Home Crime પચ્છિમ કચ્છ પોલીસમાં લોલમલોલ !”SDM’ અને ‘SMC’ એ ખોલી પોલ….

પચ્છિમ કચ્છ પોલીસમાં લોલમલોલ !”SDM’ અને ‘SMC’ એ ખોલી પોલ….

3273
SHARE
પચ્છિમ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો કરતા નાના-મોટા અનેક બનાવો તાજેતરમાં પ્રકાશમા આવ્યા છે.અને કેટલાક દબાઇ ગયા છે. જો કે તે વચ્ચે પચ્છિમ કચ્છ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવે તેવા બે બનાવો બન્યા છે. જેમા બાયોડીઝલ કાંડ તથા વોન્ટેડ બુટલેગર ભુજમાંથી ઝડપાતા સ્થાનીક પોલીસ તથા બ્રાન્ચો સામે સવાલો ઉઠી રહ્યા છે.
કચ્છમાં બાયોડિઝલનુ ધુમ વહેચાણ જાણે ફરી શરૂ થયુ છે. મુન્દ્રા,માધાપર અને શેખપીર નજીક ચાલુ થયેલા આવા પોઇન્ટની ચર્ચા આમતો ધણા સમયથી હતી પરંતુ તે વચ્ચે પોલીસ નહી પણ ભુજ પ્રાન્ત દ્રારા કાર્યવાહી કરી શેખપીર પોલીસ ચોકીની નજીક જ ધમધમતા પોઇન્ટ પર કાર્યવાહી કરાતા સૌ ચોંકી ઉઠ્યા હતા જો કે દબાણ ભલામણ હેઠળ હાલ આ કાર્યવાહી આગળ વધી નથી અને સંભવત તેમાં સંડોવાયેલા મોટામાથાઓ કદાચ તપાસથી બહાર રહી જાય તો શક્યતા એવી પણ છે કે કેસમાં સંડોવાયેલા કેટલાક મોટા માથાના નામ આ મામલે તપાસ બાદ સામે આવે જો કે જો-તો ની સ્થિતી વચ્ચે શેખપીર કાંડમાં તેના મુડ સુધી તપાસ પહોંચ્યા બાદ અટકતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. જો કે વાત પચ્છિમ કચ્છ પોલીસની વધુ કરવી છે. કેમકે મહત્વની બ્રાન્ચ,પોલીસના ઉચ્ચ અધિકારીઓ જ્યા બેસે છે તેનાથી સદ્દન નજીક અને શેખપીર પોલીસ ચોકી કે જ્યાથી તમામ વાહનોની તપાસ થાય છે તે વિસ્તારમાંથી બાયોડિઝલનો ધમધમતો પોઇન્ટ પકડાતા પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કે શુ પોલીસ તથા મહત્વની બ્રાન્ચ કે જે છેક બાતમી આધારે લખપત,અબડાસા જેવા વિસ્તારો સુધી ખનીજ પકડવા પહોંચી જાય છે. તેના ધ્યાને આ બાયોડિઝલ કાંડની વિગતો નહી પહોચી હોય ?
SDM’ અને ‘SMC’ એ ખોલી પોલ…
ભુજ પ્રાંત અધિકારી અને પુરવઠા અધિકારીએ દરોડો પાડી વિવિધ સાધનો સાથે ટેન્કરમાં રહેલુ બાયોડીઝલ ઝડપી પાડ્યુ હતુ. જો કે બાદમાં આ મામલે વધુ વિગતો અપાઇ નથી પરંતુ પ્રાન્તની કામગીરી બાદ સામે આવેલા અન્ય એક બનાવમાં પણ સ્થાનીક પોલીસની સક્રિયતા સામે સવાલો ઉભો કરતો બનાવ સામે આવ્યો છે. અને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા પાસા હેઠળ ધરપકડથી બચવા નવ માસથી નાસતો ફરતા આરોપી પુના ભાણા ભરવાડ ઉર્ફે પુના ભરવાડ ઉર્ફે પુના ઝાંપડા(હાલ રહે એરપોર્ટ રોડ ભુજ, મુળ રહે રાપર),ને ભુજના મુન્દ્રા રોડ નજીકથી ઝડપી પાડ્યો હતો તેની સામે ૫૬ થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયેલા છે. જો કે રીઢા બુટલેગરને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે કચ્છ પોલીસને શામેલ કર્યા વિના સફળતા પૂર્વક ઝડપી પાડી ધાક બેસાડતી અને સ્થાનીક પોલીસનુ નાક કાપતી કામગીરી કરી છે.બાયોડીઝલમાં સ્થાનીક પોલીસ તથા મહત્વની બ્રાન્ચની નિષ્ક્રિયતા એસપી કક્ષાએ તથા રેન્જ કક્ષાએ તપાસ માંગી લે તેવો વિષય છે.
શુ મામલો દબાઇ જશે?
પચ્છિમ કચ્છમાં બાયોડીઝલનુ વહેંચાણ થોડા સમયથી શરૂ થયુ હતુ તે ધણા જાણકાર સુત્રો સાથે સ્થાનીક લોકો પણ જાણતા હતા પરંતુ યેનકેન પ્રકારે તેની સામે કાર્યવાહી થઇ રહી ન હતી જો કે અચાનક પ્રાન્ત અધિકારીએ દરોડો પાડતા આ મામલો રાજકીય,પોલીસ તથા સમગ્ર કચ્છમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યુ હતુ. જો કે આ તો શરૂઆત છે પરંતુ સુત્રોનુ માનીએ તો આ સમગ્ર કિસ્સો સુનિયોજીત રીતે ચાલતુ એક કૌભાડ હતુ. અને જેની તપાસ ગાંધીનગર કક્ષાએથી થાય તો અનેકના તપેલા ચડે તેમ છે. નામચીન લોકોને સંડોવતી આ કાંડમાં ચર્ચા એવી પણ છે. કે મોટામાથાના નામ સામે ન આવે તે માટે ધમપછાડા સાથે રાજકીય વગ તથા વિવિધ પ્રલોભનો માટેના પ્રયત્નો પણ થઇ રહ્યા છે. જો કે હવે તપાસ અધિકારી આ મામલે વધુ વિગતો જાહેર કરે પછી આખો મામલો સ્પષ્ટ થાય તેમ છે……
સરહદી જીલ્લા કચ્છમાં દારૂ જુગાર તો ઠીક પરંતુ બાયોડીઝલ,ખનીજ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓના મામલામાં પોલીસના આંખ આડા કાન પર નિષ્ણાંતો અનેકવાર સવાલો ઉઠાવી ચુક્યા છે. પરંતુ કચ્છમાં જાણે પોલીસ ચોક્કસ કિસ્સાઓમાં તપાસ જ ન કરવા માંગતુ હોય અને તેના હાથ ન પહોંચતા હોય તેવુ આવા મામલાઓ પરથી સ્પષ્ટ થઇ રહ્યુ છે. જો કે આતો તાજેતરમાં ચર્ચામાં આવેલા કિસ્સા છે. પરંતુ આવા અનેક મામલાઓ છે તપાસ માંગી લે તેવા છે. ત્યારે રેન્જ આઇજી અને પોલીસવડા જો આવા મામલાથી વાકેફ ન હોય તો જવાબદાર પોલીસ મથક અને બ્રાન્ચમાં તપાસ કરવી જોઇએ…નહી તો આવી અનેક પ્રવૃતિનુ કચ્છ હબ બનતુ જશે…..અને પોલીસની છબી વધુ ખરડાશે