Home Crime ભુજ નજીક રેલવે ક્રોસિંગમાં ધુસી ગયેલી બસને પોલીસે ડીટેઇન કરી !

ભુજ નજીક રેલવે ક્રોસિંગમાં ધુસી ગયેલી બસને પોલીસે ડીટેઇન કરી !

7146
SHARE
મીની બસના ચાલકની બેદરકારીથી અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા ભુજના સરપટ નાકે રેલવે ક્રોસિંગ પાસે મીની બસ ટ્રેનની અવરજવર સમયેજ અટકી ગઇ.જો કે અકસ્માત પહેલાજ બસને સુરક્ષીત કરી દેવાતા જાનહાની ટળી બાદમાં વિડીયો વાયરલ થતા પોલીસે બસ ડીટેઇન કરી સંતોષ માન્યો
કેરા-મુન્દ્રા રોડ વચ્ચે ગઇકાલે ખાનગી મીની લકઝરી બસના ચકચારી અકસ્માતનો ચકચારી બનાવ હજુ તાજો છે ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોત જ્યારે 24 લોકો ધાયલ થયા હતા તે વચ્ચે બેફામ દોડતી આવી બસો સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ઓવરલોડ વાહન ચાલકો પર રોક સાથે પોલીસની હપ્તાખોરી સામે રાજકીય પાર્ટીઓએ સવાલો ઉઠાવી કાર્યવાહીની માંગ કરી છે. તો બીજી તરફ કચ્છના અલગ-અલગ રૂટ પર દોડતી આવી ખાનગી મીની બસોમાં ઠસોઠસો મુસાફરો મર્યાદા કરતા વધુ બેસાડવાની ફરીયાદો ઉઠી રહી છે તે વચ્ચે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અને હવે તેમાં પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારે ભુજના સરપટ નાકે ડોલર હોટલ પાસે આવેલા રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન આવવાના સમયેજ એક ખાગની મીની બસ રેલવે પાટા સુધી પહોંચી ગઇ હતી. જેને કારણે ભારે ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે રેલવેની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભુજથી દોડતી એક ખાનગી મીની બસ ભુજ રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગઈ હતી.સવારે લગભગ 10 વાગ્યે બનેલી આ ઘટના દરમિયાન બસ ચાલકે ફાટક પર ઊભા રહેવાને બદલે આગળ નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદબન્ને તરફના ફાટક બંધ થઈ જતાં બસ વચ્ચે ફસાઈ ગઈ હતી.જો કે રેલવે કર્મચારીઓએ તત્કાલ દોડી આવીને ટ્રેન આવે તે પહેલાં બસને પાછળ ખસેડાવી સીધી ઉભી રખાવી દીધી હતી.જેને કારણે અકસ્માત ટળ્યો હતો જો કે હવે ટ્રાફીક પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. અને બસને ડીટેઇન કરવામાં આવી છે. વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયા બાદ સીટી ટ્રાફીક પોલીસ દ્રારા આ કાર્યવાહી કરાઇ હતી ટ્રાફીસ પીએસઆઇ રાજપુતે જણાવ્યુ હતુ કે ઉચ્ચ અધિકારીઓની સુચનાથી કલમ 207 મુજબ બસને ડીટેઇન કરવામાં આવી છે. જો કે રેલવે કોર્સિંગ પાસે બનેલા આ બનાવ સમયે બસમાં મુસાફરો હતા કે નહી તે અંગે તેઓએ જણાવ્યુ હતુ કે બસમાં કોઇ મુસાફરો હતા નહી. જો કે ગંભીર બેદરકારી સમાન આ મામલે વાહન ડીટેઇનની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે રેલેવે વિભાગ શુ કાર્યવાહી કરે છે તેના પર મીટ મંડાઇ છે.
ભુજથી ઉપડતી બસોની તપાસ તો કરો..
કદાચ જવાબદાર વિભાગોને ભુજથી ઉપડતી આવી અનેક મીની બસોની ગતી અંગે ખ્યાલ નહી હોય પરંતુ માતેલા સાંઢની જેમ દોડતી આવી બસોના મુસાફરોના અભિપ્રાય જાણે તો તેમને વધુ ખ્યાલ આવે કે બસો કેવી રીતે બેફામ દોડે છે. વધુમાં બસમાં નિયત સંખ્યા કરતા અનેકગણા મુસાફરો ભરવામાં આવે છે. પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ આવી બસો બેફામ દોડ્યા જ કરે છે. મોટા બનાવો બને ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ થોડા સમયમાંજ પાછી એવી જ સ્થિતી નિર્માણ પામે છે. અને લોકો મજબુરીમાં જીવના જોખમે આવી બસોમા મુસાફરી કરતા નજરે પડે છે. ત્યારે સોસીયલ મિડીયામા વિડીયો વાયરલ થાય ત્યારે જ નહી પરંતુ પોલીસ દ્રારા પણ ચેકીંગ સમયે આવા વાહનો પર લાલ આંખ થાય તે જરૂરી છે. જો કે પોલીસ કરશે કે નહી તે એક મોટો પ્રશ્ન છે.
તાજેતરમાં પચ્છિમ કચ્છ ટ્રાફીક પોલીસ વિભાગ ખુબ ચર્ચામાં છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફીક જામ અને આડેધણ પાર્કીગથી લોકો પરેશાન છે.બીજી તરફ ઓવરલોડ વાહનો પોલીસની મહેરબાનીથી આડેધડ દોડી રહ્યાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં લોકોના જીવ માટે જોખમ ઉભા કરતા આવા ચાલક-સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે. નહી તો આવી મુસાફરી મોટા અકસ્માતને નોતરશે