કચ્છમા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતા બનાવો સતત વધી રહ્યા છે મારામારી-હત્યા જેવા બનાવો સામાન્ય બન્યા છે. બે દિવસ પહેલા હજુ ગાંધીધામમાં આડાસંબધમા એક યુવાનની હત્યાનો બનાવ તાજો છે ત્યા લખપતના મીઢિયારીમાં આડાસંબધમાં માસીયાઇ ભાઇએજ ભાઇની નિર્મમ હત્યા કર્યાનો બનાવ પ્રકાશમા આવ્યો છે.જેને લઇ પોલીસ દોડતી થઇ છે.
પોલીસનુ સતત કોબીંગ,ગુન્હેગારો પર કાર્યવાહી અને કાયદો વ્યવસ્થા જાળવવાના પ્રયાસો વચ્ચે ગુન્હાખોરી પર અંકુશ આવી રહ્યો નથી ગાંધીધાધમા દેશલપરના યુવાનની ઢોર માર મારી હત્યાનો બનાવ હજુ તાજો છે. ત્યા લખપતના મીઢિયારીમાં 30 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેની પાછળ પણ આડાસંબધો કારણભુત હોવાનુ પ્રાથમીક રીતે સપાટી પર આવ્યુ છે. બનાવ આજે વહેલી સવારે પ્રકાશમા આવ્યો હતો. જેમાં લખપતના મીઢિયાંરી ગામના અબ્દુલ સીદ્દીક સોઢાની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી જે બાબતે નારાયણ સરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકના તપાસનીશ અધિકારી પટેલે માહિતી આપતા જણાવ્યુ હતુ. કે મરણનજાર અબ્દુલ તથા તેનો માસીયાઇ ભાઇ મિઢિયારીમાં મગફળીના ખેતરમા ભેગા થયા હતા ગઇકાલે રાત્રે બન્ને વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી અને ઝધડો થયા બાદ તિક્ષ્ણ હથિયારના ધા મારી અબ્દુલાની હત્યા કરી દેવાઇ હતી.મૃત્દેહને હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં મરણજનાર અબ્દુલાની પત્ની સાથે તેના માસીયાઇ ભાઇ સલીમ જુમા થુડીયા રહે.જુણાગીયા સાથે આડાસંબધો હતા. જે બાબતને લઇને બન્ને વચ્ચે ઝધડો થયા બાદ તે વાતનુ મનદુખ રાખી અબ્દુલાની તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા કરી દેવાઇ હોવાનુ પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે..અબ્દુલની ઘાતકી હત્યાના બનાવની જાણ થતા ગામના અને સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.મૃત્ક બે સંતાનો ધરાવે છે. બનાવ સંદર્ભે મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને હત્યામાં જેની સામેલગીરી દર્શાવાઇ છે. તે આરોપીને પણ રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જો કે પોલીસની તપાસ અને ફરીયાદના આધેર આરોપીની પુછપરછ બાદ હત્યાનુ કારણ વધુ સ્પષ્ટ થશે.તહેવારો સમયે ગાંધીધામ બાદ લખપતમા હત્યાનો બનાવ સામે આવતા પોલીસ વિભાગમા દોડધામ મચી હતી. તો લખપત પંથકમા હત્યાના બનાવે ચકચારી સર્જી છે. પોલીસે હાલ ફરીયાદ નોંધવાની તજવીજ સાથે વધુ તપાસ આરંભી છે.