મુન્દ્રાના પુર્વ સરપંચ અને અગાઉ ભાજપનાજ મુન્દ્રાના આગેવાન ધમેન્દ્ર જેસરના ઘરે જઇ તેને માર મારનાર ભાજપના આગેવાન સામે અંતે ફરીયાદ નોંધાઇ છે શનિવારે રાત્રે બનેલી આ ધટનામા ચુંટણીની જુની અદાવત કારણભુત પોલીસે નરેન્દ્રસિંહ પરમાર ઉર્ફે લાલુભા તથા અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી
મુન્દ્રાના જુની પોસ્ટ ઓફીસ ડેલી પાસે રહેતા એડવોકેટ અને ભાજપનાજ પુર્વ આગેવાન ધમેન્દ્ર જેસર પર ગઇકાલે થયેલા હુમલાની ભાજપ પરિવાર તથા સમગ્ર કચ્છમાં ચર્ચા છે. ગઇકાલે ધટનાના થોડા સમયમાંજ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં મુન્દ્રા શહેર ભાજપના ઉપપ્રમુખ એવા નેરેન્દ્રસિંહ પરમાર ઉર્ફે લાલુભા ધમેન્દ્ર જેસરના ઘરે અન્ય એક વ્યક્તિ સાથે જાય છે. જેના હાથમાં હથિયાર છે. બાદમા ઘરમાં પ્રવેશ કરવાના પ્રયત્ન વચ્ચે ધમેન્દ્ર જેસરને તેના ઘરના દરવાજા પાસેજ લાફા મારી ધમકી આપી ત્યાથી ફરાર થઇ જાય છે ધટનાની જાણ થતા આસપાસના લોકો પણ દોડી આવે છે. મોડી રાત્રે જ ધમેન્દ્ર જેસર એ આ અંગે મુન્દ્રા પોલીસ મથકે ફરીયાદ માટે અરજી આપી હતી. જે બાબતે મુન્દ્રા પોલીસે નરેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા તથા અજાણ્યા શખ્સ સામે મારમારી,ધમકી,ગુન્હાહીત અપપ્રવેશ,ગાળાગાળી તથા મદદગારી સહિતની કલમો તળે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ધમેન્દ્ર જેસર ગત નગરપાલિકાની ચુંટણી સમયે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, ભાજપનાજ પુર્વ આગેવાન પર ભાજપના જવાબદાર આગેવાને હુમલો કરતા ભાજપ શોભનીય સ્થિતીમા મુકાયુ છે. અને ભાજપની નીતી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ફરીયાદ અને પ્રાથમીક તપાસ બાદ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે અગાઉ ચુંટણી બાબતનુ જુનુ મનદુખ આ મારામારી પાછળ કારણભુત હોઇ શકે છે. ફરીયાદ નોંધી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યાર બાદ કારણ વધુ સ્પષ્ટ થશે અગાઉ કિશોરસિંહ પરમાર જે મારમારી કરનારના કુંટીંબી થાય છે તથા ધમેન્દ્ર જેસર સામે-સામે ચુંટણીમા ટકરાયા હતા. જો કે શનિવારે ઘરમાં જઇને મારામારીનો આ બનાવને સભ્ય સમાજે પણ વખોડ્યુ હતુ.