તહેવારો ના દિવસો એ સર્જાયેલી કરૂણ ઘટનાઓ એ ભારે અરેરાટી સર્જી છે એક તરફ અમરેલીમાં ૪ બાળકો કારમાં ગુંગળાઇ મૃત્યુ પામ્યા તો બીજી તરફ ઉત્તરાખંડમાં બસ ઊંડી ખીણમાં ખાબકતા 36 લોકોના મોત થયા છે.ત્યાં રાપરમાં કેનાલ માં ડૂબી જતાં ૨ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ૨ લાપતા બન્યા છે.
માડવીમાં ગઈકાલે ભાઈબીજ ના દિવસે નાહવા પડેલા પિતા પુત્રના મોતની ઘટના તાજી છે ત્યાં આજે વધુ એક ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી ૨ લોકો મોત ને ભેટ્યા છે જ્યારે અન્ય ૨ લોકો પણ ડૂબ્યા બાદ લાપતા બનતા તેની શોધખોળ શરૂ કરાઇ છે બનાવની વિગતે વાત કરી એ તો રાપર તાલુકા ના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં બપોરે એક બાળક કેનાલ માં ડૂબ્યો હતો જેને બચાવવા માટે ૪ લોકો પાણી માં પડ્યા હતા જેમાં ૨ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.લાપતા બનેલા લોકો ને શોધવા માટે સ્થાનીક લોકો દ્રારા શોધખોળ શરૂ કરાઇ હતી જે બાદ ૨ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક તમામ ની ઓળખ થઈ ગઈ છે પરપ્રાન્તિય મૃતકો પરિવાર સાથે કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા બનાવની જાણ થતાં..રાપર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી હતી તો અન્ય સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.પ્રથમિક તપાસમાં મરણ જનારમાં શેરસિંગ બાબુભાઇ મુસ્લિમ ઉ.૪૦ અનુજા કલુખાન જોગી મુસ્લિમ ઉ.૧૭ ના મરણ થયાં હતા જ્યારે શબીર કલુખાન જોગી મુસ્લિમ ઉ.૨૧,સબાના મોસમ જોગી ઉ .૨૬ તમામ રહે .લખમણગઢ જિ.અલવર રાજસ્થાન હજુ પણ લાપતા છે. કપાસ વિણવા માટે આવેલા પરિવારનો બાળક ડૂબ્યા બાદ તેને બચાવવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે ની જાણ થતાં રાપર પીઆઇ જે.બી.બુબડીયા હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી હેડ કોન્સ્ટેબલ મનહર ચૌધરી પ્રકાશ ચૌધરી ધટના સ્થળ પર પહોંચી ગયા હતા. તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા તથા નાયબ મામલતદાર સહિત નો સ્ટાફ દોડી ગયો હતો અને લાપતા બે લોકોની શોધખોળ હાથ ધરી હતી. ભચાઉથી રાહત બચાવ માટે નિષ્ણાત ની ટીમ બોલાવાઈ છે જેથી શોધખોળ વેગવંતી બનાવી શકાય. બનાવને પગલે રાપર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે હજી ગઈકાલે જ માંડવીમાં ડૂબવાથી ૨ લોકોના મોત થી અરેરાટી ફેલાઈ હતી પોલીસે રાહત બચાવ સાથે બનાવની વધુ તપાસ હાથ ધરી છે જે બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. થોડા દિવસ પહેલા પણ વાગડ વિસ્તારમાં કેનાલમાં ડૂબી જવાથી મોત ની ઘટના બની હતી.૨૩ ઓકટોબરે બનેલા બનાવમાં ખારોઈ નજીક પિતા પુત્રના કેનાલમાં ડૂબવાથી મોત થયા હતા.