ગઇકાલે યુવકે પરિચીતને ફોન કરી આપધાત કરવા અંગેની જાણ કરતા પોલીસ,ફાયર વિભાગ સહિત સ્થાનીક લોકોએ ડેમમાં શોધખોળ હાથ ધર્યા બાદ શનિવારે યુવકનો મૃત્દેહ મળ્યો હતો.
રુદ્રામાતા ડેમમાં શુક્રવારે મોતની છંલાગ લગાડનાર સુમરસર ગામના યુવકનો 24 કલાક બાદ મૃત્દેહ મળ્યો છે. ગઇકાલે યુવકે ડેમમાં ઝંપલાવી દીધું હતુ આ અંગેની જાણ પરિજનોને થતા પરિવારે ફાયર સહિતના વિભાગે જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચી આધુનીક સાધનોની મદદથી યુવકની શોધખોળ શરૂ કરાઇ હતી યુવકે તેના પરિચિતને ફોન કરી રૂદ્રામાતા ડેમમાં છલાંગ લગાવતો હોવાની આગોતરી જાણ કરી હતી. આ ઘટના બાદ લાપતા યુવકનો ફોન બંધ થઇ જતા પરિવારે તંત્રને જાણ કરી હતી, જેના બાદ ભુજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાપતા યુવકની ડેમમાં શોધખોળ હાથ ધરી હતી ઘટનાની ગંભીરતાથી લેતા તાત્કાલિક ભુજ ફાયર વિભાગ દ્વારા કવિક રિસ્પોસ વહિકલ, ઇમરજન્સી રેસ્ક્યુ વહિકલ અત્યાધુનિક સાધનોની સાથે શોધખોળ કરવાનું શરૂ કરાયુ હતુ જો કે શોધખોળ દરમ્યાન રાત પડી જતા રેસ્ક્યુ કામગીરી અટકાવી પડી હતી જો કે મોડે સુધી ફાયર વિભાગ સ્થાનીક લોકો તથા અગ્રણીઓ કામગીરી કરતા રહ્યા હતા. જે બાદે ફરી શનિવારે 14/12/2024ના રોજ સવાર 9:00 વાગેથી ફરી પાછું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યુ હતુ. ભુજ ફાયર વિભાગની સાથે સ્થાનિક આગેવાનો તેમજ સ્થાનિક તરવીયાઓ પણ મદદમાં જોડાયા હતા અને શોધખોળ દરમ્યાન રેસ્ક્યુ બોટ, અંડર વોટર રોબોટ, કેમેરા વગેરે જેવા સાધનોનો અથાગ પ્રયત્ન બાદ જ્યાથી યુવકે છંલાગ લગાવી હતી. તેનાથી 30-40 મીટર દૂર પાણી અંદરથી યુવકનો મૃત્દેહ મળી આવ્યો હતો જેને બહાર કાઢી સ્થાનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ કામગીરીમાં ફયારના સચિન પરમાર,રક્ષિત ઢોલરીયા, મયૂર મકવાણા, રવિરાજ ગઢવી, જીગ્નેશ જેઠવા, ઇસ્માઇલ જત, પ્રદીપ ચાવડા,ઈમ્તિયાઝ સમા, સોહમ ગોસ્વામી, અસલમ પટ્ટણી, હિરજી રબારી, યસપાલ વાઘેલા, કમલેશ મતીયા,વાઘજી રબારી, કરણ જોશી તથા ઋષિ ગોર સહિતના જોડાયા હતા. તો સ્થાનીક લોકો ઉપરાંત પોલીસ પણ ધટના સ્થળે મદદમાં જોડાઇ હતી પ્રાથમીક તપાસમાં યુવકનુ આખુ નામ મહમંદ શરીફ ઉર્ફે શબ્બીર અબ્દુલ ગની કુંભાર હોવાનુ સામે આવ્યુ છે. પ્રાથમીક તપાસમાં માનશીક તણાવમાં આ પગલુ તેને ભર્યુ હોવાનુ સપાટી પર આવ્યુ છે. પરંતુ મૃત્દેહ મળ્યા બાદ માધાપર પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરશે અને આપધાત પાછળનુ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે