એક તરફ પોલીસ ગુન્હેગારો પર કડક કાર્યવાહી માટે રીતસરનુ તુટી પડ્યુ છે. અને જ્યા જુવો ત્યા પોલીસની ગુન્હેગારો પર લાલ આંખની ચર્ચા છે. પરંતુ કચ્છમા પોલીસની કડક કાર્યવાહીના દાવા વચ્ચે ગુન્હેગારોને જાણે પોલીસનો ડરજ ન હોય તે રીતે બેફામ રીતે ગંભીર ગુન્હાને અંજામ આપી રહ્યા છે. જે અનેક સવાલો ઉભા કરે છે.
સમગ્ર ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ધટનાના ધેરા પ્રત્યધાતો પડ્યા છે. સમગ્ર રાજ્યમા ગુન્હેગારો પર પોલીસ રીતસરની તુટી પડી છે. ગંભીર ગુન્હામાં સામેલ અસામાજીક તત્વો પર પોલીસ કડક કાર્યવાહીના દાવા કરી રહ્યુ છે. કચ્છમાં પણ પુર્વ કચ્છ તથા પશ્ચિમ કચ્છ પોલીસે કોમ્બીંગ,દબાણો તોડવા,વિજ કનેકશન કાપવા સહિતની કામગીરી કરી છે. જેમાં પુર્વ કચ્છની કામગીરીની પ્રસંશા પણ થઇ રહી છે. જો કે પચ્છિમ કચ્છમાં સોનાના ચીટરો સિવાય લીસ્ટેગ ગુન્હેગારો સામે કાર્યવાહીના કોઇ મહત્વના કિસ્સાઓ સામે આવ્યા નથી.પરંતુ આ કામગીરી વચ્ચે બન્ને જીલ્લાની પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરતા બનાવો સામે આવ્યા છે. પહેલા વાત ભુજની કરીએ તો ગઇકાલ રાત્રે ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ નજીક સર્જાયેલી એક મારામારીની દિવસભર કચ્છમાં ચર્ચા હતી. જો કે પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ શુક્રવાર સાંજ સુધી આ ધટનાની વિગતો આપવામાં અસમર્થ રહ્યા હતા જો કે બનાવ ગંભીર એટલા માટે છે. કેમકે બનાવ બન્યો ત્યાથી એસ.પી કચેરી થોડા અંતરેજ આવેલી છે. અને ત્યા હિંસક હથિયારો સાથે એક યુવાનને કારમાં આવેલા શખ્સો છરીના ધા મારી ફરાર થઇ જાય છે. જેથી બનાવ વધુ ગંભીર ગણી શકાય જો કે પોલીસે સમગ્ર મામલે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હુમલામાં સામેલ કારચાલકોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે વિચારવા જેવી બાબત એ છે કે જ્યા એસ.પી કચેરી સહિત મહત્વની કચેરીઓ આવેલી છે તેની નજીક આવા હિંસક બનાવોમાં અંજામ આપવામાં પણ ડર ન હોય તો પોલીસની ધાક કેવી છે. તેનુ અનુમાન લગાવી શકાય છે. જો કે આ મારામારી તો ચર્ચાસ્પદ બનાવ છે. પરંતુ આવા નાના-મોટા બનાવો પર કોઇ રોક નથી ભુજમાં આઇ.જી બંગલા નજીક પણ આવોજ એક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. તો બીજી તરફ અંજારમાં એક લુંટની ધટના પ્રકાશમાં આવી છે. અંજારના મેધપર નજીક શુક્રવારે બાઇક પર આવેલા બે બાઇક સવારોએ મોપેડ ચાલકને ફગાવી તેની ડીકીમા રહેલી સાત લાખની રકમની લુંટ ચલાવી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા. આ એજ અંજાર પોલીસ સ્ટેશનની બદ્દમાં બનાવ બન્યો છે. જ્યા શુક્રવારે બુટલેગર પર કરાયેલી કાર્યવાહીની ચર્ચા હતી અંજાર પોલીસ ગુન્હેગારો પર થોકબંધ કાર્યવાહી કરી રહી છે. પરંતુ તે વચ્ચે લુંટારૂઓએ પોલીસનુ પાણી માપી બિન્દાસ્ત લુંટ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ આંરભી છે. આ તરફ પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજમાં પોલીસ કડક બની હતી અને ભુજમાં મોડી રાત સુધી ધમધમતા રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ કરાવી હતી. જે અચાનક કાર્યવાહી ને કારણે ભુજની ભાગોળે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
ઓછા પોલીસ સ્ટાફ વચ્ચે પોલીસ માટે ચોક્કસ પડકારો ઘણા છે પરંતુ સરહદી જિલ્લામાં પોલીસનો નબળો દેખાવ ચિંતાજનક છે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જે જોખમી છે તેવામાં ગુનેગારો પર પોલીસ ની ધાક બેસાડતી કાર્યવાહી અપેક્ષિત છે. કદાચ મારામારી લૂંટના બનાવોના ભેદ ઉકેલાઈ જશે પોલીસ કડક કાર્યવાહી પણ કરશે પરંતુ પોલીસની વ્યાપક સક્રિયતા વચ્ચે ગુનેગારની હિંમત પોલીસની નબળાઈની ચાડી ખાય છે.