Home Crime શિકારીઓ બેફામ ! નિરોણા પોલીસે શિકારીઓનો ફિલ્મી ઠબે પીછો કર્યો..

શિકારીઓ બેફામ ! નિરોણા પોલીસે શિકારીઓનો ફિલ્મી ઠબે પીછો કર્યો..

6182
SHARE
કચ્છમાં યાયાવર પક્ષી, લુપ્ત થતા પ્રાણીઓના સવર્ધન માટે સરકાર કરોડો રૂપીયા ખર્ચી રહી છે બીજી તરફ નિર્દોષ પક્ષી-પ્રાણીઓના બેફામ શિકારની પ્રવૃતિ કચ્છમાં વકરી છે ત્યારે કરોડોની ગ્રાન્ટ ખર્ચ કરતુ વનવિભાગ આ શિકારી પ્રવૃતિ રોકવા કામગીરી કરે તે જરૂરી..
કચ્છમા શિકારી પ્રવૃતિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગઇકાલે જ વનવિભાગ દ્રારા અબડાસામાંથી એક શિકારીને હથિયાર તથા શિકાર થયેલા પ્રાણીઓના મૃત્દેહ સાથે ઝડપ્યો હતો જો કે પશ્ચિમ કચ્છમાં હજારોની સંખ્યામાં જ્યા પ્રવાસીઓ આવે છે ત્યા વનવિભાગ જાણે અંધારામાં હોય તે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ પણ નિરોણા પોલીસે શિકારી પ્રવૃતિ માટે રક્ષીત વિસ્તારમાં જતા શિકારીઓની ટોળકી ઝડપી પાડી હતી તેવામાં વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે જે વનવિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. કેમકે ફરી રક્ષીત વિસ્તારમાંથી શિકારી પ્રવૃતિની ધટના સામે આવી છે. અને એક બે નહી ૨૫ કુંજ પક્ષીના મુતદેહ તથા ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સહિતના હથિયારો પોલીસે આ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે. બનાવની વિગતે વાત કરીએ તો નિરોણા પોલીસે બાતમી આધારે ઇન્ચાર્જ પીઆઇ એ.એમ.મકવાણાની આગેવાનીમાં બાતમી આધારે વંગ ગામથી ઉતરે કંજરવેશન રણ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી બાતમી આધારે કરાયેલી આ કાર્યવાહીમાં શિકારી તો પોલીસને થાપ આપી ભાગી ગયા હતા પરંતુ તેના વાહનની તપાસ કરતા તેમાંથી હથિયાર તથા બંદુકના ભડાકે શિકાર કરાયેલા ૨૫ કુંજ પક્ષીના મુતદેહ મળી આવ્યા હતા. જે વિસ્તારમાં યાયાવર પક્ષીઓની સુરક્ષા માટે સરકાર દ્રારા કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યા વનવિભાગ દ્રારા આવા પક્ષીઓની સુરક્ષા માટે પણ પુરતી વ્યવસ્થા નથી તે આ ધટના પરથી સાબિત થઇ રહ્યુ છે. નિરોણા પોલીસે કુંજ પક્ષીના મૃત્દેહ તથા દેશીબંદુક તથા કાર્તીસ જીવતા, ખાલી નંગ-૨૪, બે છરી તથા એક કુહાડી જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી કરવા ફોરેસ્ટને શોંપ્યા છે. જ્યારે ગેરકાયદેસર પકડાયેલ હથીયાર અંગે નિરોણા પોલીસ સ્ટેશનમાં આમ્સ એકટ તથા અન્ય કલમો તળે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિરોણા પોલીસ દ્રારા ફિલ્મી ઢબે શિકારી ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો પરંતુ અકસ્માત સર્જાયા બાદ બોલેરો જીપમાં સવાર શિકારીઓ નાશી ગયા હતા પરંતુ મુદ્દામાલ પોલીસના હાથ લાગ્યો હતો કચ્છમાં કુંજ પક્ષી સહિતના પક્ષીઓ મોટી સંખ્યામા પશ્ચિમ કચ્છમાં આવે છે પરંતુ તેની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે જેને લઇને પક્ષીવિદ્દોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વનવિભાગ હવે આ મામલે ઉંડી તપાસ કરી આવા પ્રવૃતિ કરતી ટોળકી સામે કડક કાર્યવાહી સાથે આવી પ્રવૃતિ પર રોક માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરે તે જરૂરી બન્યુ છે. જો કે પક્ષીઓના મોત અંગે નિષ્ણાંતોની મદદ લઇ વનવિભાગ દ્રારા મોતના કારણો જણાશે

વનવિભાગ દ્રારા પણ તાજેતરમાં શિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ છે. પરંતુ જે રીતે પક્ષી સ્વર્ગ સમાન વિસ્તારોમાં વનવિભાગને અંધારામાં રાખી પોલીસની કાર્યવાહી અને બેફામ શિકારના કિસ્સાઓ ચિંતાજનક છે. અને વનવિભાગની કામગીરી પર પણ ત્યારે ઉચ્ચકક્ષાએથી આ મામલે પુછાણુ લેવાય તે જરૂરી છે.