પચ્છિમ કચ્છમાં તાજેતરમાં પોલીસ તથા વનવિભાગ દ્રારા વિવિધ વિસ્તારોમાંથી શિકારી પ્રવૃતિ પકડી પડાઇ છે. ત્યારે કડક કાર્યવાહી છંતા આવી પ્રવૃતિ અટકી નથી હવે અબડાસાના પાટ ગામે એક શખ્સ શિકારી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર તથા મૃત જીવો સાથે પકડાયો
કચ્છના વિવિધ વિસ્તારોમાં શિકારી પ્રવૃતિએ માજા મુકી છે. કચ્છમાં આવતા યાયાવર પક્ષીઓથી લઇ રક્ષીત વિસ્તારો સહિતના સ્થળો પર બેફામ રીતે વન્યજીવોનો શિકાર થાય છે. તેવામાં વધુ એક શિકારી પ્રવૃતિનો કિસ્સો વનવિભાગે ઝડપી પાડ્યો છે. સોમવારે તપાસ દરમ્યાન અબડાસા તાલુકાના પાટ ગામના માલિકીના ખેતરમાં વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ નો શિકાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ભજીર મામદ મીઠું નામનો ઇસમ જે નરેડી તા.અબડાસા દ્વારા આ શિકાર કરવામાં આવેલ હોવાનુ સામે આવતા તેની સામે કાર્યવાહી કરાઇ છે. શિકારી પ્રવૃતિ અનુસંધાને નલિયા ઉત્તર રેન્જ ખાતે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો કચ્છ વન વર્તુળના વડા મુખ્ય વન સંરક્ષક ડો.સંદીપકુમાર અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નલિયા ઉત્તર રેન્જ એ.એચ.સોલંકી અને વનપાલ બી.વી.ચૌધરી,તથા વનરક્ષક એમ.બી.બારૈયા તથા સમગ્ર રેન્જ સ્ટાફ તેમજ SOG ભુજના ASI જોરાવરસિંહ ગગુભા જાડેજા સાથે મળી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ સચોટ બાતમીના આધારે ભજીર મામદ મીઠું નામના ઇસમ ને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ શિકાર કરેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા તથા તેની પાસેથી કુહાડી નંગ-૨, ચપ્પુ નંગ-૧ તથા નેટ(ઝાળી) સહીત શિકારી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયેલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ઊંડાણ પૂર્વક પૂછપરછની કરી વધુ તપાસ વનવિભાગ દ્રારા હાથ ધરાઇ છે. પાટ ગામની સીમમાંથી જ આ શિકાર કર્યો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. વનવિભાગ દ્રારા હાલ તો આ પ્રવૃતિ પકડી પાડવામા આવી છે. પરંતુ કચ્છમાં વધતી આવી શિકારી પ્રવૃતિ ચિંતાજનક છે. અને તેની સામે કડક અંકુશ માટે હજુ વધુ કડક કાર્યવાહી સાથે રોક લગાવવા માટે કામગીરી કરાય તે જરૂરી બન્યુ છે.તાજેતરમાંજ નખત્રાણા વિસ્તારમાંથી તથા નિરોણા પોલીસે પક્ષીઓના શિકાર કરતી ટોળકી ઝડપી પાડી હતી