અંજારના મેઘપર બોરીચીમાં યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે મિત્ર અને ધરાર પ્રેમી અને સાવકો ભાઇ આ હત્યામાં સામેલ હોવાનુ સામે આવતા પોલીસે બેની ધરપકડ કરી.
અંજારના મેધપર(બોરીચી) માં રહેતી યુવતીની હત્યાના બનાવે સમગ્ર કચ્છમાં ચકચાર જગાવી હતી વ્યવસાયે નર્સીગનુ કામ કરતી યુવતી ગઇકાલે તેના ઘરે હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરે આવી છરી વડે યુવતીને મોતને ઘાટ ઉતારી હતી યુવતીની માતા રાત્રે ઘરે ફરતા તેને પુત્રીની લોહીથી લથપથ લાશ જોઇ હતી જે બાદ પોલીસે સમગ્ર બનાવ બાબતે તપાસ કરી હતી જેમાં હત્યામાં અન્ય કોઇ નહી પરંતુ બે વર્ષથી તેની સાથે સંબધમાં રહેલ મિત્ર તથા મરણજનાર પાયલનો સાવકો ભાઇ હત્યામાં સામેલ હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. પોલીસે હત્યા મામલે કરણ પ્રેમજીભાઈ સોલંકી રહે.અંતરજાળ ગાંધીધામ તથા વિશાલ ખેમચંદ ખેમનાણીની ધરપકડ કરી છે. બનાવની વિગતે વાત કરીએ તો ગઇકાલે હત્યાનો બનાવ સામે આવ્યા બાદ પરિવારના કરણ પ્રકાશ ઉત્તમચંદાણી(સીંધી) એ અંજાર પોલીસ મથકે આ મામલે ફરીયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે ઘરમાં તેની બહેન પાયલ, માતા અને નાની રહે છે. માતા અને નાની કેર ટેકર તરીકેની નોકરી ગયા તે પણ નોકરીએ ગયો હતો, તેની બહેન પાયલ હોસ્પિટલમાં નોકરી કરે છે. જેનો સમય સવારે ૧૦ થી ર અને સાંજે પ થી ૯ વાગ્યાનો છે.બહેન બે વાગ્યા પછી ઘરે આવી ત્યારે કોઈ શખ્સોએ ઘરે આવીને છરીના ઘા ઝીકી બહેનની હત્યા નિપજાવી હતી. આઠ વાગ્યે માતા અને નાની આવ્યા ત્યારે ઘરે લોહી નિકળતી હાલતમાં પાયલની લાશ જોવા મળી હતી જે બાબતે અંજાર પોલીસને જાણ કરતા પોલીસે ફરીયાદ નોંધી આ બાબતે વધુ તપાસ આરંભી હતી જેમાં હાલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મિત્ર-સાવકો ભાઇજ હત્યામાં સામેલ
પોલીસે આ મામલો સામે આવ્યા બાદ પરિવારની પુછપરછ સાથે આસપાસના સીસીટીવી સહિત વિવિધ દિશામાં તપાસ આરંભી હતી જેમાં આરોપી કરણ પ્રેમજી સોલંકી કે જે બે વર્ષથી યુવતી સાથે સંબધમાં છે. અને મિત્રતાની સાથે ધરાર પ્રેમમાં હતો.પાયલના કરણ સોલંકી સાથે અવાર-નવાર ઝગડા થતા હોય જેથી પાયલે આરોપી સાથે મિત્રતા રાખવાની ના પાડી હતી જો કે આરોપી કરણ સોલંકીએ જબરજસ્તી-પૂર્વક પાયલ સાથે મિત્રતામા રહેવાનું દબાણ કરતા પાયલે તેના પર પોલીસ ફરિયાદ કરવાનુ કહ્યુ હતુ જેથી આરોપી કરણ સોલંકીને તે વાતનું મન ઉપર લાગી આવતા તેને હત્યાનો પ્લાન ધડ્યો હતો અને જેમાં મદદગારી કરી હતી પાયલના સાવકા ભાઇ તથા હત્યામાં સામેલ કરણનો મિત્ર વિશાલ ખેમચંદ ખેમનાણી આ બન્નેએ હત્યાનુ કાવત્રુ રચી પાયલને મોતને ધાટ ઉતારી હતી આરોપી સામે અગાઉ અંજાર પોલીસ મથકે દુષ્કર્મ અને મારામારી સહિતના બનાવો નોંધાઇ ચુક્યા છે. પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર સહિત સમગ્ર કચ્છમાં ચકચાર જગાવનાર આ કિસ્સામાં હત્યામા સામેલ લોકોએ પણ સૌને વધુ ચોંકાવ્યા છે. કેમકે હત્યામાં અન્ય કોઇ નહી તેનો મિત્ર અને તેની મદદગારીમાં મૃત્ક પાયલનો સાવકો ભાઇ પણ સામેલ હોતા સભ્ય સમાજમાં આ કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે. જો કે આરોપી ગણતરીની કલાકોમાં પોલીસના હાથે લાગી ગયા છે.