Home Current કચ્છમાં કાલે સર્જાયેલી આરોગ્ય કટોકટી વચ્ચે આજે મંથન;જાણો તંત્ર-નેતાની બેઠકમાં શુ નિર્ણયો...

કચ્છમાં કાલે સર્જાયેલી આરોગ્ય કટોકટી વચ્ચે આજે મંથન;જાણો તંત્ર-નેતાની બેઠકમાં શુ નિર્ણયો લેવાયા?

1311
SHARE
ઓક્સીજનની અછતથી ગઇકાલે કચ્છની મુખ્ય હોસ્પિટલ સહિત વિવિધ ખાનગી અને સંસ્થા સંચાલીત હોસ્પિટલોમા સર્જાયેલી અરાજકતા પછી આજે ભુજમાં વહીવટી તંત્ર અને કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ વચ્ચે મેરેથોન બેઠકો યોજાઇ હતી. સૌ પ્રથમ ભુજના સક્રિટ હાઉસ ખાતે ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓ રાજ્યના મંત્રીની અધ્યક્ષતામાં મળ્યા હતા અને વર્તમાન પરિસ્થિતી અંગે મંથન કર્યુ હતુ. તો ત્યાર બાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં વિવિધ તાલુકા મથકોએથી આવેલા પ્રતિનીધીઓ પાસેથી તેમના વિસ્તારનો ચિતાર મેળવાયો હતો અને સમસ્યાઓ અંગે મંથન થયુ હતુ તો ત્યાર બાદ રાજ્યના મંત્રી પ્રભારી સચિવ કચ્છના સાંસદની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જો કે તેનો તાત્લાકીલ લાભ કચ્છને ક્યારે મળશે તેતો નક્કી નથી પરંતુ કચ્છના દર્દને હળવુ કરવા મહત્વના નિર્ણયો લેવાયા હતા જે અમલ થશે તો કચ્છને ફાયદો ચોક્કસ થશે જો કે ગઇકાલની સ્થિતીને ધ્યાને રાખી આજે બેઠક સ્થળોએ પોલિસની હાજરી વધુ દેખાઇ હતી.
બેઠકમા શુ ચર્ચા થઇ શુ નિર્ણય લેવાયા?
-બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઇ પટેલે રાપર,નખત્રાણા તેમજ માંડવીમાં રેપિડ કિટની અછતની સમસ્યા તેમજ ઢોરી અને રાપર સીએચસીમાં દવાની અછત અંગે તેમજ ગાગોદર,ચિત્રોડ અને આડેસર પીએચસીમાં એમ્બ્યુલન્સ ચાલુ કરવા રજૂઆત કરી હતી આ તકે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે ડો. માઢકને જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું તથા ઇન્ચાર્જ કલેકટરશ્રી ભવ્ય વર્માએ વિસ્તારની વસ્તી તેમજ જરૂરિયાત મુજબ ટેસ્ટીંગ કીટ નું આયોજન કરવા સુચન કર્યું હતું.
-ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્યએ રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા વધું સુગમ અને સરળ બનાવવા સૂચન કર્યું હતું. જેથી લોકોને વધુ મુશ્કેલી ન પડે ઉપરાંત લોકોને ક્યાં ખાલી બેડ છે અને કઈ હોસ્પિટલમાં જગ્યા છે તેની જાણકારી સરળતાથી મળી રહે તે અંગે પણ સુચારુ વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરી હતી. જે અંગે જરૂરી પ્રતિસાદ આપતા સચિવશ્રી જે.પી ગુપ્તા તેમજ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે કે ટીએચઓએ દર્દીઓની વિગત મેળવી હોસ્પિટલમાં ખાલી બેડ અને વ્યવસ્થા અંગે માહિતી મેળવી ખાલી બેડ ની વિગત દર્દીને આપવાની રહેશે
-કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ માંડવીના જનકલ્યાણને લોન પર વેન્ટિલેટર આપવા રજૂઆત કરી હતી જે અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.આ ઉપરાંત ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાં પાટીદાર કન્યા છાત્રાલયમાં શરૂ કરેલા કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની લાઈન ઝડપથી શરૂ કરાવવા રજૂઆત કરી હતી જે અંગે રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં ત્યાં ઓક્સીજન ની લાઈન શરૂ કરી દેવામાં આવશે અને ત્યાં સુધી ઓક્સિજન સિલિન્ડર ની મદદથી હમણાં તાત્કાલિક ધોરણે શરૂ કરવા પણ જણાવ્યું હતું.
-ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ લીલાસા કુટિયા આદિપુર ખાતે વધારે બેડની વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરી હતી તેમ જ રામબાગ ખાતે પાંચ બંધ વેન્ટિલેટર ને શરૂ કરવા પણ રજૂઆત કરી હતી જે અન્વયે રામબાગ,ભચાઉ તેમજ અન્ય મળીને ૧૫ વેન્ટિલેટર ને જરૂર હોય ત્યાં ફાળવવા તેમજ ખાનગી કોવિડ સેન્ટરને લોન પર આપવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સુચન કર્યું હતું.
આ ઉપરાંત ઓક્સિજન ની વ્યવસ્થા અંગે જરૂરી વિગતો અને સૂચનો મેળવીને રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં ભુજ સમરસ હોસ્પિટલ,અંજાર એસડીએમ, લીલાસા આદિપુર,માંડવી એસડીએમ તેમજ ગાંધીધામ એસડીએમ ખાતે એમ પાંચ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે ઉપરાંત કચ્છમાં લિક્વિડ ઓક્સિજન હતી જે આજે રાત્રે થી કચ્છમાં લિક્વિડ મળી રહેશે જેથી કચ્છ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનશે
જો કે આંતરીક બેઠક પછી મિડીયા સાથે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયોની અમલવારી સહિત કચ્છના આમ નાગરીકોને સતાવતા પ્રશ્ર્નોના જવાબ મળ્યા ન હતા અને પ્રભારી સચિવે જે રીતે ગોળગોળ વાતો કરી પત્રકારોને ઉલ્ટા ચશ્મા પહેરાવવાના પ્રયત્નો કર્યા હતા. તે રીતે આ બેઠકમા પણ કઇક એવુજ થયુ હતુ. બેડ મુદ્દે મુશ્કેલી,કચ્છમાં ઓક્સીજનનો જથ્થો બહાર ક્યા ગયો અને કચ્છને નિયમીત ક્યારે મળશે,રેમડેસિવીર ઇન્જેક્શનની અછત,સંકલનનો અભાવ સહિતના થોકબંધ પ્રશ્ર્નો મિડીયાએ પુછ્યા હતા. પંરતુ તેનો કોઇ નક્કર જવાબ મળ્યો ન હતો. જો કે ઇન્ચાર્જ કલેકટરે ગઇકાલે અદાણી હોસ્પિટલમા ગેટ બંધ કરવા મુદ્દે અને રાજ્યમંત્રી વાસણ આહિરે કચ્છમા ઓક્સિજનની અછત વચ્ચે કચ્છ બહાર અન્ય જીલ્લામા ગયેલા જથ્થા અંગે તપાસ કરવાની વાત કરી હતી.