Home Social નકલી ઇડી કેસમાં twitter વોર ! અને હવે પોલીસે પણ કર્યો મોટો...

નકલી ઇડી કેસમાં twitter વોર ! અને હવે પોલીસે પણ કર્યો મોટો ખુલાસો…

1528
SHARE
કચ્છમાં નકલી ઇડી બનેલી ત્રાટકેલી ટોળકી પોલીસના હાથે ઝડપાયા બાદ હવે રહી રહીને તેમાં રાજકારણનો રંગ ભળ્યો છે. ગઇકાલે હર્ષ સંધવીએ કરેલા એક ટ્વીટ બાદ આમ આદમી પાર્ટી સહિત સોસીયલ મિડીયામાં ભારે ગરમાગરમી સર્જાઇ હતી તેવામાં પોલીસ પણ જાણે ટ્વીટ કરી વિવાદમાં ધેરાયેલા ગૃહમંત્રીના બચાવમાં આવી હોય તેમ એક મહત્વનો ખુલાસો કર્યો છે.
પુર્વ કચ્છ પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો ઉભા કરનાર અને ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે ભારે ચર્ચાસ્પદ રહેલા ગાંધીધામના નકલી ઇડી કાંડમાં હવે રાજકીય રંગ ભળતા ફરી આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આમ તો કચ્છના લોકો તો નકલી ઇડી કાંડમાં સંડોવાયેલા સત્તાર માંજોઠીના રાજકીય કનેકશન વિષયે પહેલાથીજ વાકેફ હતા પરંતુ ધટનાના આટલા દિવસો બાદ અચાનક સોસીયીલ મિડીયામાં સતાર માંજોઠીના આમઆદમી સાથેના સંબધો અને તેના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા અને આ કિસ્સામાં રાજકીય રંગ સામે આવતા હરખપદુડા કચ્છના કેટલાક હર્ષસંધવીના નજીકના લોકોએ તેના સુધી વાત પહોંચાડી બસ પછી શુ વર્ષ સંધવીએ ટ્વીટ કરતાજ નવા વિવાદો શરૂ થઇ ગયા
ટ્વીટ કરી હર્ષ સંધવી એ નવો વિવાદ સર્જયો
આમતો ગુજરાતમાં નકલીની ભરમાર છે તો બીજી તરફ કેટલાક ચર્ચાસ્પદ કિસ્સામાં ભાજપ સાથે સંકડાયેલા લોકોની સંડોવણી ખુલ્લી રહી છે તેવામાં હર્ષ સંધવીએ ટ્વીટ કરી આમ આદમી પાર્ટી પર સવાલો ઉભા કરતા ગોપાલ ઇટાલીયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ પણ આ ટ્વીટર વોરમાં જોડાઇ ગયા અને જાહેરમંચ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો સાથે ભાજપના કેટલાક નેતાઓના કૌભાડીઓ સાથેના ફોટા શેર કરી તેમના શુ સંબધો છે? તેવા સવાલો પણ ઉભા કર્યા સાથે સતાર માંજોઠી સાથે આમ આદમી પાર્ટીનો છેડો પણ ફાડ્યો.. ગઇકાલે સર્જાયેલો આ વિવાદ આજે પણ યથાવત છે. અને તેમાં ઇશુદાને સતાર માંજોઠીના કચ્છના સાંસદ તથા પોલીસ અધિકારીઓ સાથેના ફોટા ટ્વીટ કરી સવાલો ઉભા કર્યા હતા. જેને પગલે સોસીયલ મિડીયામાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.
પોલીસે પણ કર્યો હવે ખુલાસો…
આમતો સતારી માંજોઠીના ગુન્હાહીત ઇતિહાસ તથા રાજકીય પાર્ટીઓ સાથેના સંપર્કોથી કચ્છના લોકોની સાથે સ્થાનીક પોલીસ પણ વાકેફ હોય તે સ્વાભાવીક છે. પરંતુ ગૃહમંત્રીના ટ્વીટ પછી વિવાદ સર્જાતા હવે પોલીસ પણ આ મામલે મેદાનમાં ઉતરી છે. આજે સોસીયલ મિડીયામાં પુર્વ કચ્છ પોલીસવડાનો એક વીડીયો ફરતો થયો હતો જેમાં તેઓએ સતાર માંજોઠીએ આમ આદમીના નેતાઓ ગોપાલ ઇટાલીયા તથા મનોજ સોરઠીયા સાથે કરેલી બેઠક તથા પાર્ટી ફંડમાં વપરાતા રૂપીયા શંકાના દાયરામાં હોવાનુ કહી આમઆદમી પાર્ટીના બે નેતાઓને પણ તપાસ માટે બોલાવી શકે તેવી વાત કરી હતી.આમતો સામાન્ય કિસ્સામાં વાહવાહી મેળવવા માટે પત્રકાર પરિષદનુ આયોજન કરતી અને ડ્રગ્સ જેવા ગંભીર ગુન્હાના આરોપીઓ પોલીસની પકડમાંથી ભાગી જાય ત્યારે મૌન થઇ જતી પુર્વ કચ્છ પોલીસે હવે ગૃહમંત્રીના ટ્વીટ પછી તપાસમાં થયેલી નવી સ્ફોટક વિગતો જાહેર કરી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો. જેથી આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી સાથેના નકલી ઇડી કેસના આરોપીના રાજકીય સંપર્કો અંગે પોલીસ કોઇ નવો ખુલાસો કરે તો નવાઇ નહી
ધટનાના આટલા દિવસો બાદ અચાનક આ ટ્વીટે ભારે વિવાદ સર્જયો છે. કેમકે અગાઉ અનેક એવા કિસ્સાઓ છે જેમાં ગુન્હેગારનુ રાજકીય કનેકશન સામે આવ્યુ હોય પરંતુ તેમાં ગૃહમંત્રીએ કોઇ ટીપ્પણી કરી નથી જો કે હવે આ મામલે શરૂ થયેલુ સોસીયલ વોર હવે ક્યારે અટકે છે તે જોવુ રહ્યુ..જો કે પોલીસ સતારા માંજોઠી કેસમાં હવે સત્તાવાર રીતે આપ પાર્ટી સાથે શુ લેવડ-દેવડ શોધે છે તે જોવુ મહત્વનુ રહેશે…જો કે પુર્વ કચ્છ પોલીસની આબરૂના ચીરહરણ સમાન કિસ્સામાં રાજકીય ટ્વીસ્ટ થતા પોલીસની નિષ્ફળતા તરફથી લોકોનુ ધ્યાન બીજે ગયુ છે.