મુન્દ્રાથી ભુજ આવી રહેલી મીની બસને ટક્કર મારી છ લોકોના મોત નીપજાવવા મામલે માનકુવા પોલીસ મથકે કન્ટેનર ટ્રેલર ચાલક સામે ગુન્હો નોંધ્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી
ભુજ-મુન્દ્રા રોડ પર કેરા-મુન્દ્રા વચ્ચે સીતારામ ટ્રાવેલ્સની લકઝરી બસ રજી.નં-જીજે.૧૨.એક્સ.૯૮૭૯ ને ટક્કર મારી અકસ્માત સર્જી છ લોકોના મોત નીપજાવવા સાથે બસમાં સવાર 24 જેટલા મુસાફરોને ઇજા પહોંચાડનાર ચાલક અંતે ઝડપાઇ ગયો છે. કન્ટેઇનર ભરેલ ટ્રેલર રજી.નં-જીજે.૧૨.બીઝેડ.૯૧૩૭ વાળા ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો ટ્રેલર ચાલક વિરૂધ્ધમાં માનકુવા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ-૧૦૫,૧૨૫(એ),૧૨૫(બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે અકસ્માતના દિવસે વાહન તો જપ્ત કર્યુ હતુ બાદમા તેનો ફરાર થઇ ગયેલો ચાલક શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા જે આરોપી સદામહુશેન અબ્દુલ સહમત ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ હાલે રેહે-સુર્યા એમ્પેક્સ, મીઠી રોહર ગાંધીધામ મુળ રહે-ગામ-મનપુરા પોસ્ટ-તડવા મંગરપાલ તા.દરીયાપુર જી.છપરા સારંગ રાજ્ય-બિહાર વાળો પોલીસની ગીરફ્તમાં આવી ગયો છે. પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ આંરભી છે. પોલીસે બસના કીલીન્ડરને ફરીયાદી બનાવી ઓપરટેક કરી અકસ્માત સર્જનાર ચાલક સામે ગઇકાલે ગુન્હો નોંધ્યો હતો સાથે ટ્રેલર તથા ભોગ બનનાર બસ કબ્જે કરી હતી જે મામલે આજે ટ્રેલરના ચાલકને પકડી પાડ્યો છે. અને વધુ પુછપરછ હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.રાણા ,એ.એન.ઘાસુરા તથા માનકુવા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર કચ્છ તથા ગુજરાતમાં આ અકસ્માતના બનાવે ચકચાર સાથે અરેરાટી સર્જી હતી