Home Crime કચ્છમાં કામ કરી ગયેલો પંજાબી શખ્સ ૨૩ લાખના હેરોઈન સાથે ઝડપાયો !

કચ્છમાં કામ કરી ગયેલો પંજાબી શખ્સ ૨૩ લાખના હેરોઈન સાથે ઝડપાયો !

6120
SHARE
કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ધુસાડવાના પ્રયાસો બિનવારશુ ડ્રગ્સ મળવાના મામલા અગાઉ કચ્છમા બની ગયા છે. તે વચ્ચે કચ્છમા મોંધુ ડ્રગ્સ ધુસાડવાનો વધુ એક પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. અગાઉ પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન બ્રાન્ચ તથા અન્ય એજન્સીઓએ સાથે મળી પંજાબના તરનતારન વિસ્તારના પેડલરોનો કચ્છમાં ડ્રગ્સ ધુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો
કચ્છમા તાજેતરમાંજ ડ્રગ્સ મુદ્દે ભારે રાજકીય ધમાસાણ ચાલી રહ્યુ છે. એક તરફ પુર્વ કચ્છમાંથી કરોડો રૂપીયાનુ બિનવારશુ હેરીઇન પ્રકારનુ મોંધુ ડ્રગ્સ ઝડપાઇ રહ્યુ છે ત્યા બીજી તરફ એમ.ડી ડ્રગ્સ સહિતની બદ્દીઓ કચ્છમા ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે તે વચ્ચે ‘નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ’ કમ્પેઈન હેઠળ માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે એક ઈસમને એસ.ઓ.જી.ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યો છે.એસ.ઓ.જી.ટીમના પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ પુરોહિત તથા ધર્મેન્દ્રસિંહ સોઢાને મળેલ ખાનગી બાતમી અન્વયે સામખીયાળી ટોલ પ્લાઝાથી સામખીયાળી ગામ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર આવેલ પીકઅપ સ્ટેન્ડ ઉપર પરગટસિંગ સુલેખસિંગ (રહે.તરણતારણ પંજાબ)ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી વેચાણ કરવાની પેરવીમાં હોવાની જાણકારી આધારે રેઈડ કરતાં તેની પાસેથી હેરોઈન ૪૭.૮૩૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૩,૯૧,૫૦૦નો મુદ્દામાલ મળી આવેલ જેથી તેની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન ૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ એમ કિ.રૂા.૨૪,૦૧,૫૦૦નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અમૃતસર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધાયેલ છે. જો કે આરોપી પરગટસિંગ કોને માલ આપવા માટે આવ્યો હતો તેની તપાસમાં હજુ વધુ લોકોની સંડોવણી ખુલી શકે છે જો કે કચ્છમા તે નશાના સામાન પહોંચાડે તે પહેલા તે ઝડપાઇ ગયો છે
આજ વિસ્તારના તાર અગાઉ કચ્છ સાથે જોડાયા હતા
અગાઉ તે કચ્છમાં ખેપ કરી ગયો છે કે નહી તે તપાસ પણ અગત્યની રહેશે અગાઉ પંજાબના ડ્રગ્સ માટે જાણીતા વિસ્તારમાંથી પચ્છિમ કચ્છમાં ડ્રગ્સ ધુસાડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે ફાયરીંગ કરી કારમાંથી લાખો રૂપીયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો સાથે તેની તપાસ પંજાબ સુધી કરી કચ્છમાં નેટવર્ક ઉભુ કરવાના ડ્રગ્સ પેડલરોના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતુ પુર્વ કચ્છમાં તાજેતરમાંજ કરોડો રૂપીયાનુ બિનવરાશુ હેરોઇન ઝડપાયુ હતુ તેવામાં હવે હેરોઇન સાથે એક શખ્સ પોલીસના હાથે લાગ્યો છે ત્યારે હેરોઇન જેવા મોંધા ડ્રગ્સના તાર કચ્છમા ક્યા-ક્યા જોડાયેલા છે. તેની તપાસ અગત્યની રહેશે અગાઉ તરનતારન વિસ્તારનાજ શખ્સો કચ્છમાં ડ્રગ્સની ખેંપ માટે આવ્યા બાદ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા
અગાઉ કચ્છમાં નોકરી કરી ગયો
ઝડપાયેલ પરગટસિંગ સુલેખસિંગ (રહે.તરણતારણ પંજાબ) કચ્છના ગાંધીધામમા ડ્રાઇવર તરીકે કામ કરી ગયો હોવાની વિગતો પણ સપાટી પર આવી છે જેથી પુર્વ કચ્છથી તે પરિચીત છે. તેની તપાસ દરમ્યાન ટ્રેનની ટીકીટ પણ મળી આવી છે જો કે ગાંધીધામ ગયા બાદ તે સામખીયાળી પહોચ્યો હતો કે સામખીયાળી જ ઉતરી ગયો હતો તે તપાસનો વિષય છે. જો કે પોલીસે સચોટ બાતમી આધારે બસ સ્ટેશન પીકઅપ પોઇન્ટમાંથી તેને ઝડપી પાડ્યો છે જો કે તેની તપાસમાં મહત્વની કડી પોલીસને મળી શકે છે.