પાંચોટીયાના કુખ્યાત એવા પુનશી આલા ગઢવી સહિતના શખ્સોએ એક અરજી મામલે ધમાલ મચાવી પોલીસ સ્ટેશનની બારીના કાચ પણ તોડી નાંખ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાત્રે દોડી ગયા ધમાલ મચાવનાર બે ભાઇઓ સહિત ચાર સામે કાર્યવાહી..
બંદરીય શહેર માંડવીના પોલીસ મથકે ગઇકાલે ભારે અફરા-તફરીના દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ ગુન્હામાં સંડાવાયેલા પાંચોટીયાના પુનશી આલા અગઢી સહિતના શખ્સોએ ધમાલ મચાવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી. પુનશી ગઢવી સહિતના તેના સાથીદારોએ એક અરજી બાબતે પોલીસ સાથે ડખ્ખો કરી પોલીસ મથકે ભારે ધમાલ મચાવી હતી. જો કે અધિકારીઓ દોડી ગયા હતા અને મામલો થાળે પાડી તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. બનાવ અંગે માંડવીના પીઆઇ સીમ્પીએ વિગતો આપતા જણાવ્યુ હતુ. કે ગઇકાલે એક બુટલેગર સામે કાર્યવાહીમાં પોલીસ વ્યસ્ત હતી તે વચ્ચે પુનશી આલા ગઢવી તેના ભાઇ દ્રારા કરાયેલી એક અરજી બાબતે પોલીસ મથકે પહોચ્યો હતો. અને ડખ્ખો કર્યો હતો. અને આ દરમ્યાન પોલીસ મથકના બારીના કાંચ પણ તોડી નાંખ્યા હતા. બનાવ સમયે તેની સાથે તેનો ભાઇ તથા અન્ય બે શખ્સો પણ હાજર હતા. જે તમામ સામે કાર્યવાહી કરાઇ છે. બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા પોલીસે ચારે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.આરોપી પૈકીના પુનશી ગઢવીએ અગાઉ પણ પોલીસ દ્રારા તેને માર મારવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે પરંતુ તપાસમાં આ તમામ બાબતો ખોટી સાબિત થઇ હતી તેવામાં વધુ એકવાર પોલીસ મથકે ધમાલ મચાવી છે. તેના ભાઇ દ્રારા કરાયેલી અરજીમાં યોગ્ય તપાસ ન થતી હોવાની રજુઆત સાથે આ મામલો તોડફોડ સુધી પહોચ્યો હતો. છરી સાથે પોલીસ મથકે થયેલી આ ધમાલમા એક પોલીસ અધિકારીને ઇજા પણ પહોંચી હતી. પોલીસે ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.
પોતાને ઇજા પહોંચાડી તોડફોડ !
પુનશી આલા ગઢવી અગાઉ પણ વિવાદ અને ચર્ચામાં રહી પોલીસ ચોપડે કેટલાય કેસમાં ચડી ચુક્યો છે. ત્યારે ગઇકાલે કોઇ અરજી બાબતે તે પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાર બાદ ભારે ધમાલ મચાવી હતી. દરમ્યાન પોલીસ પર દબાણ ઉભુ કરવા માટે તેને દિવાલ અને અન્ય જગ્યાએ માથા પછાળી પોતાને ઇજાગ્રસ્ત કરવા સાથે પોલીસ મથકના બારીના કાંચ પણ તોડી નાંખ્યા હતા. બનાવ બાદ પોલીસે પુનશી આલા ગઢવી રહે,પાંચોટીયા તેના ભાઇ હરિ આલા ગઢવી,રહે પાંચોટીયા ,શામળા થારૂ ગઢવી,રહે.ભુજપુર તથા ગોપાલ રામ મીંઠાણી(ગઢવી) સામે વિવિધ ગંભીર કલમો તળે ફરીયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
અનેક ગંભીર ગુન્હામાં સંડોવાયેલા પુનશી આલા ગઢવી અગાઉ પણ પોલીસ મથકે ધમાલ મચાવવા સાથે પોલીસ સામે ધર્ષણમાં ઉતરી ચુક્યો છે તેવામાં વધુ એક મામલો શુક્રવારે સામે આવ્યો છે. જો કે પોલીસ ત્વરીત કાર્યવાહી કરી ધમાલ મચાવનાર ચાર શખ્સો સામે કાર્યવાહી કરી છે. જો કે ધમાલ પાછળનુ મુળ કારણ અરજી હતી કે અન્ય કોઇ બાબતનુ મનદુખ તે પણ સવાલો ઉભી કરતી બાબત છે. જો કે હાલ પોલીસે ધમાલ કરનાર સામે કાર્યવાહી કરી ચારને કાયદાનુ ભાન કરાવ્યુ છે.