Home Crime રાપર તાલુકાના સરહદી કુડા-લોંદ્રાણી નજીકથી શંકાસ્પદ શખ્સ ઝડપાયો

રાપર તાલુકાના સરહદી કુડા-લોંદ્રાણી નજીકથી શંકાસ્પદ શખ્સ ઝડપાયો

1413
SHARE
પૂર્વ કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રણ વિસ્તાર કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે કુડા બી.એસ.એફ. બી.ઓ.પી. થી લોદ્રાણી. રાપર તરફ જતા આશરે ૩૦૦ મિટર જેટલા અંતરે એક શંકાસ્પદ ઇસમ કાળા કલરની કોલેજ બેગ સાથે લોદ્રાણી તરફ જતો જોવા મળેલ જે ઇસમને તેનુ નામ પુછતા દિનેશ લક્ષ્માનન તેવર રહે. થેની. તમીલનાડુ વાળો હોવાનું જણાવેલ .જે ઇસમને તેની આ જગ્યાએ હાજરી અંગે પુછતા સંતોષકારક જવાબ આપેલ ન હોઇ. જેથી આ ઇસમની હિલચાલ શંકાસ્પદ જણાતા શખ્સને આગળ જે જગ્યાએ જવુ હોઇ ત્યા ઉતારી દેશુ તેવુ જણાવતા તે અમારી સાથે બોલેરોમાં બેસવા તૈયાર થયેલ અને મજકુર ઇસમને યુક્તિ-પ્રયુક્તિનો ઉપયોગ કરતા વાતચીતમાં વ્યસ્ત રાખી બાલાસર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવેલ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ. પ્રકાશભાઇ દેલહાણીયા પોલીસ હેડ કોન્સટેબલ ફરજ પર હાજર હોઇ જેઓએ ઉપરોક્ત ઇસમની શંકાસ્પદ હિલચાલ સ્થિતીમાં મળી આવેલ તથા કાળા કલરનો V-ONE કંપનીનો ખાના વાળા કોલેજ બેંગ ની ચકાસણી કરતા બેગમાંથી અનેક વસ્તુઓ મળી આવી હતી. સફેદ કલરના નોટબુક પાના પર ભારતીય ક્ષેત્રના અંગ્રેજીમાં ધોળાવિરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર, દેશલપર, વમોટી, તેમજ પાકિસ્તાની ક્ષેત્રના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિત પાકિસ્તાનનો દર્શાવતો હાથથી બનાવેલ નકશો ભારતીય પાસપોર્ટ PERIYASAMY DINESH LAKSHMANAN રહે- ૧૧/૧૦ મીન નગર, ચિન્નામાનુર, થેની તામીલનાડુના નામનો તથા પાનકાર્ડ નંબર ઓરીજનલ ઝેરોક્ષ નકલ આધાર કાર્ડ દોરી જેની લંબાઇ આશરે – ૨૪ ફુટ એચ. ડી.એફ.સી. કંપનીનું ઇન્ડીસોફ્ટ પ્લેટેનીયમ ઇન્ટર નેશનલ ડેબીટકાર્ડ નાની કાતર.સીટી યુનિયન બેંકનું પ્લેટેનિયમ ડેબીટ કાર્ડ ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ (તમીલનાડુ) રેલ્વેની ચેન્નઇ થી છત્રપતિ શિવાજી મહા. ટર્મિ.મુંબઇ રેલ્વે પ્લેટફોર્મ ટીકિટ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ તથા મુંબઇ સુરેન્દ્રનગર સુધીની વેસ્ટર્ન રેલ્વે ટીકિટ. તમીલનાડુ સરકારી બસની ટીકિટ સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી જેથી આ શંકાસ્પદ લાગતા શખ્સ પાસેથી મળી આવેલ કોલેજ બેગમાંથી શંકાસ્પદ ચિજવસ્તુઓ તેમજ પોતાની હાજરી બાબતે સંતોષકારક વિગત જણાવતા ઇસમની યોગ્ય પોલીસ તપાસ થવા બાલાસર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો આ શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સ ને સ્ટેટ ઇન્ટેલિજન્સ દ્વારા ઝડપી પાડવામાં આવતા બોર્ડર રેન્જ આઈ.જી જે.આર.મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા બાલાસર પી.એસ.આઇ વી. એ.ઝા એસઓજી પીઆઇ ગુડ રાપર પીઆઈ વી.કે.ગઢવી રાપર સીપીઆઇ જે બી બુબડીયા એસઓજી પીએસઆઇ એમ.એમ.ઝાલા સહિત ના તમામ પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ એજન્સીઓ એ તપાસ હાથ ધરી પુછપરછ આરંભી હતી આ શખ્સ ને વધુ તપાસ હાલ ચાલુ છે ત્યાર બાદ વધુ વિગતો સામે આવે તેમ છે