Home Social રાપરમાં વિવાદી નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે અંતે માફી માંગી !

રાપરમાં વિવાદી નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે અંતે માફી માંગી !

2707
SHARE
પુર્વ કોગ્રેસી ધારાસભ્યએ રાપરના ધારાસભ્યને લુખ્ખા..કહેતા સમગ્ર કચ્છમાં તેના ધેરા પ્રત્યાધાતો પડ્યા હતા તો ભાજપના મુસ્લિમ સમર્થક ધર્મગૂરૂ વિષે પણ બોલાયેલા વાક્યોથી મુસ્લિમ સમાજે અંતર બનાવ્યુ હતુ જો કે વિવાદ વધતા તેમણે માફી માંગી હતી
અમદાવાદથી ચુંટણી પ્રચાર માટે રાપર આવેલા પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના વિવાદીત નિવેદનોથી રાપરનુ રાજકારણ ગરમાયુ હતુ. કરછ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાપર શહેરના વોર્ડ નંબર ૧ અને ૨ ના વોર્ડમાં ડોર ટુ ડોર પ્રસાર પ્રચાર કરવા તેઓ આવ્યા હતા જેમાં ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવા સાથે ધાર્મીક મુદ્દાઓ ઉછાળી વિવાદીત નિવેદન આપ્યા હતા જેમાં રાપરમાં ભાજપને સમર્થન કરી રહેલા એક મુસ્લિમ ધાર્મીક અગ્રણીને આડેહાથ લીધા હતા અને ગુજરાતમાં ભાજપ અને સરકાર દ્રારા મુસ્લિમ પર થઇ રહેલા અત્યાચાર અંગે વાત કરી આવી પાર્ટીને સમર્થન કરનાર મુસ્લિમ ધર્મગુરૂને આડેહાથ લઇ તેને મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારો અંગે વાત કરી ધર્મગૂરૂને બનાવટી કહ્યા હતા સાથે લોકોને અપિલ કરી હતી કે હવે અહી આવે ત્યારે તેને પંયગર સાબેહની અવમાનના બબાતે લોકોને પુછવા પણ કહ્યુ હતુ જો કે સૌથી વિવાદસ્પદ વાત એ રહી હતી કે તેને પોતાના નિવેદનમાં રાપરના ધારાસભ્યને લુખ્ખા કહી સંબોધ્યા હતા. જેને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. કેમેકે એક ધારાસભ્ય તથા ક્ષત્રિય સમાજના અગ્રણીને જાહેરમાં આમ કહેતા કચ્છ ગુજરાતમાં રોષ ફેલાયો હતો. સહિત મુસ્લિમ અગ્રણીઓએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી.
વિવાદ વધતા માફી માંગી
ક્ષત્રિય આગેવાન તથા ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરી વિવાદ સર્જનાર પુર્વ ધારાસભ્ય અને ગુજરાતના મુસ્લિમ અગ્રણીઓ વિવાદ પર ખેદ વ્યક્ત કરી ધારાસભ્ય તથા રાપરના એ મુસ્લિમ ધર્મગૂરૂ વિરૂધ્ધ ટીપ્પણી કરવા મામલે ખેદ વ્યક્ત કરી જો કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગી હતી. અને દીલગીરી વ્યક્ત કરી હતી રાજકીય ક્ષેત્રમાં અલગ-અલગ વિચારધારાની વાત કરવા સાથે તેઓએ વ્યક્તિગત રીતે ધારાસભ્ય તથા મુસ્લિમ અગ્રણીની માફી માંગી હતી અને રાજકીય અવલોકન દરમ્યાન તેમના શબ્દોથી દુખ થયુ હોય તો માફી માંગી હતી.
વિવાદ તો માફી સાથે અહી પુર્ણ થઇ ગયો છે. પરંતુ અહી સવાલ એ છે કે ચુંટણી પ્રચાર દરમ્યાન પુર્વ ધારાસભ્યએ કરેલા વિવાદાસ્પદ ભાષણની નોંધ ન તો સ્થાનીક તંત્રએ કે પોલીસે લીધી છે. તો ભાજપે પણ આ મામલે કાયદેસર કાર્યવાહી માટે કોઇ પ્રક્રિયા કરી ન હતી. જે સવાલો ઉભા કરે છે. જો કે રાજકીય ધમાસણ સર્જનાર આ નિવેદને કચ્છભરમા ભારે ચર્ચા જાગી હતી જે માફી બાદ શાંત થતો દેખાયો છે.
જુવો માફીનો વિડીયો👇🏻