Home Crime માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ-બિયર નહી પોલીસની આબરૂ પણ વહેંચાઇ..!

માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ-બિયર નહી પોલીસની આબરૂ પણ વહેંચાઇ..!

7403
SHARE
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. અને તેના પુરાવા અનેકવાર પકડાયેલા દારૂ અને તેના આંકડા સાથે ખુલ્લેઆમ વહેંચાતા દારૂની તસ્વીર-વિડીયોએ પુરાવાર કરી છે. જો કે જેને પ્રવાસન ધામ તરીકે ગુજરાત સરકારે ઓળખ આપી છે ત્યા ચણા-મમરાની જેમ દારૂ વહેંચાય તો શુ સમજવુ…આવોજ એક વિડીયો હાલ વાયરલ થયો છે જેને ભારે ચકચાર સર્જી છે.
ગુજરાતમાં પોલીસની કાર્યવાહી વચ્ચે દારૂબંધીની શુ સ્થિતી છે તેનાથી જાણકારો સાથે સામાન્ય નાગરીકો પણ હવે વાકેફ છે. સમય સાથે વકરેલા આ દુષણમાં હવે કોઇ એવુ સ્થાન બાકી નથી. રહ્યુ કે જ્યા દારૂ મળતો ન હોય હા પોલીસને દેખાતો નથી એ અલગ વાત છે પરંતુ વાત સરહદી જીલ્લા કચ્છની હોય ત્યારે ગુન્હેગારમા પોલીસનો ખોફ હોવો જોઇએ તેવુ જાણકારો હમેંશા ટકોર કરતા આવ્યા છે. પરંતુ હાલ એક વિડીયો વાયરલ થયો છે તેને તો જાણે ખુલ્લેઆમ દારૂ-બિયરના વહેંચાણનો નહી પરંતુ જાણે પોલીસની આબરૂ વહેંચી હોય તેમ કાયદો વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કચ્છમાં દારૂ સહિતના દુષણો સામે સ્થાનીક માધ્મયો હમેંશા તંત્ર-પોલીસનુ ધ્યાન દોરતા આવ્યા છે. પરંતુ ક્યાક કાર્યવાહી થાય છે તો ક્યાક નથી થતી તે નથીજ થતી આ બધી છુટછાટનુ કારણ તો સૌ કોઇ જાણેજ છે. પરંતુ પોલીસ ને ક્યારેય આ મામલે શરમ આવી નથી. અને આવી પ્રવૃતિ અવીરત ચાલુ જ છે. જો કે આજે વાત કચ્છના પ્રવાસન સ્થળ માંડવી બીચની કરવી છે કે જ્યા સ્કૂટર પર બોટલો-ટિન મૂકી બૂમો પાડી-‘માંડવી બીચે આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું, આવી જાઓ.દારૂ લો..દારૂ લો’ની બુમરાડ મચાવે છે. જો કે દારૂડીયાનુ આ જાહેર આમત્રંણ પોલીસના કાને પહોચે છે નહી તેને લઇને લોકો સવાલો ઉઠાવી રહ્યા હતા
બહેરી પોલીસના આંખ આડા કાન ?
સમગ્ર ધટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા કચ્છના એક અખબારે આ સંદર્ભના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા. જેમા માંડવી બીચ પર ‘દારૂ ઓન ટૂ-વ્હીલ્સ’ વહેંચાણ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રકાશીત કરાયો હતો. જો કે તે સમયે કાર્યવાહી ન થઇ પરંતુ આજે સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ-બિયરનું વેચાણ કરતી જાહેરાત કરતો નજરે પડી રહ્યો છે. ગાડીઓ પર બારની જેમ દારૂનુ પ્રદર્શન કરાયુ છે. અને તેની પાછળ લોકો પણ બેઠા છે. જો કે આ અંગે જ્યારે માંડવીના પોલીસ અધિકારીનો સંપર્ક કરાયો તો તેઓએ આ વિડીયો અંગે પુષ્ટ્રી કરી ન હતી અને અહી આવી પ્રવૃતિ ન થતી હોવાનુ કહી પોલીસને બદનામ કરવા કરાયેલા આ કૃત્ય અંગે તપાસ ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. જો કે સોસીયલ મીડિયામા હાલ આ વિડીયો ભારે વાયરલ થયો હતો
ક્રાંન્તિકારીની ભુમી પર ગુન્હેગાર બેફામ !
માંડવી તેના રમણીય બીચ,પ્રવાસન સ્થળ સાથે ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણા વર્માની ભુમી તરીકે પણ ઓળખાય છે. પરંતુ અહી કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતા બનાવો છાસવારે બને છે. ભુતકાળમાં ન જઇએ તો કચ્છનુ પ્રથમ સ્માર્ટ પોલીસ મથક જ્યા ઉભુ કરાયુ છે તેવા માંડવીમાં તાજેતરમાંજ પોલીસ મથકે આવી કુખ્યાત શખ્સોએ પોલીસ પર હુમલા સાથે તોડફોડ કરી પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવ્યા હતા. જો કે બાદમાં પોલીસે પણ ગુજસીટોક જેવા કાયદામાં ફીટ કરી પોતાનો પરચો બતાવ્યો હતો પરંતુ હવે લાખો પ્રવાસીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાણની પ્રવૃતિનો વીડિયા વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પોલીસ તપાસમાં શુ સત્ય સામે આવે છે તે જોવુ રહ્યુ…
કલાકો બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો ધડાકો
સ્થાનીક પોલીસે બપોરે માધ્યમોને આ વિડીયો અહીનો ન હોવાનુ કહી તપાસ ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ જો કે સમગ્ર ગુજરાતમાં આ સમાચાર ફેલાતા પોલીસ સફાળી જાગી હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ કિસ્સામાં વિડીયોમાં દેખાતા શખ્સને ઝડપી પાડ્યો હતો. અને મોહનીશ મહેન્દ્ર ઉદાશી રહે માંડવીને ઝડપી પાડ્યો હતો. પોલીસના દાવા મુજબ આ વિડીયો બે મહિના પહેલા ઉતારાયો હતો. અને ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા તેના મિત્ર કમલસિંહે જાડેજાએ તેઓ દારૂ પીવા ગયા ત્યારે આ વિડીયો ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી પોલીસ તે દારૂ ક્યાથી લાવ્યો તેની તપાસ કરશે સાથે મોહનીશ સામે પ્રોહિબીશનનો ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ માને કે ન માને પરંતુ કચ્છમાં દારૂ,જુગાર,ગેરકાયદેસર હથિયારો રાખવા સહિતની પ્રવૃતિઓ થોડા વર્ષોમાં વધી છે આ ધટનામાં પણ પોલીસે પહેલા હાથ ઉચા કર્યા હતા પરંતુ બીચ પર આવી પ્રવૃતિ થતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસે આરોપી દબોચ્યો છે.જો કે આવા મહત્વના સ્થળે જાહેરમાં દારૂ વહેંચવાની વાત કરવાની હિંમત ધણુ કહી જાય છે. જો કે હવે આવા મહત્વના સ્થળોએ આવી પ્રવૃતિ પર અંકુશ આવે તે માટે પોલીસે કામ કરવુ જ રહ્યુ….