Home Special નવા DDO માને છે કચ્છમા કામ કરવું પડકાર:જાણો શું કહે છે ...

નવા DDO માને છે કચ્છમા કામ કરવું પડકાર:જાણો શું કહે છે નવા DDO ?

1112
SHARE
(ન્યૂઝ4કચ્છ) રાજ્યસરકારે કરેલી બદલીઓના પગલે કચ્છના નવા ડીડીઓ તરીકે નિયુક્ત થયેલા પ્રભવ જોશી એ ગુરુવારે ચાર્જ સાંભળ્યો હતો. બદલી ગયેલા ડીડીઓ સી.જે.પટેલ GAS કેડર ના પ્રમોટી IAS અધિકારી હતા.જ્યારે પ્રભવ જોશી UPSC ની પરીક્ષા પાસ કરીને સીધા જ IAS અધિકારી તરીકે સિલેક્ટ થયા છે.૨૦૧૪ IAS ની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ગુજરાત કેડર પસંદ કરીને અહીં સનદી અધિકારી તરીકે જોડાયા છે. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરનારા આ ઉત્સાહી યુવાન અધિકારી કેમિકલ એન્જિનિયર છે. રાજસ્થાનના ચિતોડગ ના પ્રભવ જોશીને બાળપણ થી જ IAS બનવું હતું. ગુજરાત માં IAS તરીકેના પ્રોબેશન પીરીયડ દરમ્યાન સુરેન્દ્રનગર  ડેપ્યુટી કલેકટર અને રાજકોટમાં તેઓ એડીશનલ કલેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે. હવે, જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ કચ્છનો વહીવટ સંભાળશે. કાર્યભાર સંભાળ્યા બાદ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતના આ સૌથી મોટા જિલ્લામાં કામ કરવું મોટો પડકાર છે. પણ, કર્મચારીઓના સાથ અને ટેકનોલોજીની મદદ થી તેઓ આ પડકારને પહોંચી વળશે. કચ્છ જિલ્લા માં આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિસ્તારોમા રસ્તાઓની સમસ્યા છે. તો અત્યારે પાણીની સમસ્યા સૌથી વિકટ બની છે, ત્યારે એ જોતા લાગે છે કે, આવનારા સમયમાં  પ્રભવ જોશીની વહીવટી કુશળતાની કસોટી થશે.