ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવી ગયા છે આજે 27 ફેબ્રુઆરી,એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.અને શનિવારે તેઓ ૨ દિવસ કચ્છની મુલાકાત લેશે
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦ કલાકે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લેશે.બાદમાં રાષ્ટ્રપતિ ધોરડો પહોંચશે. જ્યાં રાષ્ટ્રપતિ રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે. આ બાદ સફેદ રણમાં રાષ્ટ્રપતિ સૂર્યાસ્ત નિહાળશે. બાદમાં સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે. તારીખ ૦૧ માર્ચના સવારે ૧૦.૩૦ કલાકે રાષ્ટ્રપતિ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે ૩.૩૦ કલાકે ભુજ પહોંચીને દિલ્હી જવા પ્રસ્થાન કરશે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની કચ્છ મુલાકાત દરમિયાન ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહેશે. આજે રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે
વિહિવટી તંત્રના આ ૨ જાહેરનામાં વાંચી લો….
આગામી તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી ભારતના રાષ્ટ્રપતિ કચ્છ જિલ્લાની મુલાકાતે આવે છે તેમની ભુજ શહેરની મુલાકાત દરમિયાન કોઈ અકસ્માત કે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ તા. ૨૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના કલાક ૭:૦૦ થી સાંજના કલાક ૧૯:૦૦ વાગ્યા સુધી ભુજના નળ સર્કલથી સ્મૃતિવન થઈ આર.ટી.ઓ. સર્કલ થઈ પ્રિન્સ રેસિડેન્સી સુધીના રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં.
વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે પ્રિન્સ રેસિડેન્સીથી ૩૬ ક્વાર્ટર ચાર રસ્તા થઈ નાગોર ફાટક થઈ નળ સર્કલવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે. તો ભુજ તાલુકાના ધોરડો તથા ભચાઉ તાલુકાના ધોળાવીરાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારને તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી દિન-ર સુધી રાષ્ટ્રપતિના કાફલા સિવાય તમામ માટે “નો ફ્લાય ઝોન” જાહેર કરવાનો હુકમ ફરમાવેલ છે. કોઈપણ પ્રકારના ડ્રોન (UAV), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઉડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. તો ધોળાવીરા સામાન્ય પ્રવાસી માટે બંધ રખાયું છે.
કચ્છમાં રાષ્ટ્રપતિના આગમન પહેલાં જ એરપોર્ટ થી લઈ તેમના તમામ મુલાકાત સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ ઉપરાત તેમને કચ્છની સંસ્કૃતિ પરંપરા સહિતની બાબતોની જાણકારી સહિત તેમના પ્રોટોકોલ મુજબની તમામ જરૂરી વ્યવસ્થા ની આખરી ઓપ અપાયો છે અને કચ્છની પ્રથમ મુલાકાત ને સફળ બનાવવા તંત્ર સજ્જ છે..