Home Crime દંપતિ ખંડીત, 3 દિવસમાં પચ્છિમ કચ્છમાં અકસ્માતે 9ના મોત

દંપતિ ખંડીત, 3 દિવસમાં પચ્છિમ કચ્છમાં અકસ્માતે 9ના મોત

3991
SHARE
મુન્દ્રા કેરા રોડ પર સર્જાયેલા અકસ્માતની ધટના હજુ તાજી છે ત્યા પચ્છિમ કચ્છમાં વધુ બે જીવલેણ અને અરેરાટી સર્જતા અકસ્માતના બનાવો બન્યા છે. આ ઉપરાંત નાના-મોટા અકસ્માતના બનાવો પણ બન્યા
પચ્છિમ કચ્છમાં જીવલેણ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. કેરા-મુન્દ્રા રોડ પર સર્જાયેલા અકસ્માતની અરેરાટી હજુ સમી નથી ત્યા રવિવારે મોડી રાત્રે મુન્દ્રા નજીક સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનાનો અજાણ્યા વાહન અડફેટે મોતની ધટના સામે આવી છે ત્યા સોમવારે વધુ એક અરેરાટી સર્જતો અકસ્માત સામે આવ્યો છે જેમાં એક મહિલાનુ મોત થયુ છે. અકસ્માતનો બનાવ સોમવારે સાંજે બન્યો હતો જેમાં માનકુવા ગામે રહેતા માધવગીરી ગોસ્વામી તેની પત્ની સાથે જઇ રહ્યા હતા ત્યારે જ અચાનક ટ્રકમાં તેમનુ વાહન ધુસી ગયુ હતુ જેને પગલે મહિલાનુ ધટના સ્થળેજ મોત નીપજી ગયુ હતુ બનાવની વિગતે વાત કરીએ તો માનકુવા રોડ પર વથાણ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં મોપેડ ટ્રકના પાછળના ભાગે ધુસી ગયા બાદ મૃત્ક મહિલા મંગળાબેન માધવગીરી ગોસ્વામી ટાયરમાં ફસાયા હતા જે બાદ ટ્રકે તેને થોડા અંતર સુધી ઠસડી હતી જે બાદ તેનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ જાહેર રોડ પર બનેલા બનાવને કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા બનાવ બાદ હોસ્પિટલ લઇ જવાયેલા મહિલાને મૃત જાહેર કરાઇ હતી આ તરફ તેના પતીને ઇજાઓ પહોંચતા તેને પણ પ્રાથમીક સારવાર લીધી હતી. જો કે અકસ્માત કઇ રીતે સર્જાયો તે અંગે હજુ સ્પષ્ટા થઇ શકી નથી. આ અંગે માનકુવા પોલીસ મથકના તપાસ કર્તા પીએસઆઇ ધાસુરાનો સંપર્ક કરાતા તેને જણાવ્યુ હતુ કે અકસ્માતમાં એક મહિલાનુ મોત થયુ છે. પરંતુ હાલ પરિવારે ફરીયાદ નોંધાવી નથી જેથી તેમની ફરીયાદ પરથી વધુ વિગતો સ્પષ્ટ થશે જો કે અકસ્માતની ધટનાએ માનકુવા આસપાસના ગામમાં અરેરાટી સર્જી હતી.માનકુવાના આ અકસ્માત પાછળ કોની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો તે સ્પષ્ટ થયુ નથી. પરંતુ જે રીતે પચ્છિમ કચ્છમાં દોડતા મોટા વાહનો,ઓવરલોડ વાહનો તથા સ્પીડમાં દોડતા વાહનો સામે લગામ લગાવવા માટે સતત ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસ, આરટીઓ તથા સંલગ્ન તમામ વિભાગો આવા વાહન ચાલકો સામે આંખ આડા કાન કરવાને બદલે તેની સામે કડક કાર્યવાહી કરી લાલ આંખ કરે તે જરૂરી છે નહી તો આવા અકસ્માતો સમંયાતરે બનતા રહેશે અને માનવ જીદંગીઓ હોમાતી રહેશે ત્યારે આ દિશામા નક્કર કાર્યવાહી થાય તે જરૂરી.. તો હેલમેટ પહેરવા સહિતની ડ્રાઇવ દેખાડા પુરતી નહી પરંતુ ખરાઅર્થમાં લોકો જાગૃત થાય તે રીતે કરે તે જરૂરી..