Home Social કચ્છની પાલિકાઓમા સ્થાન માટે છેલ્લી ધડીએ ધમપછાડા! ભુજ માટે તો ભારે થઇ

કચ્છની પાલિકાઓમા સ્થાન માટે છેલ્લી ધડીએ ધમપછાડા! ભુજ માટે તો ભારે થઇ

2983
SHARE
આવતીકાલે ગુજરાતની સાથે કચ્છની પાંચ નગરપાલિકાઓમાં નવા પ્રમુખ સહિત નવી ટીમની સંભવત રચના થવાની છે તે પહેલા પોતાના મનગમતા ઉમેદવારને પ્રમુખ તથા અન્ય મહત્વના હોદ્દાઓ મળે તે માટે છેલ્લી ધડી સુધી લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એમ કહીએ કે ધમપછાડા થઇ રહ્યા છે તો અતીસયોક્તી નથી પ્રદેશ ભાજપે કરેલી જાહેરાત બાદ ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણો બદલાયા છે ત્યારે હવે પછીના અઢી વર્ષ નગરપાલિકાઓમાં પોતે નહી તો પોતાના નજીકના વ્યક્તિ ગોઠવાઈ જાય તેવા પ્રયત્નો હવે અંતિમ ધડીએ થઇ રહ્યા છે જેના માટે આજે છેલ્લે સુધી નેતાઓ ધમપછાડા કરતા જોવા મળ્યા હતા તો ભુજમા તો કાઉન્સીલરો તથા તેના નજીકના સમર્થકો સમાજના લોકો સહિતના આગેવાનો આજે ગોઠવાઇ જવાની શક્યતાએ દાવપેચ લગાવતા નજરે પડ્યા હતા ભુજ,મુન્દ્રા,ગાંધીધામ માટે ખાસ દોડાદોડી જોવા મળી હતી
ભુજ માટે એક કાઉન્સીલરની રાજહઠ? 
ખાસ કરીને ભુજ બેઠકની વાત કરીએ તો ભુજ નગરપાલિકામાં મહિલા અનામત પ્રમુખ પદ માટે છેલ્લી ઘડીએ પોતાના વ્યક્તિને સ્થાન મળે તે માટે કેટલાક લોકો રીતસરના ધમપછાડા કરતા નજરે પડ્યા હતા આ બેઠક માટે લાંબા સમયથી પ્રમુખ સ્થાન માટે રાજપુત સમાજ માંથી પ્રતિનિધિત્વ કરતા બે મહિલા કાઉન્સીલરો માંથી એકનું નામ લગભગ નક્કી મનાય છે અને કારોબારી ચેરમેન માટે બે ક્ષત્રિયમાંથી એક નક્કી મનાતા હતા પરંતુ હવે પ્રમુખ માટે એક ક્ષત્રિય કાઉન્સીલરને પ્રમુખ પદ્દ મળે મળે તે માટે ભુજ પાલિકાના એક વર્તમાન અને થનગનીયા હોદ્દેદારે ભુજમા રહેતા એક મોટા નેતાના ઘરે રીતસર પડાવ નાંખ્યો હતો અને એમ કહીએ કે રાજહઠ પકડી હોવાનુ ચર્ચાય છે જો કે તે આગેવાનને જો સ્થાન મળે તો અન્ય હોદ્દાનુ જ્ઞાતીગત સમિકરણ વિખાય તેમ છે હાલ ભુજ માટે 3 જ્ઞાતિના 5 મહિલા દાવેદારો વચ્ચે છેલ્લી ધડીના પ્રયાસો ચાલુ છે જેના માટે ધારાસભ્ય સહિતના નેતાઓને મનામણા રીસામણા ચાલી રહ્યા છે
અન્ય બેઠકો માટે પણ ખેંચતાણ !
તો કચ્છની 5 પૈકી ભુજમા જે રીતે રસાકસી ભર્યો માહોલ છે તેવી જ સ્થિતી મુન્દ્રા માટે છે મુન્દ્રામા ધારાસભ્યના નજીકના અને કચ્છના અન્ય એક મોટા નેતાના જુથ્થ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે તો પુર્વ ધારાસભ્યના નજીકના એક વ્યક્તિ લગભગ નક્કી મનાય છે પણ ખેંચતાણ ચાલુ છે તો અંજાર ,ગાંધીધામ માટે પણ નેતાઓ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે જો કે આવતીકાલે બપોર પહેલા ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ જશે પરંતુ હાલ કેટલાક નેતાઓ અઢી વર્ષના રાજકીય ગણિત સાથે પોતાના પુરા પ્રયત્ન કામે લગાવી રહ્યા છે હવે તેમનુ કેટલુ હાલે તે જોવુ રહ્યુ
આ નામોમાંથી લગભગ નક્કી મનાય છે
ભુજની વાત કરીએ તો લગભગ રશ્મીબેન સોલંકી અથવા મનિષા સોંલકીના નામ લગભગ નક્કી છે જો કે ભુજના અન્ય બે મહિલા ક્ષત્રિય આગેવાન હિનાબા ઝાલા,કિષ્નાબા જાડેજા તથા બિંદીયા ઠક્કર રેસમા છે જો કે પ્રમુખ માટે ક્ષત્રિય આવે તો અન્ય હોદ્દાના ગણિત પણ બદલાઇ શકે તો બીજી તરફ મુન્દ્રાની વાત કરીએ તો રચનાબેન પ્રણવ જોષી નુ નામ મોખરે છે પુર્વ મંત્રી સહિતના અન્ય નેતાના તે નજીક છે તો બીજી તરફ બીજુ જુથ્થ ઉર્મીલાબેન ગઢવી મોહિનીબેન ચુડાસમાના નામ માટે પણ લોબિંગ કરી રહ્યુ છે તો અંજાર માટે 3 નામો વચ્ચે રસાકસી છે જેમા જયેન્દ્રસિંહ જાડેજા,અનિલ પંડ્યા અને વૈભવ કોડરાની વચ્ચે રસાકસી છે તો ગાંધીધામ માટે લગભગ બે નામો પૈકી તેજસ સેઠ અને સંજય ગર્ગના નામ પૈકી એક નામ નક્કી છે તો માંડવીની વાત કરીએ તો હરેશ વિંઝોડાનુ નામ લગભગ છે અથવા એવુ પણ બને કે ફરી મહિલાને અહી તક અપાય તો ભારતીબેન હરેશ વાડા તથા ચેરમેન તરીકે ગીતા રાજગોરનુ નામ ચર્યામા છે
જો કે ભાજપમા છેલ્લી ધડીએ ગમે તે થઇ શકે એટલે કદાચ વિવાદ વચ્ચે કોઇ નવુ નામ આવે તો પણ નવાઇ નહી જો કે પ્રમુખની સાથે અન્ય મહત્વના હોદ્દા માટે પણ ખેંચતાણ ચાલુ જ છે.