Home Crime તરણતારન ના ‘તાર’ હવે મુન્દ્રામાં.. ૩૨.૪૭ લાખના કોકેઇન સાથે એક ઝડપાયો !

તરણતારન ના ‘તાર’ હવે મુન્દ્રામાં.. ૩૨.૪૭ લાખના કોકેઇન સાથે એક ઝડપાયો !

1338
SHARE
કચ્છમાં ડ્રગ્સ ની હેરફેર વધી છે જેને પૂર્વ પશ્ચિમ કચ્છ પોલીસ ની બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ નિષ્ફળ બનાવી રહી છે મુન્દ્રમાંથી કિંમતી કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો.રિમાન્ડ મેળવવા તજવીજ
સરહદી વિસ્તાર કચ્છ પાછલા કેટલાક વર્ષોથી જાણે ડ્રગ્સ માફિયાઓ માટેનું સ્વર્ગ બની ગયું છે. અને તેથી જ છાશવારે કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી કચ્છ અને કચ્છ બહાર ડ્રગ્સ ધુસાડવાના સતત પ્રયત્નો થઇ રહ્યા છે.જો કે ન માત્ર દરિયાઈ માર્ગે પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષની વાત કરવામાં આવે તો કચ્છમાં અન્ય રીતે પણ ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્ન ડ્રગ્સ માફિયાઓ દ્રારા થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને તરણતારન કનેકશન ધરાવતા આરોપીઓના કબ્જામાંથી મોટી માત્રામાં પૂર્વ તથા પશ્ચિમ કચ્છ દ્વારા ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવાના કેટલાય મામલાઓ સામે આવ્યા છે ભુજના નળ સર્કલ નજીકથી પશ્ચિમ કચ્છ એલસીબી તથા એસ.ઓ.જી એ કરેલી કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં તરણતારન કનેકશન ધરાવતા આરોપીઓના કબજામાંથી મોટી માત્રામાં મોંધા પ્રકારના માદક પ્રઃઆર્થો જપ્ત થઇ રહ્યા છે. તાજેતરમાં જ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બે મહિલા સહિત ચાર શખ્સોને ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે હવે વધુ એક કારસ્તાન પશ્ચિમ કચ્છના મુન્દ્રા માંથી સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવ્યુ છે.બનાવની વિગતે વાત કરીએ તો કચ્છમાં લાંબા સમયથી ડ્રગ્સ ધુસાડવાના થયેલા પ્રયત્નો વચ્ચે પોલીસની ખાસ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ પણ આ પ્રવૃત્તિ અટકાવવા માટે પ્રયત્નશીલ છે તે વચ્ચે મુન્દ્રા પોલીસે બાતમી આધારે ૩૨.૪૭ ગ્રામ કોકેઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમા કિંમત ૩૨.૪૭ લાખ થવા જાય છે તે જપ્ત કર્યુ છે. મૂળ તરણતારન પંજાબના અને મુન્દ્રાની દેવાંગ ટાઉનશીપ શ્રી નગર વિસ્તારમાં રહેતા કુલદીપસિંગ સવિન્દ્રસિંગ મજબી (શીખ)ની ધરપકડ કરી છે મુન્દ્રા પોલીસ ને શનિવારે રાત્રે મળેલી બાતમી આધારે મુન્દ્રા ટાઉનમાં આ કાર્યવાહી કરવા માં આવી હતી જેમાં શંકાસ્પદ શખ્સ કુલદિપસિંગ ઝડપાયા બાદ તેનું એફએસએલ પરીક્ષણ કરાતા આ જથ્થો કોકેઇન હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.પોલીસે કોકેઇનના જથ્થા સહિત લિખોનો મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જેની તપાસમાં આરોપી કેટલા સમયથી આ રીતે મુન્દ્રા વિસ્તારમાં ડ્રગ્સની હેરફેર કરી રહ્યો છે. તથા અત્યાર સુધી કોને કોને ડ્રગ્સનો જથ્થો આપ્યો તે સહિતની તપાસ રિમાન્ડ દરમિયાન પોલીસ હાથ ધરશે.તેની ઉંડી તપાસમાં મહત્વની વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે. જેથી સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જોકે મહત્વની વાત એ પણ છે કે આ કિસ્સામાં પણ આરોપીનુ કનેકશન તરણતારન હોવાનુ ખુલ્લુ છે. કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ઠુંમર તથા એ.એસ.આઈ. દિનેશ મનુ ભટ્ટી, પો.હેડ કોન્સ.રોહીતગીરી મગનગીરી ગુંસાઈ, પો.હેડ કોન્સ. વિજય હીરા બરબસીયા, પો.હેડ કોન્સ.દર્શન રઘુ રાવલ, પો.હેડ કોન્સ. ભરત ભારમલ ચૌધરી, પો.હેડ કોન્સ. સંજય માનસંગ ચૌધરી, પો.હેડ કોન્સ.મથુરજી બચુજી કુડેચા, પો.હેડ કોન્સ. દિનેશ ચંદુ ગોહેલ, પો.કોન્સ. મુકેશ જેતા ચૌધરી તથા ડ્રા.પો.હેડ કોન્સ.રમેશ ધુડા ચૌધરી એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. વધુ તપાસ કોડાય પોલીસના અધિકારી વાઘેલા ચલાવી રહ્યા છે.