Home Crime કાનમેરમાં ૮ ધાર્મીક સ્થળોને તસ્કરોએ નિશાન બનાવ્યા ! લોકોમાં રોષ

કાનમેરમાં ૮ ધાર્મીક સ્થળોને તસ્કરોએ નિશાન બનાવ્યા ! લોકોમાં રોષ

1678
SHARE
કચ્છમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભી કરતી વધુ એક ચોરીની ધટના પ્રકાશમાં આવી છે. આમતો ધરફોડ અને વાહન ચોરી સહિતના બનાવો કચ્છમાં છાસવારે બની રહ્યા છે. પરંતુ તાજેતરમાંજ શિયાળાની શરૂઆત સાથે ચોરોએ ખાસ કરીને પુર્વ કચ્છના રાપર વિસ્તારમાં નિશાન બનાવ્યા છે. પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી અને હવે કાનમેરમાં સામુહિક રીતે ૮ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે.
પુર્વ કચ્છમાં એક તરફ પોલીસ નવતર પ્રયત્નો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ બીજી તરફ ગુન્હેગારો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. સીસીટીવી સહિતના અનેકવિધ પ્રોજેક્ટો શરૂ કરાયા બાદ પણ ગુન્હેગારો બેફામ છે. વાગડ વિસ્તારમાં હાલમાં તસ્કરો મંદિરોને ટાર્ગેટ કરી પોલીસને રીતસરનો પડકાર ફેંકી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલાજ ચિત્રોડ,મેવાસા જેઠાસરી સહિતના ૩ ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. ખુદ પુર્વ કચ્છ પોલીસવડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુન્હાનો ભેદ ઉકેલાય તે માટે જૂરૂરી માર્ગદર્શન માટે પહોચ્યા હતા પંરતુ તે વચ્ચે તસ્કરોએ પોલીસનુ નાક કાપતી ચોરીની ધટનાને અંજામ આપ્યો છે. એક તરફ વિવિધ પોલીસની ટીમ ચિત્રોડમાં થયેલી સામુહિક ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે તે વચ્ચે ચોરોએ કાનમેરમાં સામુહિક મંદિર ચોરીની ધટનાને અંજામ આપ્યો છે. મંગળવારે ધટના પ્રકાશમાં આવતા આગેવાનો તથા પોલીસ ધટના સ્થળે દોડી ગયા હતા. ધટનાનો એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે જેમાં 3 થી વધુ લોકો રાત્રે ગામમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે જેના આધારે પોલીસે તપાસ આરંભી છે.
કાનમેરમાં સામુહિક ચોરીથી પોલીસ દોડતી
હજુ ચાર દિવસ પહેલાજ રાપરના ચિત્રોડ અને જેઠાસરી,મેવાસા ગામે ૧૦ દેવ મંદિરમાં રૂ ૯૭ હજારની ચોરીનો બનાવ બન્યો હતો જે ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યા હવે ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા કાનમેર ગામે અલગ-અલગ ૮ મંદિરોમાં મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં,દાનપેટીની રકમ, પર ચોરોએ હાથ માર્યો છે. ગત રાત્રિ દરમિયાન બનેલી ઘટના બાદ ગાગોદર પોલીસ વહેલી સવારથી જ ઘટનાસ્થળે દોડી જઇ ચોરી અંગેનું પગેરું શોધવા મથામણ કરી રહી છે. ધટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં અજાણ્યા બુકાનીધારી શખ્સો રાત્રે આ ચોરીને અંજામ આપાવ માટે નિકળ્યા હોવાની બાબતો કેદ થઇ છે.તેવુ તપાસ અધિકારી પીઆઈ સેગલ એ જણાવ્યુ હતુ
મંદિરો નિશાન બનતા લોકોમાં રોષ
મારામારી,ચોરી જેવા બનાવો પણ પુર્વ કચ્છમાં વધ્યા છે. પંરતુ તાજેતરમાં જે રીતે તસ્કરો મંદિરને નિશાને બનાવી રહ્યા છે તેનાથી લોકો અને આ મંદિર પર આસ્થા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. તાજેતરમાંજ કોગ્રેસે ગુજરાત સરકાર પર મંદિર ચોરી મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા તે બાદ હવે રાપર વિસ્તારમાં ૧૮ થી વધુ મંદિરનો નિશાન બનાવાતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે મંદિર ચોરીના બનાવ બાદ આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસને અસરકારક કામગીરી માટે ટકોર કરવા સાથે મંદિર ચોરીના વધતા બનાવો અંગે રોષ વ્યક્ત કર્યો હતો
સમગ્ર ધટના ગંભીર એટલે છે એક તરફ પોલીસ મંદિર ચોરીની ધટના બાદ સક્રિય બની છે અને પોલીસ અધિકારીઓની સુચનાથી પેટ્રોલીગ સહિતની સતર્કતા પણ વધારી છે. પરંતુ તે વચ્ચે ચોરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ મંદિરોને ફરી નિશાન બનાવ્યા છે. જો કે સુત્રોનુ માનીએ તો કાનમેર ચોરીમાં પોલીસને કડી મળી છે તેના આધારે આરોપી દબોચાય તેવી શક્યતા છે. પરંતુ સમગ્ર કચ્છમાં ચોર આવા પડકારો પોલીસને ફેકે તે પહેલા સતર્કતા જરૂરી છે.