કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતા બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં મારામારી હત્યા સહિતના બનાવો ચિંતા જનક વધ્યા છે તે વચ્ચે લખપતમાં ભાજપના આગેવાન પર હુમલા નો બનાવ સામે આવ્યો છે.જેને ચકચાર સર્જી છે.
લખપતના ભાડરા નજીક આવેલ આશાપર ગામમાં ભાજપના અગ્રણી પર ગામના જ અન્ય એક શખ્શે હુમલો કરતા ભારે ચકચાર સર્જાઈ છે લખપત તાલુકા ભાજપના પ્રમુખ તથા ક્ષત્રિય સમાજ અગ્રણી વેરસલજી મોડજી તુંવર ( ભાડરા)પર જીવલેણ હુમલો કરાયો હતો આજે બપોરે ઘટેલી ઘટનામાં આશાપર ગામના જ બળવંતસિંહ સોઢાએ આ હુમલો કર્યો હતો બનાવની જાણ થતાં પોલીસ થતા આગેવાનો દોડી ગયા હતા જો કે બાદમાં ઈજાગ્રસ્ત ને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા જેથી ફરિયાદ નોંધવા માટે દયાપર પોલીસ ની ટીમ ભુજ મોકલી વધુ તપાસ શરૂ કરાઇ છે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગામમા આવેલ શિવમંદિરના પૂજારી માટે રૂમ બનાવવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ આરોપીએ ગાળાગાળી કરી બાદમાં મારામારી કરી પથ્થરથી ભોગ બનનાર ને ઇજાગ્રસ્ત કર્યા હતા.માથાના ભાગે ઇજા થતા પ્રથમ દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ રીફર કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતા દયાપર પોલીસે તપાસ શરૂ કરી હતી. દયાપર પોલીસ મથકના પીએસઆઈ કે.એ.જાડેજા એ આ બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આશાપર ગામમાં આવેલા શિવ મંદિરના પૂજારીને રહેવા માટે આગેવાન દ્વારા રૂમ બનાવવાનું કામ ચાલુ હતું દરમિયાન આરોપી આજે જ્યાં કામ ચાલુ હતું ત્યાં પહોંચ્યો હતો અને પ્રથમ મજૂરો સાથે માથાકૂટ કર્યા બાદ આગેવાન ત્યાં પહોંચતાં તેની સાથે મારામારી કરી હતી હાલ બનાવ સંદર્ભે દયાપર પોલીસની ટીમ ભોગ બનનાર આગેવાની ફરિયાદ માટે ભુજ મોકલાઇ છે.પોલીસે જેના પર આરોપ લાગ્યા છે તેવા હુમલો કરનાર ને પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે.
જો કે બનાવ બાબતે વધુ વિગતો ફરિયાદ બાદ સ્પષ્ટ થશે પરંતુ હુમલાની ઘટના એ સમગ્ર લખપતમાં ચકચાર સર્જી છે પોલીસે ઝડપી તપાસ કરી કાર્યવાહી કરી છે. પરંતુ ભાજપના આગેવાન પર હુમલાનો બનાવ સવાલો અનેક ઉભા કરે છે.