અગાઉ ભચાઉ પાલિકા બિનહરીફ કર્યા બાદ રાપરમાં ભાજપે ૨ બેઠકો બિનફરીફ કરી હતી તેવામાં કોંગ્રેસના વધુ ૨ ઉમેદવારનું ભાજપ ને ખુલુ સમર્થન..
રાપર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહી છે. એક તરફ રાજકીય નિવેદન બાજી અને બીજું તરફ તોડજોડ અને રાજકીય ખેચતાણ સાથે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં કોંગ્રેસ ને વધુ એક ફટકો પડ્યો છે.અગાઉ રાપર નગરપાલિકા વોર્ડ નંબર ચારની એક બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી હતી અને વોર્ડ નંબર ચાર અને સાતમ કોગ્રેસના ઉમેદવાર એ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ત્યારે કોંગ્રેસના વધુ ૨ ઉમેદવારો એ ભાજપ ને સમર્થન જાહેર કર્યું છે.વોર્ડ નંબર ચાર ના કોગ્રેસના ઉમેદવાર જાગૃતિ મુકેશપુરી ગૌસવામી અને રાજેશ ડોડીયાએ ભાજપના ઉમેદવારને માજી ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હાજરીમા ભાજપના ઉમેદવારો ને ટેકો જાહેર કરી કેશરીયા ખેસ ધારણ કર્યા હતા. હાલ રાપરની ચૂંટણી માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ટેકો જાહેર કરવાના કારણમાં પણ આજ બાબત સામે આવી છે એક તરફ ભાજપના જુવાળમાં કોગ્રેસ માટે નગરપાલિકા જીત કઠિન છે. ત્યાં આજે વધુ બે કોગ્રેસના ઉમેદવારો એ ભાજપના ઉમેદવારો ને ટેકો જાહેર કર્યો હતો. કોગ્રેસ માટે હવે નગરપાલિકાની ચૂંટણી મુશ્કેલ બની રહી છે. કેમકે વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવાર સહિત આગેવાનો ભાજપ ને ટેકો આપે તેવી શક્યતા છે. આમ હવે ભચાઉની જેમ કોગ્રેસ રાપર નગરપાલિકા ગુમાવી દે તેવી શક્યતા નકારી શકાય નહીં.ગુરુવારે કોગ્રેસ ના વોર્ડ નંબર ચાર ના ઉમેદવારો એ ભાજપ ના ઉમેદવારો ને ટેકો જાહેર કરી ભાજપમા જોડાયા તે સમયે માજી ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનઝડફિયા ,ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુ પટેલ,જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં હાર જીત સામન્ય છે પરંતુ કોંગ્રેસ માટે હવે આ આત્મમંથન નો વિષય બની છે કેમકે ભચાઉ ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસના આગેવાનના બેફામ વાણી વિકાસથી કોંગ્રેસ રાપરમાં પણ ભાજપ સામે નબળી પડી તૂટી રહી છે. અને કોંગ્રેસનું નેતૃત્વ ડેમેજ કરવામાં નિષ્ફળ ગયું છે. બીજી તરફ ભાજપ માટે કોંગ્રેસના બેફામ નિવેદનો થી જીત નો રસ્તો સરળ બન્યો છે.