પાવર લીફ્ટીગમા અગાઉ અનેક સિધ્ધીઓ મેળવનાર ભુજના ખ્યાતનામ પિતા-પુત્રએ રમતગમત ઇતિહાસમાં કચ્છના અને એક કુટુંબમાં વિશ્વ વિજેતા બનવાનો પહેલો પ્રસંગ બનાવવા સાથે ઇતિહાસ રચી કચ્છ-દેશનુ ગૌરવ વધાર્યુ
રશિયા ના પાટનગર મોસ્કો ખાતે ૧૪ થી ૧૭ નવેમ્બેર સુધી યોજાયેલી વિશ્વ પાવર લીફટીંગ ચમ્પિયન શીપ સ્પર્ધા માં ભુજ ના પિતા પુત્ર, નીખીલ મહેશ્વરી અને વત્સલ મહેશ્વરી તેમના વય અને વજન ગ્રુપમાં વિશ્વ વિજેતા બન્યા છે. મોસ્કોના મધ્ય ભાગમાં આવેલ વિશાલ હોલમાં ‘વર્લ્ડ રો પાવર’ લીફટીંગ ફેડરેશન આયોજિત આ સ્પર્ધામાં ૨૦ વર્ષીય વત્સલ જે ભુજમાં ચાણક્ય ફીઝીઓ થેરાપીના ડિગ્રી અભ્યાસ ક્રમના બીજા વરસમાં અભ્યાસ કરે છે તેને કુલે મળીને ૫૪૦ કિલોગ્રામ વજન તેની ૨૦ થી ૨૩-વર્ષ વય અને ૮૨,૫ કિલોગ્રામ વજન માટેની જુનિયરો માટેની સ્પર્ધામાં વિશ્વવિજેતા જાહેર કરાયો હતો.વત્સલે ત્રણે વિભાગોમાં ગોલ્ડ મેળવ્યો હતો.જયારે ૫૦ વર્ષીય નીખીલ જેમની સ્પર્ધા માસ્ટર-બે ની હતી તેમાં ૪૯૫ કિલોગ્રામ વજન ઊંચકી તેમના વર્ગમાં વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો.કચ્છના ઈતિહાસ માં એકજ કુટુંબના પિતા પુત્ર કોઈ રમત માં વિશ્વ વિજેતા બન્યા હોવાનો આ પહેલો પ્રસંગ છે.ભારત અને કચ્છ માટે ગૌરવ ની એ વાત હતી કે વિશ્વ વિજેતાના સ્પર્ધોકોની યાદી માં એક માત્ર વત્સલનું નામ હતું અને તેની સામે ઇન્ડિયા,ગુજરાત, અને ભુજ લખેલું હતું. સ્પર્ધાના પ્રકાશથી ઝળહળતા હોલમાં ટેલીવીઝન ના વિશાળ પડદા પર અંગ્રેજી અને રૂસી ભાષામાં પિતા પુત્ર નામ દેખાતા એ ક્ષણ રોમાંચીત હતી પોતાની જીત અંગે વત્સલે જણાવ્યું હતું કે તેમની તૈયારી તો બહુજ સઘન હતી ખાસ કરીને છેલા ત્રણ માસમાં અને તે પણ એટલે સુધી કે દિવાળી જેવા તહેવારના દિવસો એ તેમની પ્રકટીશ ચાલુ રાખી હતી અને તેમના માટી ૩૬૦ જીમના માલિક જયદીપ ગોરસિયાએ માત્ર તેમન માટે પોતાનું જીમ ફ્રિ માં ખૂલ્લુ રાખ્યું હતું.તેમને કહ્યું જયારે તેમને તેમના તગડા વિદેશી હરીફો ને જોયા ત્યારે થોડા હચમચી નવર્સ બન્યો હતો હતો કારણકે તે શરીરે પાતળો છે.પણ તાલીમ અને ટેકનીકને કારણે તે વિશ્વ વિજેતા બનવા તરફ આગળ વધ્યો હતો ગુજરાત અને પશ્ચિમ ભારત માંથી તેઓ એકલા હતા.જેને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.