કચ્છમાં સસ્તા સોનાના નામે ઠગાઇ કરતી અનેક ટોળકીઓ સક્રિય છે અને તે કચ્છ કે ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન,મુંબઇ સહિત અન્ય રાજ્યોમાં પણ હવે કુખ્યાત છે. લોકોની લોલચનો લાભ લઇ આવી ટોળકી નવી-નવી યોજના બનાવી લોકોને ઠગે છે.જો કે દિવાળી પહેલા ભુજ એલસીબીએ આવાજ એક પ્રયાસને નિષ્ફળ બનાવી સોના જેવા દેખાતા પિતળના બિસ્કિટ સાથે ઠગને ઝડપી પાડ્યો છે.
ભુજમાં સસ્તુ સોનું વહેંચવાની યોજના સાથે છેંતરવાના ઈરાદે નીકળેલા ઠગબાજને પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પીતળ જેવી ધાતુના 16 નંગ બિસ્કીટ જેવા દેખાતી વસ્તુ સાથે ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ સાથે એક શખ્સ ભુજમાં ફરી રહ્યો છે જેથી બાતમી વાડી જગ્યાએ જઇ અગાઉ પણ આવી પ્રવૃતિમાં સંડોવાયેલ ઠગબાજને ઝડપી પડાયો હતો.અને વધુ કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમા તથા પીએસઆઇ ટીબી રબારીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા,રણજીતસિંહ જાડેજા, મહીપાલસિંહ રાજપુરોહીત તથા સુનીલ પરમાર વગેરે જોડાયા હતા.બાતમી આધારે કરાયેલી આ કાર્યવાહીમાં ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જદોડરના અને હાલે માધાપર કેસરબાગ સોસાયટીમા રહેતો અમીતકુમાર અમૃતલાલ સોની પોલીસના હાથે ઝડપાયો હતો જેની તપાસ કરતા તેની પાસેથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ મળી આવ્યા હતા. ઝડપાયેલો શખ્સ નકલી સોનાના બિસ્કિટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદો ધરાવતો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ હતુ. ભુજમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી ના અનેકવિધ ગુનામાં પણ અગાઉ પણ પોલીસના હાથે ઝડપાયેલા શખ્સની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.ઝડપાયેલ આરોપી થોડા સમય પહેલાજ જેલમાંથી મુક્ત થયો હોવાનુ પણ સપાટી પર આવ્યુ છે.
આરોપી અગાઉ નકલી નોટ તથા આજ રીતે નકલી સોનુ પધરાવવાના કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. વર્ષ 2021માં જ તેની સામે પ્રોહિબીશન તથા ઠગાઇના બે કિસ્સા ભુજ બી-ડીવીઝન તથા વિસનગર પોલીસ મથકે નોંધાયા હતા જો કે તે વધુ કોઇને શિકાર બનાવે તે પહેલાજ તે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો છે.ત્યારે તેની તપાસમા શુ નિકળે છે. તે જોવુ રહ્યુ…જો કે સસ્તુ સોનુ લેવાની લાલચમાં લોકોને ઠગવાના કચ્છના આવા નામચીનોના કારનામાં જુના છે તેવામાં લોકો પણ પોલીસની વારંવારની અપિલ પછી જાગૃત બની આવી સસ્તી વસ્તુ મેળવવાની લાલચમા ઠગાઇ ન જાય તે માટે જાગૃત બને