ભચાઉમાં રોંગસાઈડમાં આવેલા ટ્રેઈલરે ગંભીર અકસ્માત સર્જયો હતો જેમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ જ્યારે અન્ય એક અકસ્માતમાં અબડાસાના બાઇક સવારનુ કાર અડફેટે મોત થયુ હતુ
ભચાઉના બટીયા ચાર રસ્તા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વેરાઈ કૃપા હોટલ સામે મીઠું ભરેલા ડમ્પરે એક બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બાઇક ચાલકની ઓળખ પણ થઈ શકી નથી.મીઠા ભરેલા ડમ્પરના બ્રેક ફેલ થતાં તે પહેલા બટીયા બ્રિજ પાસે ઊભેલી રિક્ષાઓ સાથે અથડાયું હતું. ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું. ડમ્પર એક કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો.બેકાબૂ વાહન છેવટે હંગામી આવાસ પાસે અટકી ગયું હતું. અકસ્માતને પગલે પોલીસ દોડી ગઇ હતી ભચાઉ વિસ્તારમાં ભારે વાહનોથી સર્જાયેલો આ ત્રીજો અકસ્માત છે. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ પોલીસે મૃત્કની ઓળખ મેળવવા સાથે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ વિંઝાણ ના રહેવાસી આરબ અલાના કોલીનો પુત્ર પરેશ કોલી માંડવીથી અબડાસા તરફ પોતાની બાઇક પર આવી રહ્યો હતો ત્યારે કાર ચાલક સાથે તેની બાઇકની ટક્કર થતા તેનુ મૃત્યુ થયુ હતુ અકસ્માતનો આ બનાવ 25 તારીખે 8 વાગ્યે બન્યો હતો કોઠારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉમાં સર્જાયેલા અકસ્માત બાદ સ્થાનીક લોકો દ્રારા બાયપાસની માંગણી સાથે ભારે વાહનો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત જાગૃત નાગરીકોએ લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી કચ્છમાં કેરા-મુન્દ્રા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ સતત અકસ્માતોનો સીલસીલો ચાલુ રહ્યો છે. તેમાં વધુ બે લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે.