Home Crime પાલારા પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ‘અનુડા’ ને પોલીસે પકડી જેલ હવાલે...

પાલારા પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ‘અનુડા’ ને પોલીસે પકડી જેલ હવાલે કર્યો

3997
SHARE
ભુજ એ ડિવિઝન પોલીસે પેરોલ મેળવી જેલમાં હાજર ન થયેલા આરોપી ને પકડી જેલ હવાલે કર્યો છે અનુડા સામે ભુજ મુન્દ્રામાં ૬ થી વધુ ગુન્હા નોંધાયેલા છે
પેરોલ જમ્પ અને ફરારી આરોપી ને પકડવા પ્રયત્નશીલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ એ આરોપી અનવર ઉર્ફે અનુડો ઉર્ફે ફડો ગુલમામદ સમેજા ઉ.વ.૩૫ હાલે રહે-જાફરશાપીરની દરગાહ પાસે ભુજ ને ઝડપી પાડ્યો છે કોર્ટના વચ્ચગાળામાં જામીન હુકમ આધારે તા-૧૯/૦૨/૨૦૨૫ થી તા-૨૫/૦૨/૨૦૨૫ સુધી દિન-૦૭ ના પેરોલ રજા પર મુક્ત કરાયેલ આરોપી ને તા-૨૬/૦૨/૨૦૨૫ ના રોજ પાલારા જેલ ખાતે પરત હાજર થવા હુકમ થયેલ હોઇ તેમ છતા પેરોલ પુર્ણ થવા છતાં પાલારા જેલ ખાતે હાજર થયેલ નહી જેથી પાલારા ખાસ જેલ ભુજના પત્ર આધારે પોલીસ ઇન્સપેકટર એચ.એસ.ત્રિવેદીએ આરોપીને પકડવા માટે ખાસ સુચના આપી હતી જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે પેરોલ જમ્પ નો આરોપી અનવર ઉર્ફે અનુડો ગુલમામદ સમેજા હાલે રહીમનગર ખાતે આવેલ છે જે બાતમી અંગે વર્કઆઉટ કરી આરોપીને આબાદ રીતે ઝડપી પાડી તેને પાલારા ખાસ જેલ મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી અનવર ઉર્ફે અનુડો ઉર્ફે ફડો સામે મુન્દ્રા તથા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આઈ.પી.સી.ક.-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ, ભુજ શહેર એ.ડીવીઝનમાં આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબ સહિતની કલમો સહિત ૬ થી વધુ ગંભીર ચોરી સહિતના બનાવો નોંધાઈ ચૂક્યા છે.