પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટમાં HQ-9 એર ડિફેન્સ મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારતીય સેનાએ લાહોરમાં સ્થિત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સહિત પાકિસ્તાનના વિવિધ સ્થળોએ હુમલા કર્યા હતાં.પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિન્ડા, ચંડીગઢ, નલ, ફલોદી, ઉત્તરલઈ અને ગુજરાતના કચ્છમાં ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા. જે તમામ નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાને સતત કરેલા આવા હુમલામાં અત્યાર સુધી 16 નિર્દોષ નાગરીકોના મોત થયા છે.ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, અને સિયાલકોટ, ગુજરાંવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં રાવલપિંડી સ્ટેડિયમને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સવારે ડ્રોન ખાવડા નજીકથી મળ્યુ
આજે વહેલી સવારે ખાવડા નજીકના છેલ્લા ગામના લોકો તથા ખાવડા સ્થિત આરી પાર્કમાં પ્રચંડ ધડાકો સંભળાયા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી જે બાદ તપાસ આરંભી દેવાઇ હતી કચ્છની સરહદમાં ફરતા ડ્રોનના દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયા હતા જે મામલે તપાસ વચ્ચે હવે કેન્દ્ર સરકારના વિભાગે સ્પષ્ટ કર્યુ છે. કે ડ્રોન દ્વારા પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો જે ભારતે નિષ્ફળ બનાવ્યો છે. સ્થાનીક એજન્સીઓએ તપાસ સાથે સરહદ પર સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરવા સાથે મામલાની તપાસ આરંભી છે. અને ડ્રોનની તપાસ ચલાવાઇ રહી છે. કચ્છના લખપત અને ખાવડા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો સાથે ચુંસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઇ છે.