કચ્છમાં શિયાળાની ઠંડીનો અહેસાસ હજુ શરૂ થયો નથી પરંતુ ચોરોએ પોતાની હાજરી પુરાવી છે. તેના આગમનનો અહેસાસ કાયદાના રક્ષકોને કરાવ્યો છે. શિયાળાના આગમન પહેલાજ તસ્કરો જાણે સક્રિય થયા હોય તેમ પુર્વ કચ્છના રાપર વિસ્તારમાં ચિત્રોડ આસપાસના ૩ ગામોમાં ૧૦ મંદિરોના તાળો તોડી પોલીસને પડકાર ફેંક્યો છે.
શિયાળામા ચોરીના બનાવોમાં ઉછાળો જોવા મળે છે અને તે માટે પોલીસ પણ રાત્રી પેટ્રોલીગ સહિતની સક્રિયતા વધારી દે છે. જો કે પોલીસ સક્રિય થાય તે પહેલા તસ્કરોએ પોતાની હાજરી પુરાવી છે. પુર્વ કચ્છના રાપર પંથકમાં આવેલ ચિત્રોડ તથા જેઠા શ્રી તથા મેવાસા ગામમાં ૧૦ થી વધુ મંદિરોને નિશાન બનાવાયા છે વહેલી સવારે ગ્રામજનોના ધ્યાને આ વાત આવતા મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી ગયા હતા સાથે પોલીસને ધટના અંગે જાણ કરી હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં સામે આવ્યુ છે. કે ચિત્રોડ,મેવાસા તથા જેઠા શ્રી સહિતના ગામમાં આવેલ રામમંદિર,રવેચી મંદિર સિધ્ધાયત્રી મંદિર તથા અન્ય મંદિરોને નિશાન બનાવ્યા હતા ગોગદર પોલીસે આસપાસના સીસીટીવી તપાસવા સાથે ચોરોનુ પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી છે. હજુ સુધીની તપાસમાં કોઇ મહત્વની કડી મળી નથી જો કે ચોરીનો પ્રાથમીક આંક મેળવી પોલીસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. દાનપેટી સહિત કેટલાક મંદિરોમાંથી કિંમતી વસ્તુઓ ચોરાઇ છે. અને પ્રાથમીક તપાસમાં બુધવારે રાત્રેજ આ ચોરીની ધટનાને અંજામ અપાયો હોવાનુ અનુમાન છે, જેથી પોલીસે તપાસ હાથ ધરી છે. ધટના અંગે ઇન્ચાર્જ અધિકારી વાડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે સામુહિક મંદિર તસ્કરીનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. ચોરીનો આંકડો તથા અન્ય વિગતો સામે આવ્યા બાદ ફરીયાદ નોંધી તપાસ કરાશે હાલ પોલીસે ગામ તથા આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પગેરૂ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.જો કે એક સાથે અનેક મંદિરોમાં ચોરીની ધટનાથી આસ્થા ધરાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો મંદિરે દોડી આવ્યા હતા પોલીસ મંદિરમાંથી થયેલી ચોરીનો પ્રાથમીક આંક મેળવી તજવીજ હાથ ધરશે.