Home Current અધ્યક્ષની રેસમાં આગળ નિમાબેનને અંતે સરકારે વિધાનસભા અંદાજ સમિતિના ચેરમેન બનાવ્યા..

અધ્યક્ષની રેસમાં આગળ નિમાબેનને અંતે સરકારે વિધાનસભા અંદાજ સમિતિના ચેરમેન બનાવ્યા..

1364
SHARE
વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં સારા માર્જીનથી જીત પછી વાસણભાઇ સાથે મંત્રી પદ્દમા કચ્છના ધારાસભ્ય નિમાબેન આચાર્યનુ નામ પણ ચર્ચામાં હતુ. જો કે સરકારે ફરી મંત્રી પદ્દ માટે વાસણભાઇ પર પંસદગી ઉતારી ત્યાર બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ નિમાબેનનુ નામ ચર્ચામાં હતુ પરંતુ દક્ષિણ ગુજરાતના જુથે ગર્ભિત વિરોધ્ધ કરતા નિમાબેનનુ પત્તુ કાપી રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષ બનાવ્યા. ત્યારે કચ્છમાં ધારાસભ્ય જુથના કાર્યક્રરો દ્રારા ધારાસભ્ય નિમાબેનને અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરાતા, હવે સરકારે તેમને ફરી તેમનુ જુનુ સ્થાન આપી અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.

શુ છે અંદાજ સમિતિનુ કામ 

જાહેર અંદાજ સમિતિનુ કામ સરકારની યોજનાઓનુ અમલીકરણ યોગ્ય રીતે થાય તે જોવાનુ હોય છે. જો કોઇ વિભાગે યોગ્ય કામ ન કર્યુ હોય તો જાહેર અંદાજ સમિતિ તે વિભાગના અધિકારીઓને બોલાવી તેમનો ખુલાસો પુછે છે અને જે તે યોજનાઓનુ યોગ્ય અમલીકરણ થાય તેના પર દેખરેખ રાખે છે. નિમાબેન સહિત આ સમિતિમાં ભાજપ અને કોગ્રેસના કુલ્લ 12 સદસ્યોની નિયુક્તી આજે સરકાર દ્રારા કરાઇ છે. જાહેર અંદાજ સમિતિ પોતાનો રીપોર્ટ સરકારમાં રજુ કરે છે. અને તેના આધારે રાજ્ય સરકાર નવી નિતિઓ બનાવે છે. જે તે વિભાગ દ્રારા કામમાં ક્યાક અધુરાશો હોય તો તે અંગે તેમના રીપોર્ટ આધારે સરકાર કામ કરે છે. જો કે એ જોવુ મહત્વનુ રહેશે કે સ્થાનીક નગરપાલિકા પાસેથી યોગ્ય કામ ન કઢાવી શકનાર ધારાસભ્ય સરકારી યોજનાઓના અમલીકરણની યોગ્ય દેખરેખ કેવી રીતે કરશે?

નિમાબેનને ફરી અન્યાય

સતત વિપરીત સંજોગોમાં સારા માર્જીન સાથે ચુંટાઇ આવતા ધારાસભ્ય નિમાબેન આચાર્યને એક સમિતીમાં ચેરમેન તરીકે સ્થાન અપાયુ તેનાથી તેમના સમર્થકોમાં ક્યાક હજુ પણ તેમને અન્યાય થયો હોય એવી લાગણી ઘુંઘવાઇ રહી છે. પ્રોટેમ્પ્ટ સ્પીકર તરીકે વિધાનસભા ગૃહને ચલાવીને નિમાબેને પોતાની રાજકીય કુનેહ દર્શાવી છે. તો વ્યવસાયે તેઓ તબીબ હોઇ ઉચ્ચ શિક્ષિત લાયકાત ધરાવે છે. આ ઉપરાંત તેઓ સતત પાંચમી વખત વિધાનસભામાં ચુંટાઇ આવનાર કચ્છના એકમાત્ર મહિલા નેતા  હોવા છંતા ક્યારેક તેમના કોગ્રેસી ગૌત્ર તો ક્યારેક કચ્છ ભાજપની આંતરીક જુથબંધીનો ભોગ બનતા રહ્યા છે. આવા સંજોગોમાં તેમને કેબીનેટ કક્ષાનુ  સ્થાન વર્તમાન સરકારમાં મળ્યુ હોય તો તે માત્ર તેમનેજ નહી પણ કચ્છ જિલ્લાને પણ ન્યાય મળ્યો ગણાત. ભાજપનો ગઢ ગણાતા કચ્છમાં અત્યાર સુધી ભાજપ સરકારમાં કોઇપણ ધારાસભ્ય કેબીનેટમાં સ્થાન મેળવી શક્યા નથી તે કચ્છની રાજકીય નબળાઇનુ પરિણામ ગણી શકાય.