કેરા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો હવે થોડી સ્પષ્ટ થઇ છે. પોલીસ તથા નિષ્ણાંતોની પ્રાથમીક તપાસમાં ટ્રેલરે ઓવરટેક કરતા આ અકસ્માત સર્જાયો હોવાનુ સપાટી પર આવ્યુ છે. પોલીસે બદરકાર કન્ટેનર ચાલક સામે ફરીયાદ નોંધવા સહિત વધુ તપાસ આરંભી છે.
કેરાથી થોડા કિમી દુર અંતરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જી છે. મુન્દ્રાથી બસમાં મુસાફરો લઇને નિકળેલી ખાનગી મીની બસ 12:30 વાગ્યાના અરસામાં કેરા-મુન્દ્રા રોડ નજીક પહોંચી ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ એક કન્ટેનર ટ્રેલરે તેની સાથે ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયકંર હતો કે બસનો અડધો ભાગ તુટી પડ્યો હતો. બનાવ એટલો ભયંકર હતો કે અકસ્માત બાદ જાણે કોઇ વસ્તુ રસ્તા પર પડી ગઇ હોય તેમ મૃત્કો અને ઇજાગ્રસ્તો પડ્યા હતા મિની લક્ઝરી બસ,અને બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માત સર્જાતા 5 લોકોના મૃત્યુ થયા હતા.અને 24 લોકો ઘાયલ થયા હતા.અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી તો હોસ્પિટલમાં માતમ છવાયો હતો.અકસ્માત એટલો ભંયકર હતો કે રોડ પર લાશો પથરાઈ હતી.ખાનગી બસની એક સાઇડ અલગ થઇ ગઇ હતી ઈજાગ્રસ્તોને ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ અંગે માનકુવા પોલીસ મથકના પી.આઇ રાણાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે અકસ્માત શુક્રવારે બપોરે સર્જાયો હતો જેમાં આગળ જઇ રહેલા ટ્રેલરને ઓવરટેક કરવા માટે પાછળથી આવી રહેલા કન્ટેનર ટ્રેલરે પ્રયાસ કર્યો હતો પરંતુ મુન્દ્રા તરફથી આવતી બસ સાથે તેની ટક્કર થઇ ગઇ હતી વાહનોની સ્પીડ એટલી ભયકંર હતી કે અકસ્માત બાદ મુન્દ્રાથી-ભુજ આવતી બસનો આગળનો ભાગ મુન્દ્રા તરફ ફંટાઇ ગયો હતો હાલ પોલીસે મૃત્યુ પામનાર પાંચ લોકોની ઓળખ કરી છે તેમાં આશિફ ફકીરમામદ માંજોઠી રહે અમનનગર,ભુજ કેમ્પ એરીયા,કુલુસમબેન મામદ હુસૈન સના રહે મુરાદ બુખારી પીરની દરગાહની બાજુમાં મુન્દ્રા,સાલે સચુ રાયશી, રહે ભીંરડીયારા, શાહઆલમ ગુલામ મહમંદ તથા સોબરનદાસ બંસીધર જુડાન પરપ્રાન્તિયની ઓળખ થઇ છે.જ્યારે અન્ય 24 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે જેમાંથી 22 લોકોની ઓળખ થઇ ગઇ છે. જે કચ્છના અલગ-અલગ વિસ્તાર તથા બહારના વિસ્તારમાંથી મુન્દ્રાથી બસમા પ્રવાસ માટે જોડાયા હતા. પોલીસે પ્રાથમીક તપાસ સાથે ફોરેન્સીક ટીમની મદદથી બનાવની વિગતવાર તપાસ આરંભી હતી પ્રાથમીક તપાસ બાદ પોલીસ દ્રારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવા બદલ વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી તપાસ કરશે
ડ્રાઇવર-ક્લીનરનો ચમત્કારીક બચાવ
અકસ્માત એટલો ભયકંર હતો તે સ્થળ પરના દ્રશ્યો પરથી સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે. જે રીતે બસ સાથે ટક્કર થઇ હતી તે જોતા સૌ કોઇને સ્વાભાવીક થાય કે અકસ્માતમા ચાલક સહિતના આગળ બેસતા લોકોનુ શુ થયુ હશે આ અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લીનર ઇજાગ્રસ્ત બન્યા હતા પરંતુ હાલ તેઓ સ્વસ્થ હોવાનુ પોલીસે ઉમેર્યુ હતુ.અકસ્માત એટલો ભયકંર હતો કે ડ્રાઇવર સાઇડ તથા બસની ઓગળનો ભાગ સંપુર્ણ તુટી પડ્યો હતો તેવામાં મૃત્કોમાં ડ્રાઇવરના સમાવેશ અંગે પણ વાતો વહેતી થઇ હતી જો કે મોડી સાંજે તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યુ હતુ કે બનાવમાં ડ્રાઇવર તથા ક્લીનરને ઇજાઓ પહોંચી છે જેમાંથી ડ્રાઇવરને વધુ ઇજા પહોંચી છે પરંતુ હાલ તે સ્વસ્થ છે. ક્લીનર હાસમ ફકીરમામદ હિંગોરા આ કેસમાં ફરીયાદી બન્યો છે. ધટનાની જાણ થતા આસપાસના ગામના લોકો તથા અન્ય ત્યાથી પસાર થતા લોકો અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદે આવ્યા હતા અને 108 તથા અન્ય વાહનોમાં સારવાર માટે ખસેડ્યા હતા.
મુખ્યમંત્રીનો શોક વ્યક્ત કર્યો
કચ્છમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્થાનીક ભાજપના આગેવાનો તથા સાંસદ સહિતના નેતાઓ દોડી ગયા હતા બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોસ્ટ કરી કહ્યુ હતુ કે કેરા-મુંદ્રા રોડ પર થયેલ વાહન અકસ્માતની કરુણ ઘટનાથી વ્યથિત છું. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે. મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
રાજકીય-સામાજીક આગેવાનો હોસ્પિટલમાં
કેરા નજકી સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બસમાં સવાર મુસાફરો તથા તેના સમાજના લોકો દોડી આવ્યા હતા અને બચાવ-રાહત કામગીરીમાં મદદ કરી હતી સાથે ધટનાને દુખદ ગણાવી હતી. બનાવની જાણ થતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા જીલ્લા ભાજપ પ્રમુખ તથા ભાજપની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને બનાવ અંગે વિગતો મેળવી ઇજાગ્રસ્ત તથા પરિવારને સાંત્વના પાઠવી હતી તો ધણા સામાજીક આગેવાનોએ દુખદ ધટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી આ સાથે અકસ્માતમાં મુસ્લિમ સમાજના કેટલાક વ્યક્તિઓના મોત થતા ઇજાગ્રસ્ત બનવામા સમાચાર મળતા મુસ્લિમ આગેવાનો દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના આપવા સાથે સારવાર અંગે માહિતી મેળવી હતી.
કોગ્રેસની ઓવરલોડ બંધ કરવા માંગ
કેરા મુન્દ્રા માર્ગ અકસ્માતમાં પાંચના કરૂણ મૃત્યુ થયા એ માટે ભાજપ સરકારની ઓવરલોડ ને પ્રોત્સાહન આપનારી નીતિ જવાબદાર હોવાનુ કોગ્રેસે આક્ષેપ કર્યા હતા અને બેફામ ચાલતા ઓવરલેડ વાહનોને સંવેદનવિહીન સરકાર ક્યારે કાબુમાં રાખશે તેવો પ્રશ્ન કર્યો હતો મૃતકના પરિવારો પ્રત્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવેદના વ્યક્ત કરી હતી ગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે.હુંબલ,રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા,ગની કુંભાર દ્વારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી સાથે ઓવરલોડ વાહનો અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુદઢ કરવાની માંગ કરી હતી તો બીજી તરફ કોગ્રેસના અન્ય આગેવાનોએ લડતની ચીમકી ઉચ્ચારતો એક પત્ર લખી કાર્યવાહીની માંગ કરી હતી
એસપી-કલેકટર સહિતના અધિકારી દોડી ગયા
અકસ્માતે સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાવી હતી બસમાં વધુ સંખ્યામાં મુસાફરો હોય બચાવ-રાહત માટે તાત્કાલીક ટીમો મોકલાઇ હતી આ સાથે તંત્રના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર જાત માહિતી માટે દોડી ગયા હતા અકસ્માત બાદ ઇજાગ્રસ્તનો સારવાર માટે ખસેડાયા હતા ત્યારે કચ્છના કલેકટર વહીવટી તંત્રની ટીમ સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા અને અકસ્માતના બનાવોની વિગતો મેળવવા સાથે સારવાર તથા અન્ય બાબતોમાં જરૂરી સુચનો કર્યા હતા તો બીજી તરફ પચ્છિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારી તથા જીલ્લા પોલીસવડા ધટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિત ફોરેન્સીક ટીમની મદદથી અકસ્માતના સાચા કારણો જાણવા માટે તપાસ આંરભી હતી એસપીએ કહ્યુ હતુ કે ગહન તપાસ થશે
12:30 વાગ્યે અકસ્માત સર્જાયાની જાણ થતા આસપાસના લોકોથી લઇ તંત્ર દોડતુ થયુ હતુ બપોરના 2 વાગ્યા સુધી સતત હોસ્પિટલમા ઇજાગ્રસ્તો આવી રહ્યા હતા તંત્ર-પોલીસ સહિત તમામ વિભાગો સાથે રાજકીય-સામાજીક આગેવાનોની અવરજવર વચ્ચે હોસ્પિટલમાં ભારે ગમગીન માહોલ છવાયો હતો કચ્છથી લઇ ગુજરાત સુધી દુર્ધટનાના પડધા પડ્યા હતા. અને અરેરાટી ફેલાઇ હતી