Home Crime ગાંધીધામમાં પાર્સલની આડમાં આવેલ અધધધ… ૧૪૦ કિલો ગાંજા ઝડપાયો !

ગાંધીધામમાં પાર્સલની આડમાં આવેલ અધધધ… ૧૪૦ કિલો ગાંજા ઝડપાયો !

2893
SHARE
અગાઉ પણ પુર્વ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ તથા પશ્ચિમ કચ્છના મુન્દ્રામાંથી પચ્છિમ કચ્છ પોલીસે ટીમે કુરીયર દ્રારા આવેલા ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો હતો તેવામાં પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસને મહત્વની સફળતા મળી ૧૪૦ કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
કચ્છમાં માદક પ્રદાર્થની હેરફેર માટે રોજ નવા-નવા કિમીયા સામે આવી રહ્યા છે. તેવામાં પુર્વ કચ્છમાં ફરી એકવાર પાર્સલની આડમાં આવેલો મોટો ગાંજાનો જથ્થો પકડાયો છે. ગાંધીધામ બી ડીવીઝન પોલીસે બાતમી આધારે કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતીને નેસ્ત નાબુદ કરવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત ગાંધીધામ બી-ડીવીઝન પોલીસના પીઆઇ એસ.વી.ગોજીયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ હકીકત આધારે ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ સેડ નં.સી.૧૦ માં આવેલ પાર્સલોની આડમાં પાર્સલ બોક્ષ નંગ-૭ ની અંદર આવેલ પેકેટ નંગ-૧૪૦ જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હોય તેવી બાતમી આધારે તપાસ કરતા તેમાંથી માદક પ્રદાર્થ ગાંજાનો ૧૪૦ કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ધનચંદકુમાર લખનલાલ પંડીત ઉ.વ.૨૮ ૨હે- વિશનીચક ચાંદપુર થાના ફાલ્કા જી-કટીયાર પોસ્ટ અયોધ્યા ગંજ બજાર બિહાર વાળાની ધરપકડ કરી છે. જ્યારે કરણ ઉર્ફે શ્યામ રહે-ગાંધીધામનુ નામ આ મામલે સામે આવ્યુ છે પોલીસે ૧૪ લાખના ગાંજા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આંરભી છે. આ કામગીરીમાં ગાંધીધામ બી-ડીવીઝનનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અને પોલીસને શંકા ગઇ..

ગાંધીધામમાં આવેલી આ કુરીયર કંપનીમાં આવેલા પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ શખ્સ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવતા માહિતી બાદ પોલીસને શંકા ગઇ હતી જેથી પોલીસે આરોપી કે જે ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનુ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી કરવામાં આવી હતી તો વડી અગાઉ પણ ગાંધીધામ વિસ્તારમાં કુરીયર દ્રારા ગાંજાની હેરફરનો પ્રદાર્ફાસ થયો હોવાથી પોલીસે તેમાં ઉંડી તપાસ કરી હતી
કચ્છમાં હવે ગાંજાની હેરફેર કુરીયરમાં ?
પુર્વ કચ્છમાં તાજેતરમાં સામે આવેલા બે કિસ્સામાં ગાંજામી હેરફેર માટે કુરીયરના ઉપયોગનો પ્રર્દાફાસ થયો છે. આ પહેલા પુર્વ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્રારા ગાંધીધામની એક કુરીયર ઓફીસમાં કાર્યવાહી કરી સાત ફેબ્રુઆરીએ ઓરીસ્સાથી આવેલા એક પાર્સલ સાથે બે વ્યક્તિની અટક કરી હતી જે મામલે બે શખ્સોના નામ સામે આવ્યા હતા એસઓજીએ ૧૪ કિ.લો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો તો તે બાદ ભુજ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્રારા મુન્દ્રામાં ૧૪ તારીખે મુન્દ્રાના ઉમીયાનગર વિસ્તારમાં આવેલી કુરીયર કંપનીમાંથી ૧૦ કિ.લો ગાંજાનુ પાર્સલ ઝડપી પાડ્યુ હતુ બાદમાં સ્થાનીક પોલીસે આ મામલે વધુ કાર્યવાહી કરી હતી જો કે હવે ૧૪૦ કિ.લો ગાંજો પાર્સલ કરી કરીયર મારફતે કચ્છમાં ધુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે.
કચ્છમાં ગાંજા સહિતના માદક પ્રદાર્થની હેરફેર સહિત ડ્રગ્સ ધુસાડવાના સતત પ્રયત્નો થઇ રહ્યા છે જેને પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. પરંતુ જે રીતે કચ્છમાં જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે તે દર્શાવે છે કે કચ્છમાં આવા માદક પ્રદાર્થના સેવનનુ પ્રમાણ કેટલુ વકર્યુ છે.