Home Crime અંજારના સુગારિયામાં છ મંદીરોમાં ચોરી કરનાર ગામનાજ યુવાનો નિકળ્યા !

અંજારના સુગારિયામાં છ મંદીરોમાં ચોરી કરનાર ગામનાજ યુવાનો નિકળ્યા !

6965
SHARE
વિદાય લેતા શિયાળા વચ્ચે તસ્કરો છેલ્લા છેલ્લા હાથ મારતા હોય તેમ અંજાર તાલુકાના જુના સુગારિયા ગામે ત્રાટક્યા હતા અને છ મંદીરોને નિશાને બનાવ્યા હતા જો કે લોકોના રોષ વચ્ચે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યા
અંજારના સુગારીયા ગામે એક સાથે 6 મંદિરમાં ચોરોએ ખાતર પાડતા સ્થાનીક લોકોમાં રોષ ફેલાયો હતો બીજી તરફ પોલીસ દોડતી થઇ હતી.અજાણ્યા ઈસમોએ મંદિરમાંથી નાના-મોટા ચાંદીના પ૯ અને સોનાના ત્રણ છતરની ચોરી કરી હતી.ગામમાં આવેલા છ મંદિરોમાં ગઈકાલે રાત્રે બેથી પાંચ વાગ્યાના અરસામાં ચોરી થઈ હતી.મંદિરોના નકૂચા ખોલી ચાંદીના નાના-મોટા ર૯,પ૦૦ ના પ૯ છતર અને ૯ હજારના સોનાના ૩ છતર તથા રસોડાના બે હજારના વાસણ મળી ૪૦,પ૦૦ના મુદ્દામાલની ચોરી કરાઇ હતી. સામુહીક તસ્કરીથી ધાર્મિક લાગણી દુભાવા સાથે લોકોમાં રોષ ફેલાયો હતો. અંજાર પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે બાદ ગણતરીની કલાકોમાં તેનો ભેદ પણ ઉકેલી નાંખ્યો છે. બનાવની જાણ થતા અંજાર પોલીસ સ્ટેશન દ્રારા અલગ-અલગ ટીમો બનાવી ગુન્હાને શોધવા કામે લાગી હતી જે દરમ્યાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન હુમન રિસોર્સ બાતમી હકિકત આધારે પુનીત મરડ તથા પ્રદિપસિંહ જાડેજા રહે.સુગારીયા તા.અંજાર વાળાએ આ મંદીર ચોરી કરી હોવાની શંકાના આધારે મંદીર ચોરી બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા મંદીર ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી આરોપીઓએ સુગારીયા ગામની પાછળના વિસ્તારમાં બાવળની ઝાડીમાં ચોરીનો છુપાવેલ હોવાની હકિકત જણાવતા આરોપીઓને સાથે રાખી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી (૧) પુનીત શામજીભાઈ મરંડ ઉ.વ.૨૮ રહે.નવા સુગારીયા ગામ તા.અંજાર કચ્છ (૨)પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૧ ૨હે.જુના સુગારીયા તા.અંજાર કચ્છને પોલીસે 40,500 ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ પુછપરછ હાથ ધરી છે. ચોરીના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જી હતી પ્રાથમીક તપાસમાં પૈસાની જરૂરીયાત હોતા ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે પરંતુ ચોરીના ઉદ્દેશ અંગે પોલીસ વિશેષ તપાસ કરશે ગામમાંજ રહેતા યુવાનોની ચોરીમાં સંડોવણી ખુલતા વધુ ચકચાર ફેલાઇ હતી