Home Crime કચ્છમાં ફરી વધ્યુ બાયોડીઝલનુ દુષણ ! હવે પડાણામાં કાર્યવાહી…

કચ્છમાં ફરી વધ્યુ બાયોડીઝલનુ દુષણ ! હવે પડાણામાં કાર્યવાહી…

1488
SHARE
પાર્થ લોજીસ્ટીકના વાડામાં પંપ ઉભો કરી વાહનોમાં બાયોડીઝલ ભરવામાં આવતું કામદારની અટક કરાઈ માલિક હાજર ન મળ્યો બીજી તરફ શેખપીર પાસે થયેલી કાર્યવાહીમાં તપાસ આગળ વધતીજ નથી….
કચ્છમાં ફરી બાયોડીઝલનુ દુષણ વધી રહ્યુ હોય તેમ મામલાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા શેખપીર નજીકથી ભુજ પ્રાન્તની ટીમ દ્રારા બાયોડીઝલ કારસ્તાન પકડી પાડવામાં આવ્યુ હતુ પરંતુ તેમાં એક મહિનો થઇ ગયો પરંતુ તપાસ આગળ વધી રહી નથી. જે મામલે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. તે વચ્ચે પુર્વ કચ્છના પડાણા નજીક ગેરકાયદે રીતે પંપ ઉભો કરી બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.દરોડો દરમ્યાન પોલીસને ર૪,૮૯પ લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ કબ્જે કર્યુ હતુ જેની કિંમત ૧૯,૯૧,૬૦૦ આંકવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર પડાણા ગામની સીમમાં પંચ રત્ન કોમ્પલેક્ષની પાછળ આવેલ પાર્થ લોજીસ્ટીકના વાડામાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબી દ્રારા કરાયેલી આ કાર્યવાહીમાં ખરાઈ કરતાં ડીઝલ સંગ્રહ કરવાનો ૩૦ હજાર લિટરની કેપીસીટી વાળો ટાંકો તથા કન્ઝયુમર પંપ મળી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં બાયોડીઝલ ભરતા મૂળ પાટણ વિસ્તારના હાલે પડાણા સીમમાં રહેતા પંકજ રામા રબારીની અટકાયત કરવામાં આવી હતી.આ જગ્યા અંતરજાળના ધીરજ કરશન આગરિયાની હોવાનું જાણવા મળ્યું હતું,જેથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટાંકામાં સંગ્રહ કરેલ શંકાસ્પદ બાયોડીઝલ રાખવા અને વેચાણ કરવા સંદર્ભે કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. જેથી મુદામાલ સીલ કરવામાં આવ્યો હતો તેમજ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરાવાયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હવે તપાસમાં શુ ખુલે છે તે જોવુ રહ્યુ અગત્યનુ રહેશે
શેખપીરના એ મામલે તપાસ ધીમી
ગાંધીધામમાંથી ઝડપાયેલા બાયોડીઝલ કારસ્તાનને કારણે ફરી ભુજના શેખપીર નજીક થયેલી આવીજ કાર્યવાહી યાદ આવી છે. એક મહિના પહેલા ભુજ પ્રાન્ત અધિકારીએ કરેલી આ કાર્યવાહીમાં મોટા માથાઓની સંડોવણી અંગેની વાતો વહેતી થઇ હતી. અને નવાઇ વચ્ચે એક મહિનો થઇ ગયો છંતા હજુ તંત્ર આ મામલે સ્થળ પરથી પકડાયેલા બે લોકો સિવાય અન્ય કોઇનુ નામ ‘અંકિત’ કરી શકી નથી.આ મામલે થોડા સમય પહેલા પ્રાન્ત અધિકારીને પુછવામાં આવ્યુ હતુ ત્યારે તેઓએ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ તેમાં આગળ શુ થયુ તેની વિગતો સામે આવી નથી.આજે સ્થાનીક અખબારોમાં આ સદંર્ભે છપાયેલા એક અહેવાલ મુજબ તપાસ માટે મોકલાયેલ શંકાસ્પદ બાયોડીઝલનો રીપોર્ટ આવી ગયો હોવાનુ કહેવાયુ છે.જો કે પોલીસ હવે શુ તપાસ કરશે તે જોવુ રહ્યુ…જો કે પ્રાન્ત દ્રારા પોલીસને અંધારામાં રાખી કરાયેલા કાર્યવાહીમાં બાદમાં કેમ તપાસ આગળ વધી નહી તે સંદર્ભે તંત્ર પણ પોલીસને પુછવાની તસ્દી લેતુ નથી તે વાત પણ ચર્ચાનુ કેન્દ્ર બની છે.
દુષણ વકરે તે પહેલા કાર્યવાહી જરૂરી
કચ્છમાં આમલો થોડા મહિનાથી આવી પ્રવૃતિ વધી હોવાનુ જાણકારો જણાવી રહ્યા છે. શેખપીર સાથે મુન્દ્રા તથા માધાપર નજીક પણ આવી પ્રવૃતિ ધમધમતી થઇ હતી પરંતુ તે વધુ વિવાદ સર્જે તે પહેલાજ યેનકેન પ્રકારે બંધ કરી દેવાઇ હતી જો કે વ્યાપક ફરીયાદો વચ્ચે શેખપીર નજીકની આવી પ્રવૃતિ ૧૯/૧૨/૨૦૨૪ના પકડાઇ હતી. પરંતુ તેમાં તપાસમાં કાઇ ખાસ તંત્ર ખુલાસા કરી શકી નથી જો કે એક જાગૃત નાગરીકે એક સોસીયલ મિડીયા પોસ્ટમાં પુરાવા સાથે બાયોડીઝલ સાથે પકડાયેલ ટેન્કર અંકિત રમેશચંદ્ર મીરાણીના નામે નોંધાયેલ હોવાનો દાવો કર્યો હતો હવે જો જાગૃત નાગરીક આવી માહિતી મેળવી શકતા હોય તો તંત્ર કેમ એક મહિનામાં આવી પ્રવૃતિમાં કોઇ મહત્વના ખુલાસા કરી શકી નથી તે પ્રશ્ન ચોક્કસથી થાય સુત્રોએ જણાવ્યુ હતુ કે શેખપીરની તપાસમાં મુન્દ્રાના તાર પણ જોડાઇ શકે છે. જો ઉંડી તપાસ થાય તો..
આવી ગેરકાયેદસર પ્રવૃતિ સાથે કચ્છમાં ટ્રેડ રહ્યો છે. કે નાના વ્યક્તિઓને દર્શાવી દેવાય છે. તેની પાછળ રહેલા મોટા માથાઓના ચહેરા હમેંશા એક રહસ્ય જ રહે છે. તેવામાં શેખપીર પ્રકરણમાં યોગ્ય તપાસ સાથે કચ્છમાં બાયોડીઝલ પ્રવૃતિ ઉગતી ડામી દેવી જરૂરી બની છે. પોલીસ સાથે જે તે સમયે કાર્યવાહી કરનાર પણ આ મામલે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.હવે જોવુ એ રહ્યુ કે બહુચર્ચીત શેખપીરના કિસ્સામાં બાયોડિઝલ તપાસમાં તપાસકર્તા કેટલી ઉંડી તપાસ કરી શકે છે.