નખત્રાણામાં ખેડૂત પર હુમલો કરનાર અજાણ્યા શખ્સો અંતે પોલીસ ગીરફત માં આવી ગયા છે પોલીસે તપાસમાં ૩ લોકો ની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં ગૌચર જમીન નો કોઈ વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
નખત્રાણાના ખાંભલા નજીક વાડી જઈ રહેલા ખેડૂત પર રસ્તે ઉભા રાખી અજાણ્યા શખ્સોએ કરેલા હુમલાના ચકચારી બનાવમાં અંતે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી ત્રણ આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા છે તારીખ ૫-૧૧-૨૪ ના રોજ નખત્રાણા પોલીસ મથકે પુરુષોત્તમ પ્રેમજી નાથાણી રહે,સુપર કૈલાસ માર્કેટ નખત્રાણા વાળા એ ફરિયાદ નોંધાવી હતી ખેડૂત એ જણાવ્યું હતું કે તે પોતાની કાર લઇને વાડીએ એકલા જવા માટે નીકળ્યા હતા ત્યારે કોટડા થી ખાંભલા જતા રસ્તે એક કાળા કલરની કાર તથા અન્ય એક કારમાં સવાર લોકો એ તેને રોકી લોખંડના પાઇપ સહિતની વસ્તુઓ થી માર માર્યો હતો જેમાં ખેડૂત ને ઈજા પહોંચી હતી. ખેડૂત એ આપેલા વર્ણન મુજબ ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના અજાણ્યા લોકોએ તેને માર માર્યો હતો અને ગાડીમાંથી બહાર કાઢી મુંઢ માર મારી અપશબ્દો કહ્યા હતા જે બાબતે ખેડૂતે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તથા મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી આ કામગીરીમાં નખત્રાણા પીઆઈ એ.એમ.મકવાણા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો તો બીજી તરફ લાંબી તપાસ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ એસ.એન.ચુડાસમા થતા ટી.બી.રબારી સહિત નો બ્રાન્ચ નો સ્ટાફ જોડાયો હતો.
૩ ગુનાહિત શખ્સોની સંડોવણી !
સ્થાનિક પોલીસ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસ વડા,રેન્જ આઇજી ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ હતી ગઈકાલે માધાપર નજીક તથા અન્ય સ્થળે તપાસ કરી એલસીબીએ ૩૪ ગામો ના સીસીટીવી, નેત્રમ કંટ્રોલ ની મદદથી બંને ગાડીઓની અવરજવર થતા અન્ય સોર્સ કામે લગાડી ઓપરેશન કર્યું હતું જેમાં હુમલા સમયે હાજર અશોકસિંહ વિજયસિંહ જાડેજા રહેલી પાર્ક ગાયત્રી મંદિર જુનાવાસ માધાપર, ભરત વાલજી હિરાણી (પટેલ)રહે સરલી ,તથા કિશોર કાંતિલાલ દાતણીયા રહે રામનગરી ને પોલીસે ઝડપી પાડયા હતા આરોપી અશોકસિંહ વિજયસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ નખત્રાણા માનકુવા ભુજ માધાપર સહિતના પોલીસ મથકોએ ૧૦થી વધુ ગુન્હા નોંધાઈ ચુક્યા છે આ ઉપરાંત આરોપી ભરત હિરાણી તથા કિશોર કાંતિ દાતણીયા સામે પણ માનકુવા, ભુજ ,માધાપર પોલીસ મથકે અગાઉ ગુન્હા નોંધાઈ ચુક્યા છે.
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ગૌચર જમીનના કોઈ વિવાદમાં આ હુમલા પાછળ કારણભૂત મનાય છે. નખત્રાણા પોલીસે પણ આ મામલે તપાસમાં અન્ય સામેલ શખ્સો ને ઝડપ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો એ આપી હતી ખેડૂત પર થયેલા આ ચકચારી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો નખત્રાણા વિસ્તારમાં પડ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત પશ્ચિમ કચ્છ ની મહત્વની બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ હતી જોકે ઘટનાના આટલા દિવસો બાદ પણ આરોપીઓની ધરપકડ કરનાર એજન્સી એ હુમલાનું ચોક્કસ કારણ પ્રેસનોટમાં આપવાનું ટાળ્યું હતું..જો કે હુમલાનું સ્પષ્ટ કારણ તપાસ બાદ સામે આવશે