રાજ્યમાં ચકચારી અકસ્માતોની ધટના વચ્ચે વિસ્તરી રહેલા ભુજમાં વધેલા વાહનો પણ જીવલેણ અકસ્માતોને નોતરી રહ્યા છે. ભુજના કોડકી રોડ નજીક બેફામ કારે બાઇક સવાર ત્રણ વ્યક્તિને અડફેટે લેતા બે ના ધટનામાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત બાદ કારચાલક વાહન મુકી ફરાર
ભુજના કોડકી રોડ પર શનિવારે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બપોરના સમયે સેનીટેશન કામ માટે જઇ રહેલા ત્રણ બાઇકચાલકોને એક કારે અડફેટે લેતા તેના પૈકી બે ના મોત નીપજ્યા છે. જીવલેણ અકસ્માતમાં એક વ્યક્તિનુ તો ધટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આજે બપોરના સમયે ભુજના રામનગરી તથા રાજેન્દ્રનગર વિસ્તારમાં રહેલા નેરશ ભીમજી ચારણ ઉ.37 ,આમદ હસણ સમા ઉં.43 તથા જાહીર કાસમ સુમરા કામ સર બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે કોડકી ચાર રસ્તા નજીક આવેલી ખાવાડાની દુકાન પાસે પુરપાટ આવી રહેલી કારે તેની બાઇકને અડફેટે લીધી હતી અકસ્માત બાદ યુવકો હવામા ઉછળી દુર સુધી ફંગોળાયા હતા જેમાં એક વ્યક્તિનુ ધટના સ્થળેજ મોત નીપજ્યુ હતુ જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સ્થાનીક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે સ્થળ પર લોકોનુ મોટુ ટોળુ એકઠુ થયુ હતુ જો કે અકસ્માત સર્જયા બાદ કારચાલક કાર છોડી નાશી ગયાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. આ અંગે એ ડીવીઝનના તપાસકર્તા સાથે વાત કરતા તેઓએ વિગતો આપી જણાવ્યુ હતુ કે મૃત્ક તથા ઇજાગ્રસ્ત સેનીટેશન કામ સાથે સંકળાયેલા છે. આજે બપોરે તેની બાઇકને કારે ટક્કર મારતા બે ના આ ધટનામાં મૃત્યુ થયા છે. જેની તપાસ ચાલુ છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હોવાની વિગતો સામે આવી છે જેથી પોલીસે કાર કબ્જે કરી તેના ચાલક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. ભુજના એરપોર્ટ રોડ પર વાહનોની સ્પીડને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમકે અગાઉ અનેકવાર અહી બેફામ દોડતા વાહનોને કારણે ત્યાથી પસાર થતા લોકો તથા ધંધાર્થીના જીવ પડીકે બંધાયા છે. ત્યારે આ વિસ્તારમાં દોડતા ઓવરસ્પીડ વાહનો સામે પણ જવાબદાર વિભાગો કાર્યવાહી કરે તે જરૂરી છે નહી તો આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહેશે અને તેમાં નિર્દોષ નાગરીકો જીવ ગુમાવતા રહેશે હાલ સમગ્ર બનાવે ભારે ચકચાર સર્જી છે.